રોજ સવારે ચાલવા જતાં લોકો પણ નથી જાણતા આના વિશે, શરીરમાં થઈ શકે છે એકસાથે આટલા બધા ફેરફાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રોજ સવારે ઉઘાડા પગે લોન પર કે જમીન પર ચાલવાથી જમીનની ઇલેક્ટ્રિક એનર્જી તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે, જેના કારણે તમારું બ્લડ સર્કુલેસન વધે છે અને સાથે સાથે અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માંથી પણ રાહત મળે છે. જો દરરોજ રેગ્યુલર રીતે વહેલી સવારે 15 મિનિટ ખુલ્લા પગે લીલા ઘાસ પર વોક કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

શરીર મૂળભૂત રીતે પાંચ તત્વોમાંથી બનેલ છે. શરીરની અંદર હમેશા એક પ્રકારની ઇલેક્ટ્રિક એનર્જી હોય છે. તેવી જ રીતે જમીનની અંદર કોણ ઈલેક્ટ્રીક એનર્જી સમાયેલી હોય છે

ગ્રીન થેરાપીનું મુખ્ય અંગ છે લીલા-લીલા ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવું કે બેસવું. સવાર-સવારમાં ઓસથી ભિંજાયેલા ઘાસ ઉપર ચાલવાનું સારું માનવામાં આવે છે. જે પગની નીચેની કોમળ કોશિકાઓ સાથે જોડાયેલી તંત્રિકાઓ દ્વારા મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. ઘાસ ઉપર થોડીવાર પ્રેમ ભરેલી ભાવનાથી બેસવાથી તણાવ, એલર્જી અને છીંક દૂર થાય છે.

નિયમિત રીતે સવારે ના પગે ચાલવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે.નિયમિત રીતે લીલા ઘાસમાં ચાલવાથિ શરીરના હાડકા મજબૂત બને છે.સવારના રમણીય વાતાવરણ ની અંદર ખુલ્લા પગે ચાલવાથી માનસિક સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે.

વહેલા ઉઠવાથી ચાલવાથી ફ્રેશ ઓક્સિજન મળે છે સાથે તડકાનાં કારણે વિટામીન-D મળે છે જેથી સમગ્ર દિવસ તાજગીભર્યો રહે છે. ખુલ્લા પગે ચાલવાથી શરીરને મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર મળે છે. ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવવાથી શરીરની બીમારીઓ દૂર થાય છે.

સવાર-સવારમાં ઓસની ભીંજાયેલા ઘાસ ઉપર ચાલવાથી આંખની રોશની ફરીથી તેજ થાય છે. જે લોકો ચશ્મા લગાવે છે થોડા જ દિવસોમાં ઉઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલવાથી તેમના ચશ્મા ઉતરી જાય છે અને ચશ્માના નંબરો ઓછા થઈ જાય છે. આ પણ ગ્રીન થેરાપીનો જ ચમત્કાર છે.

ઊંઘ ન આવવાના રોગને અનિદ્રા કહેવાય છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર છે. આ રોગમાં માણસને પૂરતી ઊંઘ નથી આવતી. ઘાસ પર ખુલ્લા પગે ટહેલવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. સાંજના સમયે જો તમે દરરોજ 15 મિનિટ ઘાસ પર ચાલશો તો તમને માનસિક રાહત મળશે અને રાત્રે ઊંઘ આવી જશે.

નિયમિત જો રોજ સવારે નિયમિત ઉઘાડા પગે ચાલવાથી તમારા મસલ્સ પેઈનની પ્રોબ્લેમમા આરામ મળે છે.નિયમિત જો રોજ સવારે નિયમિત ઉઘાડાં પગે ચાલવાથી અનિદ્રાની પ્રોબ્લેમ દૂર થાય છે. જો રોજ સવારે નિયમિત ઉઘાડાં પગે ચાલવાથી માથામાં દુખાવાની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.નિયમિત જો રોજ સવારે નિયમિત ઉઘાડાં પગે ચાલવાથી બોડીમાં એનર્જી લેવલ વધે છે.

જે લોકો વધુ સમય સુધી પ્રદૂષિત વાયુના સંપર્કમાં રહે છે, તેમનામાં શ્વાસ રોગ થવાની સંભાવનાઓ રહે છે, આ વાયુની તેમના મસ્તિષ્ક ઉપર પણ અસર રહે છે. વ્યક્તિમાં યાદ રાખવાની ક્ષમતા ઘટવા લાગે છે. આ પણ ગ્રીન થેરાપીથી ઓછું કરી શકાયછે. જો તમે તમારા કામના સ્થળે આસપાસ હરિયાળી રાખશો તો પ્રદૂષણકારી તત્વો તમારા સુધી નહીં પહોંચી શકે.

ભીના ઘાસ અથવા ભીનાશવાળી જમીન ઉપર ઉઘાડા પગે ચાલવું એ સૂકી જમીન ઉપર ચાલવા કરતાં ઘણો વધુ સારું છે .ભીની માટી ગરમીનો સર્વથી ઉત્તમ કન્ડક્ટર અને યાને ઉષ્ણતાવાહક છે .સવારનો પહોર કે જે વખતે સૂર્ય પોતાના પહેલા કે સોનેરી કિરણો જમીન ઉપર ફેલાવે છે તે સમયે ઊઘાડા પગે ચાલવું એ ઉત્તમ કુદરતી મોજ થઈ પડે છે.

જેટલી વધુ હરિયાળીની વચ્ચે રહેશો, એટલા જ વધુ સ્વસ્થ અને તણાવરહિત રહેશો. હરિયાળીની અસરથી આપણે સુરક્ષાનો અહેસાસ કરાવે છે, જે ધીરે-ધીરે માંસપેશીઓના ખેંચણ ઓછા કરે છે અને તણાવમુક્ત બનાવેછે. ગ્રીન થેરાપીથી મસ્તિસ્કની શક્તિ વધે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે હરિયાળીની વચ્ચે બેસવું, ફરવું અને તેને જોવું ખૂબ જ સારું માનવામાં આવે છે. ડાયાબિટીસની પીડિત લોકોને લાંબા સમય સુધી ઘાવ રુઝાતા નથી, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ જો હરિયાળીની વચ્ચે રહીને નિયમિત ઊંડા શ્વાસ લેતા રહે તો શરીરમાં ઓક્સીજનની પૂર્તિ થવાને લીધે આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

ગ્રીન થેરાપીથી શરીરમાં ઊર્જાનું નિર્માણ થાય છે. હરિયાળીની વચ્ચે ફરવાથી પસીનો બહાર આવે છે જેનાથી શરીરમાં જામેવ વસા ઝડપથી બર્ન થાય છે અને ઊર્જા પ્રાપ્ત થાય છે. ચાલવાથી શરીર વધારે ઓક્સિજનની માંગ કરે છે તો હૃદય તેજથી પંપિંગ કરે છે અને ઝડપથી ફેફસાથી ઓક્સિજનનો સપ્લાય માંગે છે. એમ કરવાથી હૃદય અને ફેફસા બંને કામ કરે છે તેને કહે છે ગ્રીન થેરાપીની કમાલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top