આયુર્વેદમાં ઍસિડિક પીણાં તાંબાના વાસણમાં પીવાની મનાઈ કરવામાં આવી છે. તાંબાનાં વાસણો વાપરવાની હવે ફેશન ચાલી છે ત્યારે એનો ઉપયોગ કરવામાં સભાનતા રાખવી જરૂરી છે.
પરંપરાગત સ્વાસ્થ્યશૈલીમાં માનતાં ઘણાં દાદા-દાદીઓ હજીયે રાતે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે એ જળ પીવાની આદત ધરાવે છે. આવી આદત ધરાવતા લોકો ઉંમર થવા છતાં મસ્ત તાજામાજા રહે છે. આયુર્વેદની દૃષ્ટિએ તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી અમૃત સમાન ગણાયું છે. તાંબાનો ઉપયોગ ખોટી રીતે કરવાથી કોપર ટોક્સિસિટી એટલે કે તાંબાના ઓવરડોઝને કારણે ફૂડ-પોઇઝનિંગ કરી શકે છે.
શરીરની વિવિધ વ્યવસ્થાઓ રાબેતા મુજબ ચાલતી રહે એ માટે કેટલાંક ખનિજદ્રવ્યોની પણ જરૂર પડે છે. એની જરૂરિયાત ખૂબ ઓછી માત્રામાં હોય છે, પણ જો એ સૂક્ષ્મ માત્રામાં ખનિજદ્રવ્યો ન મળે તો વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને જો એ માત્રામાં વધારો થઈ જાય તો એ નુકસાનકારક પણ થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ મુજબ છ મહિનાના બાળકને રોજ બસો માઇક્રોગ્રામ, છ મહિનાથી ૧૩ વર્ષ સુધીનાં બાળકોને ૨૨૦થી ૮૦૦ માઇક્રોગ્રામ, ૧૪થી ૧૮ વર્ષના ટીનેજર્સને ૮૯૦ માઇક્રોગ્રામ, પુખ્તોમાં ૯૦૦ માઇક્રોગ્રામ, પ્રેગ્નન્સી દરમ્યાન ૧૦૦૦ માઇક્રોગ્રામ અને બ્રેસ્ટફીડિંગ દરમ્યાન ૧૩૦૦ માઇક્રોગ્રામ કોપરની જરૂર હોય છે. એનાથી ઓછું કોપર મળે તો બાળપણમાં વિકાસમાં અવરોધ થાય છે.
તાંબા માં રહેલું કોપર થાયરોક્સીન નામનું તત્વ હોર્મોન્સ ને બેલેન્સ કરે છે. જેના લીધે થાઈરોડ નો ખતરો ટળે છે. માટે ખાસ આવી વ્યક્તિઓ એ તાંબા ના પાત્રમાં રાખેલું પાણી રોજ પીવું.
ભારતની પ્રાચીન પરંપરા મુજબ રાતે તાંબાના લોટામાં ભરેલું પાણી સવારે ઊઠીને ખાલી પેટે પી જવાનું કહેવામાં આવ્યું છે. આ એક આદત શરીર માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે.
ડીટોક્સિફાય પંચકર્મ ક્લિનિકના આયુર્વેદ નિષ્ણાત ડો. પ્રજ્જવલ મ્હસ્કે કહે છે, આ પ્રયોગ તાંબાની ઊણપ પૂરી કરવા કરતાં શરીરને ઓવરઑલ સ્વસ્થ રાખવા માટેનો છે. એનું મુખ્ય કાર્ય શરીરની ચયાપચય ક્ષમતાને સુધારવાનું છે.
રોજ સવાર સાંજ તાંબા ના પાત્રમાં રાખેલું પાણી પીવું, તેનાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટશે અને વજન ઘટાડવા માં તમને મદદ થશે. આયુર્વેદ અનુસાર સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે.
આ પાણીથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. રાત્રે આ રીતે તાંબાના વાસણ માં સંગ્રહિત પાણીને, “તામ્રજળ” ના નામે ઓળખવામાં આવે છે. ખોરાકમાંથી મળતા ગ્લુકોઝનું શરીર વાપરી શકે એવી એનર્જીમાં રૂપાંતરિત કરવાની ચયાપચયની ક્રિયામાં ગરબડ થઈ હોય તો તાંબાના લોટાનો પ્રયોગ અકસીર રહે છે.
લોકો માને છે કે સવારે પાણી પીવાનું પેટ સાફ લાવવા માટે જ હોય છે, પણ તાંબાના લોટામાં ઓવરનાઇટ ભરીને રાખેલું પાણી પીવાથી એ માત્ર પેટ સાફ લાવવા ઉપરાંત શરીરની અત્યંત સૂક્ષ્મ જરૂરિયાતોની પૂર્તિ કરે છે; જેને કારણે ઇમ્યુન સિસ્ટમ સુધરે છે.
તાંબા ના પાત્રમાં રાખેલ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે ઉંમર ના અસર ને પણ ઓછું કરે છે. તેમજ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. તાંબા માં ઘણા એવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે ૨૪ કલાક ની અંદર ઈ.કોલી નો નાશ કરે છે. તાંબાના વાસણ માં પાણી પીવાથી સલ્મોનેલા, ટાઇફસ, શીગેલા એસ.પી.પી., કોલેરા અને એન્ટો વાયરસ જેવા વાયરસો થી છુટકારો આપે છે.
તાંબું સુવાહક ધાતુ છે એટલે નર્વ કોષો વચ્ચેનું કમ્યુનિકેશન સુધારીને સંવેદનાવહન ઝડપી બનાવે છે. તાંબાના લોટાનું પાણી બુદ્ધિવર્ધક બની શકે છે. સવારે ઊઠીને સાદું માટલાનું પાણી પીઓ કે તાંબાના લોટાનું, એમાં પહેલો ફરક છે એના ટેમ્પરેચરનો. માટલાનું પાણી ઠંડું હોય છે, જ્યારે તાંબાના લોટાનું પાણી સુખોષ્ણ એટલે સુખ આપે એટલું ઉષ્ણ હોય છે.
આયુર્વેદમાં ખાલી પેટે તાંબાના લોટાનું પાણી પીવાને ઉષ:પાન કહેવાય છે. સુખોષ્ણ જળ ખાલી પેટમાં નાખવામાં આવે તો એ ઍગ્નવર્ધક બને છે અને કોષ્ઠમાંનાં નકામાં દ્રવ્યો અસરકારક રીતે ઉત્સર્જિત કરવામાં મદદ થાય છે. પૂરતી માત્રામાં તાંબાનું પાણી લેવાથી વાળ અને ત્વચા સ્વસ્થ રહે છે. પાચન સુધરે, શરીરનો કચરો બરાબર નીકળે અને પાચન અને ચયાપચય બન્ને સ્વસ્થ રહે.
તાંબા માં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોય છે, જે ઘા ને જલ્દી ભરી દે છે . આથી તમારા શરીર પર કોઈપણ ઘા હોય તો રોજ તાંબા ના લોટામાં ભરેલું પાણી પીવું. ઘા જલ્દી જ રુઝાઈ જશે.