પેશાબમાં લોહી પડતું હોય ત્યારે આ ઉપાય અજમાવવો કમળકાકડીનો મગજ ૧ તોલો પાણી સાથે ખૂબ વાટીને સૂર્યોદય પહેલાં ભૂખે પેટે પીવો. એ જ રીતે રાત્રે સૂતી વખતે કશું ખાધા વગર પીવો. આથી પેશાબ દ્વારા પડતું લોહી બંધ થાય છે.
ટંણખા૨ પાણી સાથે ઘસીને પીવાથી પથરીનો રોગ સારો થાય છે. ૯૦ દિવસ સુધી આ પ્રયોગ કરે તો પથરી ટુકડા થઈને પેશાબ વાટે બહાર નીકળે છે. તુંબડીનાં બીજનું ચૂર્ણ ૧૦ ગ્રામ દૂધમાં ઉકાળીને ચાર દિવસ પીવાથી પથરી ટુકડા થઈને પેશાબ મારફ્તે નીકળી જાય છે. તલચીરાની રાખ મધમાં આપવી. વીર્યને અટકાવવાનો દોષ થાય ત્યારે તે વીર્યની જ પથરી બંધાય છે તે આ ઉપાયથી મટે છે.
નરમાનનાં પાનનો રસ તોલા ૧૦ અને જીરું તોલો વા મેળવી તેનાં બે પડીકાં બનાવવાં. આ પડીકાં સાત દિવસ પાણી સાથે પીવાથી પથરીનો રોગ મટે છે. જાંબુ ખાવાથી પથરીનો દુખાવો મટે છે. જાંબુના ઠળિયા સૂક્વી એનું ચૂરણ મધમાં લેવાથી પથરીનો રોગ નાબૂદ થાય છે. જવખાર ૩ ગ્રામ અને સાકર ૨૦ ગ્રામ ગાયના દૂધથી બનેલી છાશમાં પીએ તો પથરીનો રોગ મટે છે. પા શેર ખાંડમાં જવખાર તોલા ૨ મેળવી શીશીમાં ભરવો. રોજ દિવસમાં ત્રણ વાર એકેક તોલો પાણી સાથે પીવો. બાદ છાશ પીવાથી પથરીનો રોગ મટે છે.
પથ્થર જેવી પથરી હોય તો તેવા દર્દીએ ચૂનાનું નીતર્યું પાણી હંમેશાં સાધારણ પાણીની જેમ પીવું. એથી પથરીનો રોગ નાબૂદ થશે. નાળિયેરનું પાણી ૧૦ શેર લેવું અને ગરમ કરવું. રસ ગાઢો થાય ત્યારે તેમાં જાયળ, સૂંઠ, મરી, પીપર અને જાવંત્રી નિયમસર નાખીને બાટલીમાં ભરી રાખવું. આ પાક સવાર-સાંજ લેવાથી પથરી પીગળે છે. ગોખરુની ‘ચા’ પેટ ભરીને પીએ એટલે પેશાબ છૂટે છે અને પથરી ટુકડા થઈને બહાર નીકળે છે.
જાંબુ પેટ ભરીને ખાવાં અથવા જાંબુડાનાં ફ્ળ ને પાંદડાંનો રસ લેવો જેથી પેશાબ છૂટે છે. મૂળાનાં પાનનો રસ અથવા પાન સવારમાં લેવાથી પથરી મટે છે. જાંબુડાનાં કુમળાં પાન લસોટીને તેમાં મરીના બે-ચાર દાણા લેવાથી પથરી ટુકડા થઈ પેશાબ વાટે બહાર નીકળે છે. રાઈ અને સિંધવ સમભાગે મેળવી ગૌમૂત્ર સાથે ખાવાથી તેમજ સૂકું કે લીલું લસણ રોજ ખાવાથી પથરી મટે છે. તેને પથરીનો રોગ થતો નથી.
લાલ કોળાંનો રસ પીવાથી ૧૫ દિવસમાં પથરીનું દર્દ જાય છે. ૧૫ દિવસ પ્રયોગ કરવો. (૩૨) કાકડીનાં બીજ પાણીમાં વાટી પીવાં. જીરું ને સાકર કાકડીનાં બીજ સાથે ખાય તો પથરીનો રોગ મટે છે. મકાઈની મૂછ (અંદરથી નીકળતા રેષા) પાણીમાં ઉકાળી સાકર મેળવીને પીવાથી પથરી-ગુદાનાં દર્દ મટે છે. અરડૂસી અને લીમડાનાં પાનનો શેક કરવાથી પથરીનો દુઃખાવો ઓછો થાય છે.