આજકાલ ઘણા મોટાભાગના લોકો ગેસ અને વાયુની ફરિયાદ કરતા હોય છે. કાઈ પણ તીખું તળેલું ખાવાથી તરત જ ગેસ થાય છે અને ગેસના કારણે બીજા ઘણા રોગો પણ ઉદ્ભવે છે જેમકે માથાનો દુખાવો. પરંતુ આજે અમે તમને એવો દેશી ઈલાજ બતાવવવા જય રહ્યા છીએ કે જેનાથી માત્ર ૨ મિનિટ માં ગેસ થી રાહત મળી જશે અને ડૉક્ટરની દવાની પણ જરૂર નહિ પડે.
વારંવાર ગેસ થતો હોય તો જરૂર કરતાં, ભૂખ કરતાં થોડું ઓછું ખાવ. વધુ પડતાં ભારે, ચીકણાં, ગળ્યાં, પદાર્થો ન લેવાં. વાયુ કરતા હોય તેવા અનાજ, કઠોળ કે શાકભાજી ન લેવાં. જ્યારે ગેસ થાય ત્યારે દળેલી હળદર અને મીઠું ગરમ પાણીમાં મેળવી તરત પીવું. જમવાની સાથે આદુ-લીંબુ અને મીઠું મેળવીને ખાવાથી ગેસ દૂર થાય છે. જમ્યા પછી ગોળ અને ધાણાં ખાવાથી ગેસની તકલીફ થતી નથી.
જમ્યા પછી સૂવા ખાવાથી પેટ ભારે થતું નથી, અને ગેસ નીકળી જાય છે. હીંગનોભોજનમાં ઉપયોગ કરવાથી ગેસ થતો નથી, હીંગને શેકીને ખાવાથી ગેસની તકલીફ દૂર થાય છે, હીંગને ગરમ પાણીમાં મેળવી નાભિની આસપાસ લગાવવાથી ગેસ દૂર થાયછે. ગેસ ન થાય તે માટે જમ્યા પછી થોડું ચાલવાની ટેવ રાખો.
મુખવાસ તરીકે અજમાનો ઉપયોગ કરો અથવા અજમાનો કોઈને કોઈ રીતે ખાવામાં ઉપયોગ કરો જેથી ગેસની તકલીફ ન થાય. ફુદીનાના રસમાં મધ મેળવીને પીવાથી પાચન બરાબર થાય છે, પેટ સારું આવે છે અને ગેસ થતો નથી. ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.
નિયમિત રીતે પેટની માલિશ અને વ્યાયામ કરવાથી પાચન સુધરે છે અને ગેસની તકલીફ થતી નથી. રોજ ગરમ ખાવાની આદત પાડો. ધીરેધીરે ખાવું. તુલસીના પાન વાટી તેની ગોળીઓ બનાવી ખાવાથી ગેસ, અપચો વગેરેમાં તુરંત રાહત થાય છે. લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી ખાટા ઓડકાર અને ગેસની તકલીફ દૂર થાય છે.
ગેસ થયો હોય ત્યારે કે પેટમાં દુ:ખતું હોય ત્યારે એરંડાના પાનને ગરમ કરી પેટ પર શેક કરવાથી તુરંત લાભ થાય છે. ફુદીનાના અર્કમાં અજમો, કપૂર અને મરી નાંખી તે અર્કમાં ૩-૪ ટીપાં પીવાથી ગેસમાં રાહત થાય છે. ખાધેલું બરાબર પચેલું ન હોય કે પેટમાં દુઃખાવો થતો હોય તો અજમાના ૩-૪ પાન ચાવી જવાથી તરત લાભ મળે છે. ૧૦ મિ.લી. આદુનો રસ અને ૨૦ મિ.લી. લીંબુના રસમાં થોડી સાકર મેળવીને લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
નાગરવેલના પાનના રસમાં મધ મેળવીને પીવાથી ગેસ આફરો મટે છે. હીંગ અને સંચળ ગરમ પાણીમાં મેળવીને પીવાથી ગેસમાં તરત રાહત થાય છે. મેથી અને સૂવા મેળવીને તેનું ચૂર્ણ બનાવીને એક ચમચી જેટલું લેવાથી ગેસમાં રાહત થાય છે. ૧ ચમચી અજમો અને અડધી ચમચી સેંધાનમક મેળવીને ખાવાથી પેટની પીડા મટે છે.
આદુ, કાળા મરી, તુલસી અને ફુદીનાનો ઉકાળો પીવાથી ગેસ મટે છે. લીંબુનો રસ એક ચમચી, આદુનો રસ એક ચમચી હીંગ અને સંચળ ગરમ પાણીમાં મેળવીને પીવાથી ગેસમાં તરત રાહત થાય છે. મેથી અને સૂવા મેળવીને તેનું ચૂર્ણ બનાવીને એક ચમચી જેટલું લેવાથી ગેસમાં રાહત થાય છે. ૧ ચમચી અજમો અને અડધી ચમચી સેંધાનમક મેળવીને ખાવાથી પેટની પીડા મટે છે.
આદુ, કાળા મરી, તુલસી અને ફુદીનાનો ઉકાળો પીવાથી ગેસ મટે છે. લીંબુનો રસ એક ચમચી, આદુનો રસ એક ચમચી લઈ મધ નાંખીને પીવાથી ગેસ મટે છે.