પેટમાં ગેસ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે. જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે, તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે.
પેટમાં દુખાવનું કારણ ગેસ અને અપચો બની શકે છે. એસિડિટીથી રાહત મેળવવાના ઘણા ઉપાય છે. આયુર્વેદ રીતથી પેટના ગેસથી છુટકારો મેળવવો લાભદાયક છે. એસીડીટી થવાથી પેટમાં થતું દર્દ ક્યારેક કમર દર્દનું કારણ પણ બની શકે છે. આ સાથે જ ગેસ કયારેક એટલો પરેશાન કરી દે છે કે તે હાર્ટ સુધી પહોંચી જાય છે.
કેળાંમાં કેટલાંય એવાં પોષક તત્ત્વ છે. જે શરીરની સાથે સાથે પેટના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. અપચાની અને ગેસની સમસ્યા માટે કેળાં લાભદાયી છે. કેળાંમાં રહેલું પોટેશિયમ અને એન્ટિ ઓક્સિડેન્ટ પેટમાં વધી જતાં એસિડને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે. પેટમાં એસિડનો સ્ત્રાવ વધતાં આપણે એસિડિટીની સમસ્યાથી પીડાવું પડે છે, પણ રોજ બે કેળાં ખાવામાં આવે તો સ્ત્રાવ કંટ્રોલમાં આવે છે. કેળાં ખાવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. માટે તે જરૂરથી ખાવાં જોઇએ.
જીરું પાણી ગેસની સમસ્યા માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. જીરુંમાં આવશ્યક તેલ હોય છે, જે લાળ ગ્રંથીઓને ઉત્તેજિત કરે છે, જે ખોરાકને વધુ સારી રીતે પાચન કરવામાં મદદ કરે છે. અને વધારે ગેસની રચનાને અટકાવે છે. જીરું નું પાણી બનાવવા માટે એક ચમચી જીરું લો અને તેને બે કપ પાણીમાં 10-15 મિનિટ સુધી ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને તમારા જમ્યા પછી તેને પીવો.
હળદરનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે જ નથી થતો પરંતુ સેવન કરવાથી પણ ઘણા ફાયદા છે. હળદરનું સેવન સાચી રીતે કરવામાં આવે તો પેટના ગેસને પણ દૂર કરી શકાય છે. પેટ ગેસ માટે હળદર ઘણી ફાયદાકારક છે. હળદરને પાણીમાં મિક્સ કરો અને બાદમાં દહીંનું સેવન કરો. હળદરમાં ઘણા એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે પેટ દર્દમાં રાહત આપે છે.
હિંગને ઘણી સમસ્યા દૂર કરવા માટે દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. હિંગનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. એસીડીટીથી છુટકારો મેળવવા માટે હિંગને લાભકારી માનવામાં આવે છે. હિંગ જમવામાં સ્વાદને વધારવાનું કામ પણ કરે છે. હિંગ ખાવાના ઘણા ફાયદા છે. પેટ ગેસથી જલ્દી આરામ મેળવવા માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં હિંગ નાખીને પીવાથી ગેસની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
પેટનો ગેસ દૂર કરવા માટે તમે તાજુ આદુનો ઉપયોગ કરી શકો છો. પેટના ગેસથી રાહત મેળવવા તમે આદુની ચા પી શકો છો. આદુ ચાનો અર્થ દૂધની ચા નથી. પેટના ગેસમાં રાહત મળે તે માટે તમારે એક કપ પાણીમાં આદુના તાજા ટુકડા નાખીને તેને સારી રીતે ઉકાળો. તેને થોડું પીવું. ગેસથી રાહત મળશે.
પેટમાં કે આંતરડામાં આંટીઓ વળતી હોય તો એક નાની ચમચી અજમામાં થોડું મીઠું નાખીને ગરમ પાણીમાં લેવાથી લાભ મળે છે. બાળકોને ઓછી માત્રામાં અજમો આપો. પેટના ગેસને નજર અંદાજ ના કરો. જો તમારી પાસે લીંબુ અને બેકિંગ સોડા હોય તો આસાનીથી પેટના ગેસને દૂર કરી શકો છો. બેકિંગ સોડા અને લીંબુનો રસ એક સાથે મિક્સ કરીને પીવાથી એસીડીટીની સમસ્યાનું જલ્દી પરિણામ મળી શકે છે. એક ચમચી લીંબુનો રસ બેકિંગ સોડામાં મેળવી દો. જો તમારે ગેસના કારણે પેટમાં દર્દની સમસ્યા હોય તો તે પણ કારગર નીવડી શકે છે.
લસણમાં રહેલાં તત્ત્વો પેટની સમસ્યામાંથી રાહત આપે છે. પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો. હવે તેમાં મરી અને જીરું મેળવો. તેને ગાળો અને ઠંડું થયા પછી તે પીઓ. દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી તમને ગેસની સમસ્યામાંથી જલદી રાહત મળી શકે છે. ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે. ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યાં પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય. વરિયાળી પેટની તકલીફ માટે ઉપયોગી છે. પાણીને ગરમ કરી તેમાં વરિયાળી મેળવીને પીવાથી આરામ મળે છે.