ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત-ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે. ખોરાકનું પાચન બરાબર થતું ના હોવાથી આમ અપક્વ ખોરાક રસ શરીરમાં પરિભ્રમણ કરે છે.

શીળસને મટાડવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે. પાચનને નબળું પાડતા ખોરાકને થોડા સમય સુધી બંધ કરવાનું કહે છે. શીળસના દર્દીએ  શરીર ઉપર સીધી -ઠંડી હવાનો સ્પર્શ ના થાય તેનું ધ્યાન રાખવું, તડકામાં ના ફરવું , હી-છાશ, આમલી, ખાટાં ફળો, કેળાં, હાંડવો, ઢોકળાં, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા, વિરૂદ્ધ આહાર વિહારનો ત્યાગ કરવો, ઇંડા માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહી, શ્રીખંડ મીઠાઈનો સદંતર ત્યાગ કરવો જોઈએ.

શીળસ નીકળ્યા પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જાય છે કે દવાથી બેસી જાય છે. કેટલાક કેસોમાં તે લાંબો વખત નીકળ્યા કરે અને ૬ અઠવાડિયાંથી વધારે સમય જતો રહે તો તેને ‘કાયમી શીળસ’ કહી શકાય.દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે. લાલ કલરના ઊપસી આવેલાં, કિનારી બંધાયેલાં ચાઠાં જોવા મળે છે. જે જુદીજુદી જગ્યાએ જુદાજુદા આકારના અને સાઈઝના જણાય છે. તે આપમેળે બેસી જાય છે.

શીળસના દર્દીએ કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું,  કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવું જોઈએ, કારેલા, પરવળ, દૂધી, મગ, ભાત ખીચડી, મેથીની ભાજી, પાલક તાંદળજાની ભાજી લઈ શકાય. કાળાં મરીનું ચૂર્ણ શુદ્ધ ઘીમાં મેળવી સવાર સાંજ લેવાથી પણ લાભ થાય છે.

શીળસ થવાના કારણો : હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ થઈ શકે છે. કેટલાક ખાટા, આથાવાળા, પડી રહેલા ખોરાક લેવાથી. કેટલીક કૌટુંબિક અને વારસાગત બીમારીઓથી પણ શીળસ થતી જણાય છે. બાળકને રસીઓ આપવાથી, બહારનું લોહી ચડાવવાથી કે લોહીની બનાવટો ઈંજેક્શન રૂપે આપ્યા પછીથી આવું થાય. કેટલાક પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે કઠોળ, સીંગદાણા, ઈંડાં, જેલીફિશ, મટન, માછલી વગેરે ખાધા પછીથી.

શીળસ મટાડવાના ઉપચાર:

હળદર અને કડુનું મિશ્રણ શીળસ તથા એલર્જી માટે ઉત્તમ છે. એક ગ્રામ કડુ અને બે ગ્રામ હળદરનું મિશ્રણ સવારે સાંજે પાણી સાથે લેવું. મરી અધપક્વ રસને પચાવીને એલર્જી શીળસને મટાડે છે. ૫-૫ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીતપીત્ત (શીળસ) મટે છે. અજમો અને ગોળ ખાવાથી શીળસ  મટે છે. દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે. મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.

શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું. ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે. અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે. સાજીખાર મિશ્રિત પાણી શરીરે લગાડવું અથવા સરસિયા તેલથી માલિશ કરવું અથવા જવખાર અને સિંધાલૂણ મેળવેલ સરસિયા તેલથી શરીર પર મર્દન કરવું.

આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત મટે છે. પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવું. પા ચમચી ત્રિકટુચૂર્ણ સાથે એક ચમચી સાકર મેળવી દિવસમાં ત્રણથી ચાર વાર લેવું.  ગોળ અને અજમો મિશ્ર કરી અડધીથી એક ચમચીની માત્રામાં સવારે અને રાત્રે ખૂબ ચાવીને ખાવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top