બદામ ખાવાની દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે રોજ પલાળેલી બદામ ના સેવન થી કઈ બીમારી દૂર થાય છે. મિનરલ, વિટામિન અને ફાઇબર થી ભરપૂર 4-5 પલાળેલી બદામ ના સેવનથી બ્લડ પ્રેશર, વજન વધવું, બ્લડ શુગર અને હૃદયના રોગનો ખતરો ઓછો થાય છે.
પલાળેલી બદામનું સેવન કાચી બદામ કરતા વધારે ફાયદાકારક છે કારણ કે તેની છાલમાં હાજર ઝેરી પદાર્થો રાતોરાત પલાળીને દૂર કરવામાં આવે છે અને મોટાભાગના પોષક તત્વો આપણા માટે ઉપલબ્ધ હોય છે. હવે અમે તમને જણાવીશું પલાળેલી બદામ ખાવાથી થતાં ચમત્કારી ફાયદાઓ વિશે.
પલાળેલી બદામ પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશ્યિમ થી ભરપૂર હોવાના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ પલાળેલી બદામ ના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિન નું પ્રમાણ કંટ્રોલ કરીને બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે. રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ પણ વધે છે. મગજનો ઉપયોગ વાળું કામ જે કરતા હોય તેને પલાળેલી બદામ જરૂર ખાવી જોઈએ. બાળકો માટે પલાળેલી બદામ ખૂબ જ જરૂરી છે.
પલાળેલી બદામ માં ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલા છે. જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે. 4-5 પલાળેલી બદામનુ સેવન કર્યા બાદ એક ગ્લાસ પાણી પીઓ. જેનાથી તમને કબજિયાતની સમસ્યા દૂર થઇ જશે. તે સિવાય તેના સેવનથી પેટમાં કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે.
હાલ બધા લોકો માં થઈ રહેલી નાની નાની બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ, વાયરલ તાવ થી બચવા માટે પલાળેલી બદામ ખાવી જોઈએ. પલાળેલી બદામ ખાવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે જેથી આવી નાની નાની બીમારીઓ શરીર પર હુમલો કરી શક્તિ નથી. પલાળેલી બદામ માં ફોસ્ફોરસ, મેગ્નેશ્યિમ અને કેલ્શ્યિમ જેવા ગુણ હોય છે. જે હાડકા અને દાંત માટે ફાયદાકારક હોય છે.
બદામ, દહીં અને ઓટમીલ ને મિક્સ કરીને રોજ તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. જો પેટ હમેશાં સમસ્યા આપે છે તો રોજ બે થી ત્રણ પલાળેલી બદામ ખાવાનું શરૂ કરવું જોઈએ જેથી પાચનતંત્ર સુસ્ત અને તંદુરસ્ત બને છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ આ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓ ને દરરોજ પલાળેલી બદામ ખાવી જોઇએ જેથી બાળકોને વધારે ફાયદો થાય છે.
એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર પલાળેલી બદામનુ સેવન તણાવ દૂર કરવામાં મદદ કરે છે. પલાળેલી બદામનું રોજ સેવન કરવાથી શરીરમાં અલ્ફા-1 એચડીએલનું પ્રમાણ વધે છે. જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને હૃદય રોગનો ખતરો ઓછો થાય છે. જેથી રોજ ઓછામાં ઓછી 5-6 પલાળેલી બદામનુ સેવન જરૂરથી કરો.
જો ત્વચા ખૂબ સુંદર બનાવવા માંગતા હોવ તો પલાળેલી બદામ ખાવાનું શરૂ કરી દેવું. તડકાને લીધે હાથ, પગ તથા ચહેરો કાળો પડી જાય છે. તેથી પલાળેલી બદામ ખાવાનું શરૂ કરવાથી ચહેરાના રંગમાં ફરક પડશે. પાણીમાં પલાળેલી બદામ માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. પલાળેલી બદામ માં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત થાય છે. પલાળેલી બદામ માં ફોલિક એસિડ હોય છે જે ઇન્ફર્લીટી વધારવામાં મદદ કરે છે.
પલાળેલી બદામનુ સેવન કરવાથી કબજિયાત વગેરે થતું નથી કારણ કે બદામમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જેના કારણે તમારું પેટ સારી રીતે સાફ થાય છે. પલાળેલી બદામ માં પ્રોટીન વધુ હોય છે જેનાથી મસલ્સ મજબૂત બને છે. પલાળેલી બદામ માં ઘણા બધા એવા તત્વો હોય છે જેનાથી તે હૃદયની હેલ્થ માટે ખુબ જ ઉપયોગી થાય છે. જો રોજ સવારે પલાળેલી બદામનુ સેવન કરવામાં આવે તો તે આપણી આયુષ્ય રેખા ને વધારે છે.