ન્યુમોનિયા માં ત્રણેય દોષ પ્રકોપ પામતા હોવાથી સન્નિપાત કહેવાય છે. આ તાવ ના બે પ્રકાર છે જો એક તરફ નું પડખું પકડાઈ તો સાદો તાવ અને બંને તરફના પડખા પકડાય તો ગંભીર તાવ કહેવાય છે. ખાસ કરીને શિશિર અને વસંત ઋતુમાં ન્યુમોનિયા રોગના દર્દીઓનું પ્રમાણ વધારે હોય છે. ન્યુમોનિયા થવાના મુખ્ય કારણોમાં જોઈએ તો અનિયમિત આહાર વ્યવહાર દુષિત અને માદક પદાર્થોનું સેવન, દિનચર્યા-રાત્રીચર્યા અને ઋતુચર્યા ની દ્રષ્ટિએ પ્રતિકૂળ આચરણ, વધારે પડતો શ્રમ, સ્નાન, ભોજન, વ્યાયામ, શયન વગેરેમાં અવસ્થા છે.
ઠંડા પ્રદેશમાં થી એકદમ ગરમ પ્રદેશમાં આવવું અથવા તો ગરમ પ્રદેશમાંથી એકદમ ઠંડા પ્રદેશમાં આવવું અને આ જ રીતે જો ઋતુમાં બદલાવ થાય ત્યારે પણ આ રોગ જોવા મળે છે. ન્યુમોનિયા માં દર્દીને શીતયુક્ત તાવ આવે છે અને એકાએક વધે છે કોઈ કોઈ વાર અન્ય તાવના લક્ષણ ની શરૂઆત થઇ ને પણ ન્યુમોનિયા માં પરિણમે છે. બે ત્રણ દિવસ સુધી તાવ ની ગતિ તીવ્ર રહે છે પડખા પીઠ છાતી વગેરે માં દુખાવો રહે છે.એક અથવા બન્ને ફેફસાને ચેપ લાગે તેને ન્યુમોનિયા કહેવાય. હવામાં ફરતા સૂક્ષ્મ જીવાણુ શ્વાસ મારફતે ફેફસામાં જાય ત્યારે તેનો ચેપ લાગે ત્યારે ન્યુમોનિયા થાય.
શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બેચેની અનુભવાય છે,સૂકી ખાંસી આવે છે ગળામાં ખરાટે થાય છે, ઉધરસ આવતી વખતે કફ નીકળતો ન હોવાથી છાતીમાં એનો પડઘો પડે છે અને કફનો અવાજ સંભળાય છે. બે ચાર દિવસ પછી પીડા ઓછી થતી જાય છે પણ ઉધરસ નું જોર વધે છે. કફ છૂટો પડે છે મળ સાથે પણ કફ નીકળે છે . આ દર્દ જેમ જેમ લંબાઈ તેમ તેમ અનિદ્રાના કારણે રોગ ના લક્ષણો તીવ્ર થવા માંડે છે જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો હદય બંધ થઈ જાય છે અને મૃત્યુ પર્યંત ખેંચી જાય છે.
ન્યુમોનિયા ના લક્ષણો માં શ્વાસોશ્વાસમાં મુશ્કેલી થવી જેમ કે શ્વાસ ઝડપી કે ધીમા હોઈ શકે છે, ધબકારાં વધી જવાં, ઝડપી ધબકારા, તાવ આવવો, પરસેવો થવો અને કંપારી છૂટવી, ભૂખ ઓછી થવી, છાતીમાં દુઃખાવો થવો જે ન્યુમોનિયાના સામાન્ય લક્ષણો તરીકે જોડાયેલ છે. આ ઉપરાંત ઉધરસ વખતે લોહી નીકળવું, માથાનો દુઃખાવો, થાક લાગવો, ઉબકા થવા, ઉલટી થવી, સસણી થવી વગેરે જેવા લક્ષણ પણ જોવા મળે છે.
ન્યુમોનિયા થવામાં મુખ્યત્વે બેક્ટેરિયા કે વાઈરસના ચેપ જવાબદાર છે.ઘણાં કિસ્સામાં તે ફૂગ અને પરોપજીવી દ્વારા પ્રસરે છે. ૫૦% થી વધુ કેસોમાં ન્યુમોનિયા થવાનું સૌથી સામાન્ય કારણ બેક્ટેરિયા છે.જે સ્ટ્રેપ્ટોકોકસ ના લીધે થાય છે, અન્ય સમૂહજૂથના બેક્ટેરિયામાં હેમોફિલીસ ઇન્ફ્લુંએન્ઝા, ચાલમોડેફિયા, ન્યુમોનિયા અને માઈકોપ્લાઝમા ન્યુમોનિયાનો સમાવેશ થાય છે. રહિનો વાઈરસો,કોરોના વાઈરસો ઇન્ફ્લુંએન્ઝા વાઈરસ અને પેરા ઇન્ફ્લુંએન્ઝા વાઈરસનો સમાવેશ થાય છે. મોટા ભાગે તે હિસ્ટોપ્લાઝમા, કેપ્સુલેટુમ, બ્લાસ્ટોમાઈસીસ, ન્યુઓફોરમન્સ, ન્યુમોસિષ્ટિસ,જીરોવેસી અને કોસીડાયોડેટ ઈમીટીસના કારણે થાય છે.
ન્યુમોનિયા મટાડવાના ઉપાય અને નિદાન:
આ રોગ નું મુખ્ય ઔષધ છે શેક. અળસી ની પેટીસ નો શેક કરવાથી ન્યુમોનિયા માં રાહત મળે છે. અળસી ને બારીક ખાંડીને ગૌમૂત્ર સાથે પીસવી. ત્યાર બાદ ધીમી આગ પર પકવીને પેટીસ તૈયાર કરવી. જરા ગરમ પેટીસ ને છાતી અને ફેફસા પર રાખીને બાંધી દેવી. આ રીતે દર ત્રણ કલાકે પેટીસ બાંધી સુવાથી માત્ર 2 દિવસ માં ન્યુમોનિયા માં રાહત મળી મટે છે. ગૌમૂત્ર સાથે એકલું સબરશિંગ પીસીને પણ લેપ કરી શકાય છે. સવાર સાંજ અરડૂસી અને તુલસી નો રસ 1 તોલા મધ મેળવીને આપવો.
વ્યક્તિની છાતીમાં રેસા એકઠા થવા લાગે છે, જેનાથી શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે. આ સ્થિતિમાં હળદર, કાળા મરી, મેથીના દાણા અને આદુને પાણીમાં નાખીને ઉકાળો અને તેનો ઉકાળો કરો. દરરોજ આ પીણું પીવાથી ફેફસાં માં સોજો ઓછો થાય છે અને તાવમાં રાહત મળે છે.15 તલ ના બીજ, 1 ચપટી મીઠું, એક ચમચી મધ અને એક ચમચી અળસી 300 મિલી પાણી લો અને તેમાં નાખો. અને તેનું સેવન કરો. આ નિત્યક્રમ કરવાથી છાતીમાં જામેલો કફ બહાર આવે છે.
આદુ પીસીને તેનો રસ રોજ પીવો, એ ન્યુમોનિયામાં ખૂબ ફાયદાકારક છે. અથવા તો આદુના નાના ટુકડા ચૂસવા.જ્યારે પણ ઉધરસ આવે, થોડું મધ લઇ ને ચાટવું . તે ખાંસીમાં ઘણી રાહત આપે છે. ન્યુમોનિયા થયા પછી તેને થોડું પાણી ગરમ કરો અને તેમાં મધ મેળવી ને નિયમિત પીવું. નાનાં બાળકને ન્યુમોનિયા થાય તો પાણીમાં ચપટી હિંગ ઘોળીને પીવડાવવી જોઈએ. છાતીમાં જમા થયેલો કફ હિંગથી નિકળી જાય છે. દર કલાકે ગરમ પાણી પીવરાવવું.
એક ચમચી લસણના રસમાં મધ મેળવી પીવડાવો. પાંચ મરી, અડધી ચમચી તુલસીના પાનનો રસ, એક ચપટી હિંગ અને બે લવિંગ આ બધાનું સેવન મધ સાથે દરરોજ બે વાર કરવાથી ન્યુમોનિયામાં આશા મુજબ લાભ થશે. ટર્પેન્ટાઈનનું તેલ કપૂર અને સરસિયાનું તેલ ક્રમશઃ ૨:૧:૧ ના પરિમાણમાં મેળવી રોગીની છાતી પર ઘસો. કુટકી ચિરાયતા, નાગરમોથા, પિત્તપાપડા અને ગિલોય-આ પાંચેય દવાઓનો કાઢો બનાવી સેવન કરવાથી ન્યુમોનિયા મટી જાય છે.
ગિલોયના રસમાં પીપળનું ચૂરણ તથા મધ મેળવી પીવાથી ન્યુમોનિયાનો તાવ મટી જાય છે. થોડા દિવસોમાં છાતીનું દરદ પણ મટી જાય છે. એક ભાગ શેકેલું જીરું વાટી લો તથા તેમાં બે ભાગ જૂનો ગોળ મેળવી સવાર-સાંજ સેવન કરો. લિમડાના ચાળીસ પાન, સૂંઠ, કાળા મરી, પીપળ, હરડ, બહેડા, આંબળા સિંધવ મીઠું, પિટ મીઠું તથા અજમો આ બધું ૧૦-૧૦ તોલા લઈ ચૂરણ બનાવો. આમાંથી એક ચમચી ચૂરણ હૂંફાળા પાણી સાથે લો. અધિક ગરમ કે અધિક ઠંડા ફળ ખાવા નહીં. ઠંડું પાણી પીવું નહીં.