Breaking News

ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ નો 100% આયુર્વેદિક ઉપચાર કરશે જડમૂળ થી ગાયબ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

અત્યારે ચાલી રહેલા રોગ ના વાતાવરણ થી સૌ કોઈ પીડાય છે. જો તમી તમારા શરીર ની કાળજી રાખવા માં થોડીક ચૂક કરી ગયા તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળા માં ઇન્ફેકશન લાગી જાય છે. જો આ પહેલા તબક્કા ના રોગો ને મટાડવા માં પૂરતું ધ્યાન આપવા માં નો આવે તો એ વધી જઇ ને આપણને વધારે બીમાર કરે છે.

મિત્રો શરદી, કફ , તાવ અને ઉધરસ જેવી બીમારી ઓ ની દવા તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી.તમે અહી નીચે દર્શાવેલ પાંચ ઔષધિ ઓ ના ઘરગથ્થું ઉપાય થી જ તેના થી રાહત મેળવી શકો છો.

કફ-શરદી માટે ના ઉપાય :

૧૦ ચમચી અરડૂસી નો ઉકાળો સવાર સાંજ પીવાથી દમ , ઉધરસ, કફ, અને ક્ષય જેવા રોગો મટે છે. તો ચાલો આપણે અરડૂસી નો ચમત્કારિક ઉકાળો કેમ બનાવવો એ જોઈએ. અરડૂસી નો ઉકાળો બનવાની રીત.અરડૂસી ના ૨૫૦ ગ્રામ જેટલા પાન ધોઈ છૂંદી નાખવા.આ પાન ને એક તપેલી માં લ્યો. તેમાં ૧ લિટર પાણી નાખી ને ધીમા તાપે ઉકળવા મૂકો. તપેલી ને ઢાંકેલું ઢાંકણ અર્ધુ ખુલ્લુ રાખો.અડધા ભાગનું પાણી બળી જાય એટલે ઉતારી ને ઠંડુ પડવા દયો. તેને સુતરાઉ કાપડ થી ગળી ને કાચ ની બોટલ માં ભરો.સવાર સાંજ ૧૦ ચમચી પીવો.તાજા ઉકાળા નો જ ઉપયોગ કરવો.

તુલસી નો ઉકાળો કેમ બનાવો એ જોઈએ. તપેલી માં ૧૦૦ મિલી પાણી , ૫ ગ્રામ તુલસી ના પણ , ૨ ઈલાયચી, ૨૦ મિલી દૂધ ,૨૦ ગ્રામ ખાંડ, ૧/૪ ચમચી હળદર ચૂર્ણ , ૧૦ નંગ મરી ઉમેરી થોડાક સમય માટે ધીમા તાપે ઉકાળો.(ઈલાયચી અને મરી ખાંડી ને નાખવા). પાણી બળી ને અડધું થઈ જાય એટલે ઉતારી ને ઠંડુ પડવા દેવું. આ પ્રવાહી ને સુતરાઉ કાપડ થી ગળી ને કાચ ની બોટ ભરી લેવું. તાજા ઉકાળનો જ ઉપયોગ કરવો.આ ઉકાળો ૫ ચમચી દિવસ માં ૩ વાર પીવાથી શરદી , ખાંસી, તાવ , વાયુ, માં ફાયદો થાય છે.

અરડૂસી અને તુલસી ના પાન ની કફ સિરપ તમે ઘરે જ બનાવી શકો છો.તો ચાલો આપણે આ હેલથી કફ સિરપ બનવાની રીત જોઈએ. તપેલી માં ૬૦૦ ગ્રામ સાકર લઈ ને તેમાં જરૂર મુજબ પાણી નાખી ને તેને ઉકાળી દોઢ તાર ની ચાસણી બનાવો. આ ચાસણી માં ૧ ગ્રામ કપૂર અને એક ગ્રામ અજમેઠ નાખીને હલાવી ને ઠંડી પડવા દ્યો. ઠંડી પડેલી ચાસણી માં અરડૂસી નો ૨૫૦ મિલી અને તુલસી ના પાન નો ૨૫૦ મિલી રસ ઉમેરો અને મિશ્રણ ને બરોબર હલાવી સ્વચ્છ કાચ ની બરણી માં ભરી લ્યો.શરદી ને કફ ના ઉપચાર માટે ૧ ચમચી સિરપ બાળકો તેમજ ૨ ચમચી સિરપ પુખ્ત વય ના લોકો લઈ શકે.

શરદી અને કફ માટે ફૂદીના ની ચટણી ખૂબ અસરકારક છે. તેને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. ફૂદીનો, ખારેક ,લીંબુ, મરી, જીરું, અને ગોળ વિગેરે ને મિક્સ કરી છૂંદી ને તેની ચટણી બનાવી શકાય. ફૂદીના ના પાન, કેરી, મીઠું, લસણ વગેરે નાખી ને છૂંદી ને પણ ચટણી બનાવી શકાય.

લીલી ચા નો છોડ તમે ઘરે પણ ઉછેરી શકો છો. આ શરડી અને કફ માટે ખૂબ અકસીર ઔષધ છે. તપેલી માં એક કપ પાણી નાખી તેમા લીલી ચા ના એ બે મોટા પત્તા છૂંદી ને નાખી તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાખી મિશ્રણ ને થોડુંક ઉકાળો. પાણી ૨૫ % બળી જાય એટલે ઉકાળવાનું બંધ કરી ને ઠંડુ પડવા દ્યો. લીલી ચા નો ઉકાળો શરદી ,કફ અને કોલેરા માં ઉપયોગી છે.

હળદર નું ચૂર્ણ એક એવું ઔષધ છે કે જો એ નિયમિત સમયે યોગ્ય માત્ર માં લેવા માં આવે તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. હળદર નું ચૂર્ણ બનવાની રીત જોઈએ. પરિપક્વ સુકાયેલી હળદર ને સાફ કરી નાના ટુકડા કરવા. ખાંડણી દસ્તા થી ખાંડી . ચાળી , ચૂર્ણ બનાવવું. ઘંટી માં દળી ,ચાળી પણ ચૂર્ણ બનાવી શકાય.હળદર ના ચૂર્ણ ના સેવન થી શરદી અને ઉધરસ માટે છે.૧ ચમચી હળદર ના ચૂર્ણ ને ૧ કપ ગરમ દૂધ માં અથવા મધ સાથે લેવાથી શરદી ,ઉધરસ મટે છે. હળદર ના ચૂર્ણ ને ઘા પર લગાવવાથી ઘા રુજાઇ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!