હરસ કે પાઈલ્સ એ એક ખતરનાક બીમારી છે. હરસ 2 પ્રકારની હોય છે. સામાન્ય ભાષામાં તેને લોહી અને બાડી હરસ ના નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક તેને મહેશીના નામ થી પણ ઓળખવામાં આવે છે.
લોહીવાળા હરસ :
લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. પહેલા પખાનામા લાગીને, પછી ટપકીને, પછી પિચકારી ની જેમ માત્ર લોહી આવવા લાગે છે. તેની અંદર મસ્સા હોય છે. જો કે અંદરની તરફ હોય છે પછી પાછળથી બહાર આવા લાગે છે. જુના થવાથી બહાર આવવાથી હાથથી દબાવવાથી જ અંદર જાય છે. છેલ્લા સ્ટેજમાં હાથથી પણ દબાવવા છતાં પણ અંદર નથી જતું.
મસા સામાન્ય રીતે ત્વચા પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પરંતુ જે ગુદાના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઈલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા. કોઈ ગોળ હોય છે, તો કોઈ લાંબા. મસાના ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે તથા દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે.
બાદી હરસ :
બાદી હરસ રહેવાથી પેટ ખરાબ રહે છે. કબજિયાત થયા કરે છે. ગેસ બને છે. હરસ ના કારણે પેટ ખરાબ રહે છે. નહી કે પેટની ગડબડથી હરસ થાય છે. તેમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ, શરીરમાં બેચેની, કામમાં મન ન લાગવું વગેરે. ઝાળા વધુ થવા ઉપર તેમાં લોહી પણ આવી શકે છે. તેમાં મસ્સા અંદર હોય છે. મસ્સા અંદર હોવાથી પખાનાની રસ્તો નાનો પડે છે અને ચામડી કપાઈ જાય છે અને ત્યાં ઘાવ થઇ જાય છે તેને ડોક્ટર પોતાની ભાષામાં ફિશર પણ કહે છે.
પાઇલ્સ અથવા હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય હોય છે.
ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ થાય છે, પરંતુ તેની પાછળ વારસાગત કારણો પણ હોય શકે છે. બેઠાડું જીવન, તીખું-તળેલું વધુ પ્રમાણમાં ખાવું અને ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય એવા લોકોને પાઈલ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.
શરૂઆતના સ્ટેજમાં તેના કોઈ લક્ષણ દેખાતા નથી. ઘણીવાર દર્દીને ખબર નથી હોતી કે તેને પાઈલ્સની પ્રોબ્લેમ છે. તેને ખાસ કોઈ દર્દ મેહસૂસ થતો નથી. હળવી ખુજલી થાય છે. જોર લગાવવા પર ક્યારેક થોડું લોહી આવી જાય છે. આમાં પાઈલ્સ એનસની અંદર જ હોય છે.
બીજા સ્ટેજમાં ટોયલેટ કરતી વખતે મસા બહાર આવવા લાગે છે. પહેલાં સ્ટેજની તુલનામાં તેમાં દુખાવો વધુ થાય છે અને જોર લગાવવા પર લોહી પણ આવે છે.આ સ્ટેજ થોડું સીરિયસ છે. આમાં મસા એનસની બહાર તરફ રહે છે અને બહુ વધારે દુખાવો થાય છે અને લોહી નીકળે છે. આ વધારે સીરિયસ કંડીશન હોય છે. આમાં મસા એનસની બહાર તરફ લટકી જાય છે. બહુ વધારે દુખે છે અને લોહી નીકળે છે. ઈન્ફેક્શન ફેલવાના ચાન્સિસ વધી જાય છે.
50 ગ્રામ મોટી ઈલાયચી તવા પર મુકીને તેને સળગાવી લો. ઠંડી થતા તેને વાટી લો અને રોજ સવારે 3 ગ્રામ ચૂરણ 15 દિવસ સુધી તાજા પાણી સાથે તેનુ સેવન કરો. દૂધનુ તાજુ માખણ અને કાળા તલ બંનેને એક એક ગ્રામ મિક્સ કરીને ખાવાથી હરસમાં ફાયદો થાય છે. હરસમાં છાશ અમૃત સમાન છે. તેથી રોજ છાશમાં સંચળ નાખીને તેનુ સેવન કરો.
ડુંગળીના નાના નાના ટુકડા કર્યા પછી તેને સુકાવી લો. સુકા ટુકડાને 10 ગ્રામ ઘી માં તળો. પછી 1 ગ્રામ તલ અને 20 ગ્રામ સાકર મિક્સ કરીને તેનુ સેવન કરો. હરસનો નાશ થાય છે. સવાર સાંજ બકરીનુ દૂધ પીવાથી હરસમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે. એક ચમચી આમળાનું ચૂરણ સવાર સાંજ મધ સાથે લેવાથી હરસમાં લાભ મળે છે. તેનાથી પેટના અન્ય રોગ પણ ખતમ થઈ જાય છે.
ગોળ સાથે હરડે ખાવાથી બવાસીમાં ફાયદો થાય છે. આ ઉપરાંત મૂળાનુ નિયમિત સેવન કરવાથી બવાસીર ઠીક થાય છે. લોહીવાળા હરસમાં લીંબૂને વચ્ચેથી કાપીને તેના પર ચાર ગ્રામ કાથો વાટીને ભભરાવી દો અને તેને રાત્રે અગાશી પર મુકી દો. સવારે બંને ટુકડાને ચૂસી લો. આ પ્રયોગ પાંચ દિવસ સુધી કરો. આ લોહિયાળ બવાસીરની ઉત્તમ દવા છે.
નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્સ કરીને લેવો. આનાથી પેટ સાફ રહે છે અને પાઈલ્સની સમસ્યા પણ દૂર થાય છે.પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો. આનાથી ઘણો આરામ મળે છે.
એલોવેરાનો ફ્રેશ જેલ કાઢી તેને પાઈલ્સ પર રોજ લગાવવાથી ફાયદો થાય છે. મસા દુખતા નથી અને બળતરામાં આરામ મળી રહે છે. શરૂઆતના સ્ટેજમાં આ તકલીફ થાય અને આ ઉપાય રોજ કરશો તો આ સમસ્યા વધશે નહીં. કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું. જેથી પેટ સાફ થઈ જાય.
રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં રાહત મળે છે.ચણા બરાબર દેશી કપૂર કેળા સાથે મિક્સ કરીને ખાઓ. આનાથી પાઈલ્સ બેસી જાય છે અને દુખતા નથી.
પાઈલ્સ પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર-પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. મસા મટી જાય છે. દરરોજ બે-ત્રણ કલાકે એક મોટી ચમચી કાચી વરીયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે.રોજ સવારે 1 ચમચી કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ-મસામાં ફાયદો થાય છે.