જર્મનીના ફેડરલ ઈન્સ્ટીટ્યુના રિસ્ક અસેસમેન્ટના સંશોધન કર્તાઓએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, ખાદ્ય પદાર્થો થકી શરીરમાં પહોંચનાર એલ્યુમિનિયમ કમ્પાઉન્ડની માત્રાનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
મોટાભાગની ગૃહિણીઓ એવી છે જે ઘરના રસોડામાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરવું જોઈએ. કારણ કે આ એક ઝેર જેવી અસર કરે છે. એની પાછળનું કારણ એ છે, કે તે બધી વસ્તુ સાથે બહુ સહેલાઈથી ભળે છે.
ઉદાહરણ તરીકે જો એલ્યુમિનિયમની ડોલમાં રાત્રે પાણી ભરી રાખો, તો સવારે છારી બાઝેલી જોવા મળશે. તો એનો અર્થ એ થાય છે કે પાણીમાં રહેલા ક્ષાર અને એલ્યુમિનિયમની આંતરક્રિયા માત્ર થોડા સમય માટે પડી રહેવાથી પણ થાય છે.
રસોઈ બનાવવા માટે એલ્યુમિનિયમના વાસણોના ઉપયોગ તમારી સાથે સાથે તમારા બાળકોના માનસિક વિકાસમાં પણ ઘણા અવરોધો લાવે છે. તે વાસણમાં રાંધેલા ખોરાક ખાવાથી બાળકોનું આઇક્યું લેવલ ઘટે છે. તેમજ તેમાં રહેલ કેડમિયમ બાળક માટે ન્યુરોટોક્સિક છે. જે કીડનીને પણ નુંકશાન કરે છે.
જયારે જમવાનું બનાવવામાં આવે છે, ત્યારે ગરમ, ખાટા-ખારા મસાલા, તેલ, પદાર્થમાં રહેલા ક્ષાર વગેરેની સાથે એલ્યુમિનિયમના વાસણની આંતરક્રિયા વધારે ઝડપથી થાય છે. સાથે જ જણાવી દઈએ કે એલ્યુમિનિયમ પદાર્થો સાથે ભળીને શરીરમાં જાય તો અનેક પ્રકારના ગંભીર રોગોનું કારણ બને છે. આ કારણે રસોડમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાં પર જ પ્રતિબંધ હોવો જોઈએ.
એલ્યુમિનિયમના વાસણો ઓસ્ટિયોપોરોસિસને જન્મ આપે છે. એ આપણા હાડકાના વિકાસને અટકાવે છે. જેથી ઓસ્ટીઓપોરોસિસનો ખતરો વધી જાય છે. તેના કારણે યુવાન મહિલાઓના હાડકા સામાન્યની તુલનામાં નબળા હોય છે.
બદલાતા સમય સાથે લોકો જમવાનું ગરમ રાખવા થર્મલવેર(એલ્યુમીનીયમ ફોઈલ) નો ઉપયોગ વધારે કરવાં લાગ્યા છે. એની પાછળનું કારણ એ છે કે તેના પર જે ધાતુનો ઢોળ ચઢાવેલો હોય છે, તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમજ કૃત્રિમ રીતે ગરમ રાખેલી વસ્તુ સમય પસાર થતા વાસી જ ગણાય ને. તેમજ જમવાનું ગરમ હોય એના કરતાં તાજું હોય એ વધુ મહત્વનું છે. વસ્તુ ગરમ હોય પણ તાજી ન હોય તો એનાથી નુકશાન તો થાય જ છે. માટે એવું ન કરવું જોઈએ.
જો કે, સંશોધન કર્તાઓએ પહેલાની તુલનામાં પોતાના રીસર્ચમાં એલ્યુમિનિયમની માત્રા ઓછી જોવા મળી છે, પંરતુ તેમાં જો કોસ્મેટિક જેવા ઉત્પાદનોને જોડી દેવામાં આવે તો,શરીરમાં તેનું પ્રમાણ વધી શકે છે. સંશોધકોએ ખાસ સલાહ આપી છે કે, એસિડિક અને મીઠાવાળા ખોરાકને એલ્યુમિનિયમ ફોલમાંન રાખવા.
એલ્યુમિનિયમના વાસણોમાં બનાવેલો ખોરાક અથવા એલ્યુમિનિયમ ફોલમાં વીંટેલો ખોરાક ખાઓ છો, તો પુરુષોમાં વંધ્યત્વની સમસ્યામાં વધી શકે છે. સંશોધનમાં 60 થી વધુ સહભાગીઓના શુક્રાણુઓના નમૂનાઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે, વીર્યમાં વધુ એલ્યુમિનિયમ માત્રા મળી આવી છે, જેનાથી શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે અને પુરુષ વંધ્યત્વ થઈ ગયો છે.
યાદશક્તિ નબળી પડે છે. એવું કહેવામાં આવે છે કે, એલ્યુમિનિયમના વાસણમાં રહેલ આયોન્સ કુકિંગ દરમિયાન જમવામાં ભળે છે. આયોન્સ તત્વ આપણી યાદશક્તિને ખુબ જ અસર કરે છે અને નબળી પણ પાડે છે.
એલ્યુમિનિયમના વાસણોમાં જામ, કોબી સૂપ, ફળોના કોમ્પોટ્સ, તેમજ અથાણાંવાળા શાકભાજી સાથે અથવા મીઠી અને ખાટાની ચટણીમાં રાંધવા અશક્ય છે. ઉત્પાદનનો સ્વાદ અને વાનગીઓ બંને પોતાને ભોગવશે – એલ્યુમિનિયમ ઘાટા થાય છે અને સરળતા ગુમાવે છે.
એલ્યુમિનિયમના ઉપયોગથી પાગલપન જેવી બીમારી પણ થઇ શકે છે. તે મગજ પર ખરાબ પ્રભાવ પાડે છે.એલ્યુમિનિયમના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાથી ઉદાસીનતા અને નીરસતા પેદા થાય છે. તેમજ થાક જેવી સમસ્યા પણ પેદા થાય છે.