કોઢ થવાનું મુખ્ય કારણ છે વિપરીત આહાર એ સિવાય ધંધા સાથે પણ આ રોગને સંબંધ છે. સ્પિરિટ, માનવસર્જિત યાર્નનો વધુ સંપર્ક, જરી ગિલિટમાં વપરાતાં દ્રવ્યો રંગરસાયણ સાથેનો સંપર્ક – આ કારણોથી પણ ચામડી ઉપર અસર થાય છે. કોઢ બે પ્રકા૨ના થાય છે. એક તો સફેદ અને બીજો કાળો કોઢ તેના કેટલાક આયુર્વેદિક ઉપાયો અમે તમને જણાવીશું .
બાવચી અને આમલીના છોલેલા કચૂકા સમાન ભાગે લઈ ગૌમૂત્રમાં વાટીને તેનો લેપ કરવાથી કોઢ મટે છે. બાવચી, હળદ્દન ગંધક, બદામ અને લીમડાનાં લીલાં પાનની ગોટી ગૌમૂત્રમાં ઘસીને ચોપડવી અથવા લિંબોળીને બાફીને તેલ કાઢવું અને તે તેલ લગાડવું. ત્રિફ્ળાંનો ઉકાળો ગૂગળ મેળવીને પીવો અથવા આમળાં, ખેરસાલ અને બાવચીનું ચૂર્ણ લેવું.
તુલસીનાં પાન રોજ ખાવાથી કોઢનું દર્દ નાબૂદ થાય છે. બાવચી દૂધ સાથે મેળવી લગાડવી અથવા કોપરેલ સાથે લગાડવી. બોરડીની અંતરાલ અને અનીસાની જડ વાટી પાશેર લઈ ચૂર્ણ કરવું. એના ૪૨ દિવસ ચાલે એ રીતે પડીકાં કરવાં. તે ૪૨ દિવસ લેવાં.
ચોલાઈની ભાજી મૂળિયાં સાથે બાળી તેની રાખનો લેપ કરી તડકે બેસવું. પછી ગરમ પાણીથી ધોવું અને પછી સંચળખાર લગાડવો. આથી કાળો કોઢ દૂર થાય છે. તરબૂચમાં ગાબડું પાડી તેમાં ચોખા મૂકી ગાબડું બંધ કરવું. સાત દિવસ સુધી ચોખા અંદર રાખવા. આઠમે દિવસે ચોખા બહાર કાઢી સૂકવી વાટીને કાળા કોઢ પર લગાડવા, આથી કોઢ મટે છે.
આકડાના દૂધમાં હળદર વાટીને લેપ કરવાથી કાળો કોઢ મટે છે. કુંવાડિયાનાં બીજને દૂધમાં વાટી એડિયા તેલ સાથે લગાડવવાથી સફેદ કોઢ મટે છે. કરેણનું મૂળિયું તથા ફ્ળ ઠંડા પાણીમાં વાટી સફેદ કોઢ ઉપર મૂકવાથી રંગ બદલાય છે.
બાવળની છાલ રાત્રે પાણીમાં ભીંજાવી સવારે તે પાણી પીવાથી ૯૦ દિવસમાં સફેદ કોઢ જાય છે. લિંબોળીનું તેલ મસળવાથી કોઢના સફેદ ચાંઠા દૂર થાય છે. કાળા ભાંગરાના રસમાં લાલ ચંદન ઘસીને ઘણીવા૨ લગાડવાથી સફેદ કોઢ દૂર થાય છે. કાંટાળા થોરને બાફીને રસ લગાડવાથી અથવા બટમોગરા અને લિંબોળીનું તેલ લગાડવાથી અથવા મીઠી આવળની છાલ ચોખાના ધોવાણમાં ઘસી સાત દિવસ લગાડવાથી સફેદ કોઢ દૂર થાય છે.