કોઈપણ દેશનું ભવિષ્ય બાળકો ઉપર નિર્ભર કરે છે જે દંપતી સુવિચારી, સદાચારી તથા પવિત્રાત્મા છે તથા શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવામાં તત્પર છે એવા દંપતીઓના ઘરમાં દિવ્ય આત્માઓ જન્મ લે છે આવા સંતાનોમાં બાળપણથી જ સુસંસ્કાર, સદગુણોની પ્રત્યે આકર્ષણ તથા દિવ્યતા જોવા મળે છે. વર્તમાન સમયમાં દેશની સામે બાળકોમાં સંસ્કારોની ખામીની આ મુખ્ય સમસ્યા છે.
જેમાંથી બહાર આવવા માટે સંતાનપ્રાપ્તિના ઈચ્છુક દંપતીઓએ બ્રહ્મજ્ઞાની સંતો-મહાપુરુષોના દર્શન-સત્સંગનો લાભ લઈને સ્વયં સુવિચારી, સદાચારી બનવું જોઈએ. સાથે જ ઉત્તમ સંતાનપ્રાપ્તિના નિયમોને પણ જાણી લેવા જોઈએ.
આજના સમયમાં યુગલો પોતાની લાઈફમાં એટલા બીઝી થઈ જતાં હોય છે કે તેઓ લગ્નના વર્ષો વીતી ગયા પછી પણ બેબી પ્લાનિગ કરવાનું વિચારતા નથી. ક્યારેક પછી એજ ગેપના કારણે બેબી પ્લાનિગમાં પણ કયારેક સક્સેસ નથી મળતી.
વાસ્તવમાં પત્થર, પાણી ખનિજ દેશની સાચી સંપત્તિ નથી પરંતુ ઋષિ-પરંપરાના પવિત્ર સંસ્કારોથી જ સંપન્ન તેજસ્વી બાળક જ દેશની સાચી સંપત્તિ છે પરંતુ મનુષ્ય ધન-સંપત્તિ વધારવામાં જેટલું ધ્યાન આપે છે એટલું સંતાન પેદા કરવામાં નથી આપતો જો શાસ્ત્રોક્ત રીતે શુભ મૂહુર્તમાં ગર્ભાધન કરી સંતાનપ્રાપ્તિ કરવામાં આવે તો તે પરિવાર અને દેશનું નામ રોશન કરનાર સિદ્ધ થશે.
ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે સર્વપ્રથમ પતિ-પત્નીનું તન-મનથી સ્વસ્થ હોવું જરૂરી છે વર્ષમાં માત્ર એક જ વાર સંતાનોત્પતિ માટે સબંધ કરવો હિતકારી છે. ઋતુકાળની ઉત્તરોત્તર રાત્રીઓમાં ગર્ભાધાન શ્રેષ્ઠ છે પરંતુ 11 મી અને 13મી રાત્રિ વર્જિત છે. જો પુત્રની ઈચ્છા ધરાવતા હો તો પત્નીએ ઋતુકાળની 8, 10, 12, 14 અને 16મી રાતમાંથી કોઈ એક રાતે શુભ મૂહુર્ત પસંદ કરી સમાગમ કરવો જોઈએ.
કૃષ્ણપક્ષ(ગુજરાતી વદ)ના દિવસોમાં ગર્ભ રહે તો પુત્ર અને શુક્લ પક્ષ(સુદ)માં ગર્ભ રહે તો પુત્રી પેદા થાય છે. જો પુત્રીની ઈચ્છા હોય તો ઋતુકાળની 5, 7, 9 કે 15મી રાત્રીમાંથી કોઈ એક રાત્રિના શુભ મૂહુર્ત પસંદ કરવા જોઈએ.
રજોદર્શન દિવસે થાય તો તે પ્રથમ દિવસ ગણવો જોઈએ, સૂર્યાસ્ત પછી થાય તો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયને ત્રણ સમાન ભાગ કરી પ્રથમ બે ભાગમાં થયો હોય તો તે દિવસને પ્રથમ દિવસ ગણવો જોઈએ, રાતના ત્રીજા ભાગમાં રજોદર્શન થયો હોય તો બીજા દિવસને પ્રથમ દિવસ ગણવો જોઈએ.
પતિ-પત્નીનો વ્યવહાર માત્ર સંતાન ઉત્પત્તિ માટે જ ઉપયોગ કરે તો પોતાના કુળ-ખાનદાનને તારે છે. પણ પતિ-પત્નીનો વ્યવહાર અમાસ, પૂનમ, અગિયાર, અષ્ઠમી, જન્માષ્ટમી, શિવરાત્રિ, દિવાળી, હોળી, જેવા પવિત્ર દિવસોમાં અને પોતાના જન્મ દિવસ, શ્રાદ્ધ પક્ષના દિવસોમાં જો જાતીય સંબંધો બાધવામાં આવે તો અકાળ મૃત્યુને બોલાવા સમાન કે જાનલેવા બીમારીને આમંત્રણ અને જો સંતાન રહી જાય તો વિકલાંગ સંતાન પેદા થવાની પણ સંભાવના રહે છે.
જે દિવસે માસિક આવે એને પહેલો દિવસ ગણો. સામાન્ય રીતે મોટાભાગની સ્ત્રીઓને તેમના માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે. આ દિવસોને ફર્ટાઇલ સમય ગણવામાં આવે છે.
જો આ દિવસોમાં સંબંધ રાખવામાં આવે તો બાળક રહેવાની શક્યતા ખૂબ જ વધારે રહેતી હોય છે. 19થી 21 દિવસનો સમયગાળો સેફ સમયગાળો ગણવામાં આવે છે. આ દિવસોમાં જો સંબંધ રાખવામાં આવે તો બાળક રહેવાની શક્યતા ખૂબ જ ઓછી છે માટે બાળક રાખવા માસિકના 12માથી 18મા દિવસની વચ્ચે દરરોજ સંબંધ રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.
તમારાં પ્રજનન અંગોમાં શુક્રાણુઓ 72 કલાક સુધી સચવાઇ રહેતા હોવાથી અંડફલનના ઓછામાં ઓછા ત્રણ દિવસ અગાઉ જો સમાગમ માણો તો ગર્ભાધાનની શક્યતામાં નોંધપાત્ર વધારો થાય છે.આમ કરવાથી જો તેઓ અંડફલનના દિવસોની ગણતરીમાં એકાદ-બે દિવસની થાપ ખાઈ ગયાં હોય તો પણ વાંધો આવતો નથી. અત્યંત વિલંબથી સેક્સ માણવા કરતાં થોડું વહેલું સેક્સ માણવું વધારે બહેતર છે.
પૂનમ, અમાસ, એકમ, અષ્ઠમી, અગિયાર, ચતુર્દશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, રામનવમી, હોળી, શિવરાત્રિ, નવરાત્રિ વગેરે શુભ તહેવારોની રાત, શ્રાદ્ધના દિવસો, ચતુર્માસ, પ્રદોષકાળ, ક્ષયતિથિ(બે તિથીઓનો સમન્વયકાળ) તથા માસિક ધર્મના ચાર દિવસ સમાગવમ ન કરવો જોઈએ. શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
માતા-પિતાની મૃત્યુતિથિ, પોતાનો જન્મદિવસ, નક્ષત્રોની સંધિ(બે નક્ષત્રોની વચ્ચેનો સમય) તથા અશ્વિની, રેવતી, ભરણી, મઘા, મૂળ આ નક્ષત્રોમાં સમાગમ વર્જિત છે. દિવસના સમય દરમિયાન સબંધ કરવાથી ઉંમર અને બળનો ખૂબ જ હ્રાસ થાય છે.
ઋતુકાળની ત્રણ રાત્રિઓમાં, પ્રદોષકાળમાં, અમાસ, પૂર્ણિમા, અગિયાર અથવા ગ્રહણના દિવસોમાં તથા શ્રાદ્ધ અને પૂર્વ દિવસોમાં સંયમ ન રાખવાના ગૃહસ્થોને ત્યાં ઓછી ઉંમરવાળુ, રોગી, દુઃખ આપનાર તથા વિકૃત અંગવાળું બાળક જન્મે છે. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.