શેરડી નો રસ નાના બાળકોથી માંડી મોટેરા સુધી દરેકને ફેવરીટ હોય છે.શેરડીના રસમાં કેલ્શિયમ,પ્રોટીન, ફાઈબર, આર્યન, પોટેશીયમ, વિટામીન B, ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન ભરપુર મળે છે.
શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે.
શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. આ ઉપરાંત શેરડી રક્તપીત્તનાશક, મૈથુનશક્તી વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મુત્ર વધારનાર, શીતળ અને પચવામાં ભારે છે.
શેરડી ગળા માટે હીતાવહ છે. શુક્રશોધન દસ ઔષધોમાં શેરડીની ગણતરી થાય છે. જેમનું વીર્ય વાયુપીત્તાદીથી દુષીત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ. શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ, કેમ કે જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે.
શેરડીનો રસ પીવાથી ત્વચાને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ મળે છે જે ખીલ દૂર કરવા ફાયદાકારી છે. શેરડીના રસમાં પ્રોટીન સારી માત્રામાં છે. આમાં લીંબુ અને નારિયેળ પાણી મિકસ કરી પીવાથી કિડનીમાં સંક્રમણ, યૂરિન ઇંફેકશન અને પથરી જેવી સમસ્યાઓથી આરામ મળે છે.
શરીરમાં બળતરાની તકલીફ હોય, મેનોપોઝ વખતે કે પિત્ત વધી જવાને કારણે અંગોમાં બળતરા થતી હોય, ઓડકાર કે ચક્કર આવતાં હોય, ગરમીની સિઝનમાં આંખોમાં બળતરા કે ઝાંખપ લાગતી હોય તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ શેરડીનો રસ પી શકાય.
યૂરિનમાં બળતરા થતી હોય, અટકી-અટકીને આવતો હોય અથવા તો વધુપડતું પીળાશ પડતું યૂરિન થતું હોય તો શેરડી ખાવાથી ફાયદો થાય છે. શેરડીનો રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે.શેરડી ચુસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દુર થાય છે. શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે.
વારંવાર નસકોરી ફૂટતી હોય, ગરમીથી આંખો લાલ થઈ જતી હોય, બળતરા, ગરમીને કારણે શરીરમાં થાક અને નબળાઈ આવી ગઈ હોય ત્યારે રોજ શેરડી ચૂસીને ખાવી. વધુપડતું માસિક આવતું હોય, ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તો શેરડી ખાવાથી લાભ થશે.ઔષધ તરીકે સૌથી શ્રેષ્ઠ ફાયદા માટે શેરડીના ટુકડા ચૂસવા જોઈએ. શેરડીમાં ભરપૂર માત્રામાં ગ્લુકોઝ ઉપરાંત ફાયબર અને પાણી હોય છે.
શેરડીનો રસ એક એનર્જી ડ્રીંક છે અને સાથે તેમાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ શરીરને એનર્જી પુરી પાડે છે. ગરમીના કારણે ચકકર આવતા હોય કે ડિહાઈડ્રેશનની તકલીફ જણાય તેવા લોકો શેરડીનો રસ પીવાથી ઘણી રાહત થાય છે.
શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ ,પોટેશિયમ, આયરન અને મેગ્નીઝ જેવા તત્વો સારી માત્રામાં છે જે શરીરમાં અલકલાઈન વાતાવરણ તૈયાર કરે છે. આ સ્થિતિ કેંસર માટે પ્રતિકૂળ હોય છે.આ પ્રોસ્ટેટ કેંસર અને બ્રેસ્ટ કેંસરના બચાવમાં ઉપયોગી છે.
જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ ચોક્કસથી પીવી જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો. અને ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
ગરમીના કારણે ઊલટી થતી હોય તો ૧ ગ્લાસ શેરડીના રસમાં ૨ ચમચી શુદ્ધ મધ મિક્સ કરી થોડી-થોડી વારે દર્દીને પીવડાવવાથી રાહત થાય છે. તેમજ શેરડીના રસને એકદમ ઠંડો કરી પીવાથી રાહત લાગે છે. શેરડીના રસમાં દાડમનો રસ મિક્સ કરી પીવાથી ડાયેરિયામાં રાહત થાય છે. તેમજ તેમાં લોહી પડતું હોય તો એ બંધ થાય છે.