આયુર્વેદ અનુસાર, સંચળ આપણા રોજિંદા આહારમાં સામેલ કરવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે. આ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ડિપ્રેશન અને પેટની તમામ તકલીફોથી છુટકારો અપાવે છે. સંચળમાં 80 પ્રકારના ખનીજો સામેલ છે, જેથી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રાચીન સમયમાં આનો ઉપયોગ કેટલીક ઔષધિઓ બનાવવામાં થતો હતો.
જો સવારે સંચળ અને પાણી મિક્સ કરીને પીવાનું શરુ કરી દો તો સ્વાસ્થ્યને લાભ મળી શકે છે. લોકો સુધી હજુ એ માહિતી પહોંચી જ નથી કે એ સમજણ નથી સાદા મીઠાના પ્રયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. એટલે એના બદલે સંચળનો ઉપયોગ કરવો જોઈએ.
સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે સંચળનું પાણી પી શકો છો. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર મેળવીને પીવું. આ પીણું સ્થૂળતા, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી તમને બચાવશે.
સંચળમાં રહેલું પોટેશિયમ શરીરના સ્નાયુઓને મજબૂત કરે છે, જેના કારણે શરીરના સ્નાયુઓનો દુખાવો દૂર થાય છે. સંચળમાં રહેલા ખનીજ તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે. સંચળનું પાણી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. દરરોજ સવારે સંચળનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફનું સંકટ ટળે છે.
સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીન પચાવવાવાળા એન્ઝાઇમ એકટીવ કરે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે. સંચળને છાશમાં નાખીને રોજિંદા આહારમાં પણ લઇ શકાય છે. સંચળવાળી છાશ પીવાથી ગેસ મટે છે. અને ભોજન પણ સરળતાથી પચી જાય છે.
સંચળમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ હોય છે. જે પેટમાં બનતા ગેસની તકલીફ દૂર કરે છે. આ પાણી પીવાથી જમ્યા બાદ પેટ ભારે લાગવાની તકલીફ પણ દૂર થાય છે. આ પાણીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થશે. જે લોકોમાં ગેસની સમસ્યા વધુ હોય છે, તેઓ આહારમાં સંચળ ઉમેરીને રોજ થોડો સંચળ ખાવો જોઈએ. એ જ રીતે, સંચળને એસિડિટી અને કબજિયાત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
સંચળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જેને કારણે શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. અને સંચળનું પાણી પીવાથી એનિમિયાની તકલીફ દૂર થશે. સંચળ કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે, જેને કારણે હૃદયની બીમારી થવાનું સંકટ દૂર થાય છે. જેથી રોજિંદા આહારમાં સંચાલનો સમાવેશ કરવો જોઈએ. સંચળમાં રહેલા તત્વો ઈન્સુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત થાય છે અને ડાયાબિટીસનું સંકટ ટળે છે.
સંચળમાં વધુ માત્રામાં ખનીજ તત્વો રહેલા છે, જે વાળનો વિકાસ કરવા માટે મદદરૂપ હોય છે. જો રોજ સવારે સંચળનું પાણી પીવામાં આવે તો વાળ ખરતા ઓછા થશે અને વાળમાં ખોડો પણ દૂર થશે.
આ ઉપરાંત સંચળનું પાણી રોજ પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે અને ગળાનો દુખાવો હોય તો એ પણ દૂર થઇ જાય છે. રોજ સવારે નિયમિત રીતે સંચળનું પાણી પીવાથી આંખોનું તેજ પણ વધે છે.
જો મરોડ આવે છે, તો સંચળ અને અજમો એક સાથે લો. થોડો અજમો ગરમ કરો અને તેને ગ્રાઇન્ડ કરો. ત્યારબાદ આ પાઉડરમાં સંચળ નાખો. તેને પાણી સાથે લઈ લો. આ પાવડર ખાવાથી મરોડ અને દર્દ થી રાહત મળશે.
સંચળ તણાવ દૂર કરવામાં અને તે ખાવાથી મન શાંત પડે છે. જો તમે તણાવ માં છો, તો સૂતા પહેલા દરરોજ રાત્રે થોડો સંચળ ચાટવો. તમને આરામ મળશે. ખરેખર સંચળ આપણા શરીરમાં સેરેટોનિન હોર્મોન વધારવાનું કામ કરે છે. જેથી કોઈ તણાવ ન રહે. તે જ રીતે, અનિદ્રાના કિસ્સામાં પણ સંચળ ખાવાથી ફાયદો થાય છે, અને તેને ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.
સોજો ઓછો કરવા માટે સંચળ નો ઉપયોગ કરો. જો પગ અથવા સાંધામાં દુખાવો અથવા સોજો આવે છે, તો સંચળ થી શેક કરવો જોઈએ. મોટા વાસણમાં સંચળ નાંખો અને તેને સારી રીતે ગરમ કરો. ત્યારબાદ તેને સુતરાઉ કાપડમાં બાંધો. આ કાપડને સોજો અથવા દુઃખદાયક વિસ્તાર પર મૂકીને તેનો શેક કરો. સોજો અને પીડા દૂર થશે અને તમને રાહત મળશે.
જે લોકો વજન ઘટાડવા ના પ્રયત્નો કરી રહ્યા છે, તેઓએ મીઠાને બદલે સંચળ નો ઉપયોગ શરૂ કરવો જોઈએ. સંચળ માં સોડિયમ ઓછું હોય છે. જેના કારણે તે ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.