શિયાળામાં અમુક લોકો એવા હોય છે જેમના હાથ અને પગ ખૂબ જ ઠંડા રહે છે. તેઓ ધાબળો કે ચોરસો ઓઢીને બેસે તો પણ હાથ પગ તો ઠંડા જ રહે છે. શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે તો તે હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન હંમેશા કરતાં વધુ નીચું હોવાની સ્થિતિ)ના લક્ષણ હોઈ શકે છે.
જો યોગ્ય સમયે હાઈપોથર્મિયાનો ઈલાજ ન કરાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે.શિયાળામાં ઓછાં કપડાં પહેરીને બાઈક ચલાવવાથી ઠંડો પવન લાગી જવો અને ઠંડા પાણીમાં કામ કરવાથી કે નહાવાથી પણ હાઈપોથર્મિયાનો ખતરો વધે છે. આપણી હથેળી અને પગના પંજામાં પૂરતો ઓક્સિજન અને લોહી ન પહોંચતા હોય ત્યારે તે ઠંડા પડી જાય છે. બ્લડ સરક્યુલેશન ખોરવાતા પણ આવું થાય છે.
ઘણી વાર એનિમિયા, નર્વ ડેમેજ, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, ડાયાબિટીસ, હાઈથાઈરોડિઝમ, હાઈપોથર્મિયા જેવી તકલીફોને કારણે પણ હાથ પગ ઠંડા રહેતા હોય એવું બને. ઠંડી જો બહુ જ વધારે હોય તો ઘરમાં જ રહો અને બ્લેંકેટ અથવા રજાઈ ઓઢીને રાખો. ગરમ કપડાં પહેરો. માથાથી શરીરને ગરમી મળે છે જેથી માથું ઢાંકીને રાખો.
મસાજ એ શરીરને હૂંફાળુ કરવાનો સૌથી સરળ રસ્તો છે. પગ અને હાથ પર માલિશ કરવાથી લોહીનું સરક્યુલેશન નોર્મલ બને છે અને આ અંગોને પૂરતો ઓક્સિજન સપ્લાય મળે છે. જો ઘરે એપ્સમ સોલ્ટ હોય તો ગરમ પાણીમાં તે નાંખીને તેમાં હાથ અને પગ બોળી શકો છો.પાણીની ગરમીથી આ અંગો હૂંફાળા થશે અને એપ્સમ સોલ્ટ શરીરમાં મેગ્નેશિયમની ઉણપ દૂર કરશે.આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે. તેને કારણે પણ હાથ પગ ઠંડા પડી શકે છે.
જ્યારે પણ પગ એકદમ ઠંડા પડી જાય તો ગર્મ તેલથી પગના તળિયાની મસાજ કરો. તેના માટે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગર્મ કરીને તેનાથી 10 મિનિટ સુધી પગની મસાજ કરો અને પછી મોજા પહેરી લો.
શરીરમાં મેગ્નીશિયમની ઉણપના કારણે પણ પગ ઠંડા થઈ જાય છે. તેથી સિંધાલૂણના ઉપયોગથી મેગ્નીશિયમની ઉણપને પૂરો કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગર્મ પાણી ભરો અને તેમાં થોડું સિંધાલૂણ નાખો. હવે આ પાણીમાં 15-20 મિનિટ સુધી પગને ડુબાડી રાખો. તેનાથી પગ સુધી બ્લડ સર્કુલેશન અમે ઑકસીજન યોગ્ય રીતે પહોંચશે જેનાથી પગ ગર્મ થઈ જશે.
આદુના એક ટુકડાને 2 કપ પાણીમાં નાખી 10 મિનિટ ઉકાળૉ અને પછી તેને ગાળીને તેમાં મધ મિક્સ કરી પીવો. દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરવાથી પગનો ઠંડક ઓછું થઈ જશે અને બ્લ્ડ સર્કુલેશન પણ યોગ્ય રીતે થશે.
ઘઊં, ગ્લુટેન, વધુ પડતા તળેલા પદાર્થ કે રેડ મીટ લેવાનું ટાળો. ધૂમ્રપાન બંધ કરો. હાથ-પગ ગરમ મોજાંથી ઢંકાયેલા રહે તેવી કાળજી રાખો. દરરોજ ચાલવા સહિતની કસરતો કરવાથી રક્તપરિભ્રમણ થતું રહેશે. આદુ, અજમો અને ડુંગળીનો રસ મેળવી પેસ્ટ બનાવો અને તેને દરરોજ ૧૫-૨૦ મિનિટ સુધી લેપ લગાવવો