સામાન્ય રીતે એવી ઘણી બધી વસ્તુ છે જે ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થતો હોય છે. પરંતુ દરેક પદાર્થ માં ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય છે જે કેટલાક લોકોની તાસીરને અનુકુળ આવે છે તો કેટલાક લોકોને અનુકૂળ નથી આવતી. હવે ડોક્ટરો પણ ઘરગથ્થુ પદાર્થોનું સેવન કરવાની સલાહ આપે છે, પરંતુ દરેક લોકોની તાસીર અલગ અલગ હોય છે.
અલગ-અલગ ઋતુ પ્રમાણે અને પોતાની તાસીર પ્રમાણે ઘરેલુ પદાર્થ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેમાંથી એક પદાર્થ છે ખારેક અને ખજૂર. સામાન્ય રીતે ખારેક અને ખજૂર બંને એક જ ઝાડ પર ઉગતા હોય છે અને બંને ની તાસીર સામાન્ય રીતે ગરમ હોય છે. એટલા માટે જ ખારેક અને ખજૂર શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે, જેથી તેની અસર આપણા શરીર પર અને તબિયત પર સારી પડે, અને ખારેક અને ખજૂર આપણા સ્વાસ્થ્યને લાભ આપે છે. સામાન્ય રીતે ખજૂર અને ખારેક ગરમ હોવાને કારણે તેનો ઉપયોગ ઠંડી ઋતુ માં કરવામાં આવે છે, અને તેની ઉપયોગીતા ઠંડીમાં વધુ હોય છે.
ખારેક અને ખજૂર ના ફાયદાઓ વિશે લોકો ખૂબ સારી રીતે જાણતા હોય છે પરંતુ ખારેક અને ખજૂર ના એવા ઘણા ફાયદાઓ છે જેના વિશે મહદંશે લોકો અજાણ છે. ખારેકમાં ઘણા ખરા પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે તથા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી નીવડે છે.
પરંતુ જ્યારે ખારેક ને આખી રાત પાણીમાં પલાળીને સવારે ઉઠીને તરત જ તેનું સેવન કરવા માં આવે અને તેનું પાણી પીવા માં આવે ત્યારે આપણા શરીરને મહત્તમ ફાયદાઓ થાય છે. રાત્રે પલાળેલી ખારેક સતત એક અઠવાડિયા સુધી ખાવાથી આ બે બીમારીઓ માંથી હંમેશા માટે છુટકારો મળે છે.
ડાયાબિટીસ એ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિને ગળ્યુ અથવા તો ખાંડ ખાવા ઉપર પ્રતિબંધ હોય છે. સામાન્ય રીતે ડાયાબિટીસ વાળા લોકો સતત એક અઠવાડિયા સુધી રોજ આખી રાત સુધી પલાળેલી ખારેક નુ સવારે ઊઠીને સેવન કરે તો ડાયાબિટીસ માંથી તેમને રાહત મળી શકે છે. પલાળેલી ખારેકમાં ખાંડનું પ્રમાણ ઘટી જાય છે અને તેમાં મધુ મેહને ઓછુ કરવાના ગુણો હોય છે. જેથી તે ડાયાબિટીસ ને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
સતત એક અઠવાડિયા સુધી આખી રાત પલાળેલી ખારેકનું સેવન સવારે કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. સતત અઠવાડિયા સુધી રોજ આખી રાત પલાળેલી ખારેકનું સેવન રોજ સવારે અને સાંજે બંને સમય ગરમ પાણી સાથે કરવા થી કબજિયાતની સમસ્યામાં ઝડપથી ફાયદો થાય છે અને કબજિયાત ની સમસ્યા જળ મૂળ માંથી નાશ પામે છે.
જો પુરુષો નિયમિત રૂપે એક ગ્લાસ જેટલું દૂધ અને સુખી ખારેકનું સેવન કરે તો તેના કારણે તેની અંદરથી પુરુષોને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. જેથી કરીને શરીરની કોઇપણ પ્રકારની દુર્બળતા દૂર થઈ જાય છે અને સાથે સાથે જે વ્યક્તિઓ પોતાનું વજન વધારવા માંગતા હોય તેવા વ્યક્તિઓ માટે પણ સુકી ખારેક ઉપયોગી સાબિત થાય છે.
દૂધ અને સુકી ખારેક ને તમે એક સાથે ખાઈ શકો છો આ ઉપરાંત તમે એક ગ્લાસ જેટલા દૂધમાં ની અંદર ત્રણ સુકી ખારેક નાના-નાના ટુકડા કરી તેની અંદર ઉમેરી દો. અને ત્યારબાદ દૂધને બરાબર ગરમ કરી લો. અને ગેસ બંધ કરી જ્યારે દૂધ ઠંડુ થઇ જાય ત્યારબાદ સુતી વખતે તેને પી જાવ આમ કરવાથી તેનો વિશેષ લાભ આપણા સ્વાસ્થ્યને થાય છે.
દૂધ અને સુકી ખારેક ને ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિને હૃદય સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર જમા થયેલો વધારાનું કોલેસ્ટરોલ બની જતું હોય છે. જેથી કરીને શરીરની અંદર લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે અને હૃદયને લગતી અનેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.
તેનું સેવન કરવાના કારણે આપણું પાચનતંત્ર મજબૂત બને છે અને જેથી કરીને પેટને લગતી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.તેની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાઓને મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થાય છે સાથે સાથે સાંધાના દુખાવાની સમસ્યા તથા માંસપેશીને દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
તેની અંદર ભરપૂર માત્રામાં એનાથી હોય છે જે તમારા શરીરની દરેક પ્રકારની કમજોરીને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અને સાથે સાથે તમારી મસલ્સ અને લોહીને બનાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. દૂધ અને ખારેકનું સેવન કર્યા બાદ એક ચમચી શુદ્ધ ચ્યવનપ્રાશનું સેવન કરવાથી સારો એવો લાભ મળે છે.
ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વને લીધે તે શરીરમાં શક્તિનો વધારો કરે છે.ખારેકમાં વિટામીન એ, કે, બી૬ અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં રહેલા છે. તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખુબ જ નિર્ણાયક છે.ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે.
સહનશક્તિમાં ઘટાડો, ઉત્સુકતામાં ઘટાડો તેમજ જાતીય ઇચ્છાથી પીડાતા લોકો માટે ખારેક ખાવી ખુબ જ અનિવાર્ય છે.ખારેકમાં ફલેવોનોઈડ્સ અને એસ્ટ્રાડીઓલનું સમૃદ્ધ પ્રમાણ રહેલું હોવાથી તે શુક્રાણુની સંખ્યા, ગતિશીલતા અને સહનશક્તિમાં વધારો કરે છે. બકરીના દૂધમાં એક રાત થોડી ખારેક નાખી તમે આ કુદરતી ઉપાય અજમાવી શકો છો. સવારમાં, મધની ૧-૨ ચમચી અને થોડી લીલી એલચી ઉમેરીને સમગ્ર સંમિશ્રણનું મિશ્રણ કરો. આ પ્રવાહી પીવાથી ચોક્કસપણે જાતીય સહનશક્તિમાં સુધારો આવે છે.
ખારેકમાં પોટેશિયમ, એન્થોકયાનિન, ફિનીલોક્સ અને પ્રોટોકટચ્યુઇક એસિડ રહેલા છે,જે મગજમાં થતા બળતરાને અટકાવે છે, તેની સતર્કતા, ઝડપ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો કરે છે. તે માટે, એક ગ્લાસ દૂધ સાથે કેટલીક ખારેકને ઉકાળો, તેમજ આ મિશ્રણમાં કેસર અને ચપટી હળદરનો ઉમેરો. શ્રેષ્ઠ પરિણામ મેળવવવા માટે તેને રાત્રે સુઈ જતા પહેલાં પીવું.
જ્યારે તમને તાત્કાલિક શક્તિની જરૂર પડે છે ત્યારે ખારેક ખાવાથી શક્તિમાં વધારો કરી શકાય છે. દરરોજ જીમ કરતી વ્યક્તિ પહેલા ખારેક ખાય છે અને ત્યારબાદ તેમના વર્કઆઉટની શરૂઆત કરે છે. મધ્ય પૂર્વના લોકો પાણી સાથે બે ખારેક ખાઈને તેમના રોઝા તોડે છે. ખારેક ભૂખને શાંતિ આપે છે.
ખારેક ખાવથી માત્ર હેલ્થને લાભ નથી થતો, પરંતુ સ્કીનને પણ લાભ થાય છે.ખારેકમાં વિટામિન સી, ઇ અને ડી નું પ્રમાણ ખુબ જ રહેલું છે. ખારેકમાં રહેલા ફલેવોનોઈડ્સ, ફાયટોહોમૉન્સ અને એન્ટીઑકિસડન્ટ્સ ચામડી પર વિરોધી રીતે અસર કરે છે. ખારેકનો નિયમિત વપરાશ કરવાથી શરીરમાં મેલાનિનનું સંચય થતું રોકી શકાય છે.