ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે આનું સેવન, 10થી વધુ રોગોથી છુટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગ્રીન બીન્સ કે જેને ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ પંજાબી સબ્જી તેમજ સૂપ બનાવવામાં કરવામાં છે. ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન એ અને બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે.

લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે.

ફણસી મુખ્યત્વે ઠીંગણી અને ઊંચી એવી બે જાતની થાય છે. ઠીંગણી જાતના છોડ ફૂટ-દોઢ ફૂટ ઊંચા થાય છે. તેના વેલાને ચડવા માટે આધાર આપવો પડતો નથી. બીજી જાતના છોડના વેલા પાંચ-છ ફૂટ ઊંચા થાય છે અને તેને ચડવા માટે સૂકી ડાળખીઓ રોપવી પડે છે. અમેરિકામાં ફણસીના વેલાને ઉપર ચડાવવામાં આવે છે. ઠીંગણી જાત અઢીથે ત્રણ મહિનામાં અને ઊંચી જાત ચારથી પાંચ મહિનામાં પાક આપે છે.

ફણસીની શીંગો ચારથી છ ઈંચ લાંબી થાય છે. શીંગોમાં બી નાના કદનાં હોય અને શીંગો પૂરા કદની ન થઈ હોય એ પહેલાં જ તેને ઉતારી લેવામાં આવે છે. ગામડાના લોકો ફણસીથી બહુ પરિચિત નથી. પણ શહેરોમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે.શિયાળામાં ફણસીને રોજિંદા ભોજનમાં સામેલ કરો.

ફણસી માં ડાયટ્રી ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં કેલોરી પણ ઓછી હોય છે. તેથી આ વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. ફણસી માં મેગ્નીશીયમ, મેગ્નીજ વેગેરે જેવા તત્વોથી ભરપૂર હોય છે જે હાડકામાં કેલ્શિયમ અવશોષણમાં મદદગાર હોય છે. તે લોહીની ગંઠાઈ રચનાને અવરોધિત કરીને રક્ત પરિબળમાં પણ મદદ કરે છે.

ફણસી માં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા શરીરને ઊર્જા પૂરી પાડે છે. તે ઊર્જાનું એક મહાન સ્રોત છે જે ખૂબ સ્વાદિષ્ટ પણ છે. ફણસી માં એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે વધતી ઉમ્રની ગતિને ધીમી કરવાની સાથે તમને તનાવથી પણ દૂર રાખવામાં મદદ કરી શકે છે.

ફણસી માં લિંગનેસ, આઇસોફોલૉન્સ, સેંપનિંસ અને અન્ય ફાયદાકારક ફોટોન્યુટ્રિઅન્સમાં જોવા મળે છે જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફણસી બીનસ ખાવા થી કેલ્શિયમ મળે છે. સ્વાદ મા સારી છે.આંખ માટે પણ સારી છે.શાકભાજી ખાવા થી આપણે શકિત મળે છે.જેથી થાક ઓછો લાગે છે.આપણુ શરીર સારું ને સ્વસ્થ રહે છે.

ડાયાબિટીસ ના દર્દી માટે ફણસી નું સેવન ખુબજ લાભદાયી છે અને ખુબજ ફાયદા કારી છે ફણસી માં પૂરતા માત્ર માં પ્રોટીન ફ્યબર હોય છે. ફણસી માં રહેલું પ્રોટીન ડાયાબિટીસ ના દર્દી ને સાજા થવામાં ખૂબ મદદ કરે છે તેમજ ફાઈબર શરીર ના મેટબોલિક રેટ ને પણ વધારે છે તો શરીર માં ઈન્સુલિન નિર્માણ કરવા માં ખૂબ મદદ કરે છે અને તેનાથી શરીર માં શુગર ની માત્રા નિયંત્રણ માં રહે છે.

ફણસી ખાવા થી કેલ્શિયમ મળે છે. સ્વાદ મા સારી છે.આંખ માટે પણ સારી છે.શાકભાજી ખાવા થી આપણે શકિત મળે છે.જેથી થાક ઓછો લાગે છે.આપણુ શરીર સારું ને સ્વસ્થ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top