આજના સમયે હૃદયના રોગોથી માણસો મરે છે. પહેલાં આ રોગ કોઈ જાણતું ન હતું. આજે આ દર્દની વાત સાંભળીને લોકો ફફડી ઊઠે છે. જરા છાતીમાં દુખે છે તો હદયરોગની શંકા ઘેરી બને છે. હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટિસ ભેગાં જ જણાય છે. ડાયાબિટીસ ને લઈને બ્લડપ્રેશર અને બ્લડપ્રેશર ને લઈ હદયરોગ થાય છે.
હદયરોગનાં કારણોમાં ડાયાબિટિસ, બ્લડપ્રેશર, મેદવૃદ્ધિ, તમાકુ, લોહીમાં વધુ પડતું કોલેસ્ટ્રરૉલનું પ્રમાણ આટલાં મુખ્ય છે. ઝાડા પેશાબની ખણસ થઈ હોય છતાં એને રોકવાની કુટેવ વાયુ અને પિત્તને ઉશ્કેરે છે અને હદયરોગ ઉત્પન્ન કરે છે.વધારે પડતો પરિશ્રમ કરવાથી, મનને અસર કરે એવી ચિંતાઓથી, હદયને શોકથી અને ભય થવાથી આ દર્દ થાય છે.
બેચેની, અકળામણ, મૂંઝ, પરસેવો, અરુચિ, શોષ,બળતરા,તીવ્ર વેદના વગેરે થાય, દરદીનો દેખાવ ભયંકર લાગે, ચહેરા ઉપર આંતરિક શ્રમના અંગે મોતિયા, બાઝી જાય, આંખો ચકળવકળ થયા કરે, સમજે બધુ છતાં બોલી શકાય નહિ અંદર જવરનો વેગ જેવી કંપારી થાય, હાથપગ ધ્રુજે, જીભના લોચા વળવ, નાડીની ગતિ નબળી બની જાય, બુદ્ધિ મરી જાય વગેરે લક્ષણો દ્ધયરોગમાં સામાન્ય રીતે હોય જ છે.
અરડુસીના આખા છોડને સુકવીને બનાવેલું ચુર્ણ ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર સહીત તમામ પ્રકારના હદયરોગોમાં લાભ થાય છે. હૃદયરોગમાં અરડુસી બહુ જ અકસીર છે. ગુલાબજળમાં સાકર પલાળી એમાં બે આનીભાર જેઠીમધનું ચૂર્ણ નાખી બે વખત પીવું. આ મિશ્રણ પિત્તના હદયરોગમાં સારો ફાયદો કરે છે.
ઘી, તેલ અને ગોળ ત્રણે મળીને એક ભાગ, ઘઉં અને અર્જુનની છાલનું ચૂર્ણ બંને મળીને ચાર ભાગ શીરાની માફક પાણીમાં પકવીને તેમાંથી અડધો તોલો ખાવું અને ઉપર ગરમ દૂધ પીવું. આ દરેક પ્રકારના હદયરોગમાં ઉત્તમ છે. ચાર લવીંગ અને એક ચમચી સાકર વાટી એક ગ્લાસ પાણી સાથે લેવાથી હૃદયરોગમાં બહુ જ લાભ થાય છે. લવીંગ-સાકરનું ચૂર્ણ બનાવી રાખી એક એક ચમચી સવાર-સાંજ પાણી સાથે લેતા રહેવું હૃદયરોગમાં લાભદાયક છે.
હદયરોગમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય તો લસણની ચાર-પાંચ કળી બપોરે જમતી વખતે રોટલી સાથે ખાવી. અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું હોય તો લસણ તલના તેલમાં સહેજ તળીને જમતી વખતે ખાવું. લસણ લોહીને પાતળું રાખી કોલેસ્ટેરોલનું પ્રમાણ જાળવી રાખવામાં સહાયક બને છે. હૃદયરોગમાં શુદ્ધ કરેલું લસણ એટલે કે લસણની કળીઓ ફોલી એક રાત છાશમાં પલાળી તેનો ઉપયોગ કરવો.
દશમૂળના ઉકાળામાં પ્રમાણસર જવખાર અને અને સિંધાલૂણ નાખીને બે વખત પીવું. અથવા દશમૂળના ઉકાળામાં સિંધાલૂણ અને સરસિયું તેલ નાખીને પીવું. વાતકફ અને વાયુનો હદયરોગ મટે છે. કૃમિના કારણે હર્દયરોગ થયો હોય તો વાવડીંગના ઉકાળામાં વાવડી અને કઠનું સમભાગે કરેલું ચૂર્ણ બે આની ભાર નાખી ઉકાળો પીવો. સવાર-સાંજ તાજે તાજો ઉકાળો કરવો.
એક મોટો ચમચો જીરુંને એક ગ્લાસ પાણીમા રાત્રે ભીંજવી સવારે ગાળીને પીવાથી હૃદય સંબધિત સમસ્યામાં લાભ થાય છે. અર્જુનનું ચૂર્ણ ૫ તોલા, જહરમોહરા ૫ તોલા, ગળોસત્વ ૧ તોલો, સ્વર્ણઐરિક ૧ તોલો, આ દરેકને એકત્રિત કરી, ગુલાબના અર્કના ૭ ટીપા નાખી બબ્બે ગોળીઓ બનાવવી. સવારસાંજ બબ્બે ગોળી ગાયના દૂધ સાથે આપવી.
લીંબુનો રસ ૨ શેર, દાડમનો રસ ૧ શેર, નાળિયેરનું પાણી ૧ શેર, સાકર ૧ શેર, સફેદ ચંદન, વંશલોચન, ધાણા, અનંતમૂળ, ચણકબાબ, વાળો, કેસર ગુલાબનાં ફૂલ, ગળોનું સત્વ આ નવ ઔષધી એક એક તોલો લેવી, અને એનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી અલગ રાખી મૂકવું. ત્યાર પછી એક ચીની માટીના પાત્રમાં જોરાબીનો રસ, દાડમનો રસ અને નાળિયેરનું પાણી એકત્ર કરી મંદાગ્નિ પર ઉકાળવું.
બળતાં બળતાં લગભગ ૧ શેર પાણી રહે ત્યારે તેમાં સાકર નાખીને ચાસણી બનાવી લેવી. જયારે ચાસણી બરાબર થઈ જાય ત્યારે નીચે ઉતારી આ બધી ઔષધિનું તૈયાર કરેલું ચૂર્ણ એમાં મેળવી દેવું. આ ચાટણ હદયરોગ ઉપર ધણું ઉપકારી છે. એકથી બે તોલા સુધી ચાટણ પાણી અથવા દૂધ સાથે પીવાથી લાભ મળે છે.
ગોળ અને ઘી મેળવીને ખાવાથી હદયને શક્તિ મળે છે. ગરમ પાણીમાં ગળો અને કાળાં મરીનું ચૂર્ણ મેળવીને પીવાથી હૃદયને પીડા કરતો વાયુ શાંત થાય છે. દેવદારનો ઉકાળો મધ મેળવીને પીવો. પિત્તના કારણે થયેલા હદયદર્દમાં સાકર મેળવેલું ફાલસાનું શરબત સારું કામ કરે છે. મેથીના ઉકાળામાં મધ નાખીને પીવાથી જૂનો હદયરોગ મટે છે.