ગમેતેવું વાગેલા ના નિશાન અને દાજયા પછી બળતરા શાંત કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક મલમ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રાળ બજારમાં વેચાય છે. તે સર્વને જાણીતી છે. એનો ચોપડવામાં તથા પીવામાં બંને રીતે ઉપયોગ કરી શકાય છે. નાના બાળકોનાં ઝાડા માં, મોટા માણસના ઝાડા ઉપર, જૂના કબજિયાત ઉપર રાળ સારું કામ આપે છે. નાનાં બાળકોની માત્રા પ્રમાણે પા ગ્રામ સારી વસ્ત્રગાળ ઊંચા પ્રકારની રાળ લઈ તેમાં એક-બે ટીપાં મધ તથા આંબલિયા જેટલું ઘી ચપટી સાકર, નાખી વારંવાર ચટાડવાથી ઝાડા બંધ થાય છે.

આ જ પ્રમાણે મોટા માણસને મોટી માત્રામાં આશરે ૧ ગ્રામ રાળમાં તેટલું મધ તથા એક ચમચો ઘી નાખી તથા તેટલી જ સાકર નાખી દિવસમાં ત્રણ વખત આપવું જોઈએ. ગમે તેવા ગમે તે પ્રકારના ઝાડા બંધ થાય છે. પડવાથી હાડકાં દુખે અથવા ભાંગી જાય તો લેપ માટે રાળ વપરાય છે.

સારી ઉત્તમ રાળ ખોબો ભરીને વસ્ત્રગાળ કરી લેવી આ ચૂર્ણમાં રાળ બૂડે એટલું પાણી નાખી તે ચૂલા ઉપર મૂકી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. તે ઉકાળેલી રાળનો લેપ દુખાવા ઉપર લગાવવો થોડાક દિવસમાં હાડકું સંધાઈ જાય છે અને સારું થય જાય છે. ગમે તે પ્રકારનો જખમ જલદી રૂજાવા માટેના મલમમાં રાળનો ઉયપયોગ થાય છે.

૧૦ ગ્રામ રાળ, ૧૦ ગ્રામ મીણ, ૨૦ ગ્રામ તલનું તેલ એકત્ર કરી તેને  ઉકાળવું. સારું ઉકલીને  તે ઘટ્ટ થઈ પછી તે મલમ છરીથી એક સ્વચ્છ કપડાં ઉપર પાથરી પટ્ટી તૈયાર કરવી અને તેને જખમ ઉપર ચોંટાડવું. આનાથી જકમ રૂઝાઈ જાય છે.

જળવાયુ એટલે પગનાં તળિયામાં મોટા મોટા ચીરા અને ફાટ પડે છે. તેના ઉપર લગાવવા રાળનો મલમ કરવામાં આવે  છે. ૧૦ ગ્રામ વસ્ત્રગાળ રાળ, ૧૦ ગ્રામ સફેદો, ૫૦ ગ્રામ તલનું તેલ લઈ રકાબીમાં ભેળવીને  ઘટ્ટ બનાવીને તે મલમ ચીરામાં ભરવો. જળવાયુના ચીરા ભરાઈ આવે છે.

આયુર્વેદ’ માસિક પત્રમાં સર્વ પ્રકારના કુષ્ઠ ઉપર મહાડ પાસેના નાગાવ ગામના વૈદરાજ ભિકાજીપંત જોષીએ એક સર્વ પ્રકારના કુઠ ઉપરના રાળનો મલમ પ્રસિદ્ધ કર્યો છે : આ મલમ બનવવામાટે ઉપયોગમાં લેવાની ઔષધિ : એક ગ્રામ રાળ-સફેદ તદ્દન હલકી, પારો અશુદ્ધ વસ્ત્રગાળ પાંચ ગ્રામ, ખોપરેલ તેલ ચોખ્ખું પંચોતેર ગ્રામ, કપૂર પાંચ ગ્રામ, ઊંચું કેસર  દોઢ ગ્રામ, મોરથૂથુ એક ગ્રામ વગેરે.

ખોપરેલ નાખી તેમાં પારો અને રાળ નાખીને હાથવડે ઘણી વખત સુધી છીણવું. – પછી તેમાં પીવાનું પાણી બારીક ધાર કરીને રેડતા જવું અને રડગતાં જવું. આથી ઔષધ માખણ જેવું થાય છે. સારું ઘટ્ટ થાય એટલે વધારાનું પાણી કાઢી નાખી ફરી પાણી રેડી રગડવું. આમ પાછું પાણી કાઢવું, આમ ત્રણેક વાર પાણી કાઢી નાખવું. પછી આ ઔષધ માં મોરથુથુ નાખી ઉપર. પ્રમાણે ત્રણથી ચાર વાર પાણી નાખી નાખીને કાઢી નાખવું.

પછી આ ઔષધનો લોંદો કરી થાળીમાં રાખી તેના ઉપર બીજી થાળી ઢાંકી દેવી. એક રાત્રી રાખી મૂકવું. બીજે દિવસે તે ઔષધના લોંદામાં એક સળી નાખીને ફોડી નાખીને જેટલું પાણી નીકળે તેટલું કાઢી નાખવું. પાછી કપૂર અને કેસર ઘૂંટી તેમાં નાખી બહુ વખત હલાવીને એક કાચની સારી બરણીમાં ભરી રાખવું. અને પછી તેનો ઉપયોગ કરવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top