દાંતોમાં પીળાશ હોય એ ખુબજ જટિલ સમસ્યા છે, જે ચહેરાની સુંદરતા પર પ્રભાવ પાડે છે. ઘણી વાર દાંતોમાં પીળાશને કારણે તે આપણને હસવા માટે પણ રોકે છે. આપણામાં એક ડર પણ ઉત્પન્ન થાઈ છે કે પીળા દાંતોને લીધે કોઈ આપણો મજાક તો નહિ ઉડાવે.
લોકો હંમેશા પોતાના પીળા દાંતોને દુર કરવાનો ઉપાય શોધતા હોય છે, જેનાથી ઘણીવાર ફાયદો ન પણ થાઈ કે ઓછો પણ થાઈ છે. પીળા દાંત ચેહરા ની ખૂબસૂરતી ને બગાડી શકે છે. તો ચાલો તમને બતાવીએ પીળા દાંત ને સફેદ બનાવ ના ઘરેલુ ઉપાય વિશે.
દરરોજ ટૂથબ્રશથી દાંત સાફ કરવાથી દાંતનું ઉપલું પડ સ્વચ્છ દેખાય છે ખરું, પરંતુ લગભગ તમામ ટૂથપેસ્ટોમાં દાંતનું ઉપલું પડ ઘસી નાખે તેવો પદાર્થ હોય છે, એટલે દાંતની ઉપલી સપાટીના રક્ષણ માટે જ ટૂથબ્રશના બ્રિસલ્સ (રેસા) વધારે મુલાયમ હોય તેજ ટૂથબ્રશ વાપરવું.
લીમડા માં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છે. લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા છે. તેના દાંત પર રગડવાથી પણ દાંત સફેદ દુધની જેમ ચમકવા લાગે છે. લીંબુના રસમાં થોડૂક મીઠું મિક્સ કરીને મસાજ કરો.આમ બે અઠવાડિયા આ ઉપાય રોજ કરવાથી દાંચ ચમકવા લાગશે.
ખોટા ખાન-પાનને કારણે પણ દાંતમાં પીળાશ આવે છે. ફાસ્ટ ફૂડ, ગળી વસ્તુઓ આપણા દાંત પર ચોંટી જાય છે જે દાંતને પીળા બનાવે છે. સૌ પહેલા તો આપણે ખાવા પીવા પર ધ્યાન આપવુ જોઈએ. એવા ફળ અને શાકભાજી ખાવા જેને ચાવવા પડે.
દૂધથી બનેલ ઉત્પાદોનુ સેવન વધુ કરો. કારણ કે તેમા કેલ્શિયમ હોય છે જે દાંત માટે ખૂબ જરૂરી છે. ચા કોફીનુ સેવન લિમિટેડ માત્રામાં જ કરો. તુલસી મોઢુ અને દાંતના રોગથી આપણને બચાવે છે. તેના પાનને તાપમાં સુકાવીને પાવડર બનાવી લો પછી ટૂથપેસ્ટમાં મિક્સ કરીને રોજ બ્રશ કરો. પીળાશ આપમેળે જ દૂર થઈ જશે.
અઠવાડિયામાં એક કે બે વાર બ્રશ પર કોલગેટ ની સાથે ચપટી બેકિંગ સોડા લો. આવી રીતેથી જ દાંતો થી પીળાશ તરત સાફ થઈ જશે. દાંતોની સફાઈ માટે ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટનો ઉપયોગ કરો, આ દાંતો પર ઈનેમલ ની પરત જાળવી રાખી કેપિટિસ ને હટાવે છે.
સ્વસ્થ પાણી,પેક ફળો ના જ્યુસ,વધુ ખાંડ યુક્ત ખોરાક ને પૂરતી માત્ર માં ખાવ. કેરી અને ચોકલેટ વધારે માત્ર માં ના ખાવું. દાંત ને અઠવાડિયામાં એક વાર મીઠાથી અને તેલ થી સાફ કરો. અડધી નાની ચમચી માં બે ટીપાં સરસવ નું તેલ નાખો અને આનાથી દાંતો ની હલકી માલિશ કરો. આનાથી ધીરે ધીરે પીળાશ ખત્મ થઈ જશે.
એક કટોરીમાં ઈનો અને લીંબુ મીલાવી દો. હવે જલ્દીથી તેને આંગળીની મદદથી સારી રીતે તમારા પીળા દાંત પર ઘસો, પાંચ મિનિટ બાદ કોગળો કરી લો. ઈનો નાં આ ઉપાયથી દાંતોની પીળાશ ખતમ થઈ જશે અને દાંત મોતીઓ ની જેમ ચમકવા લાગશે.
દાંતની પીળાશ દૂર કરવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો. સફરજનનો એક ટૂકડો લો અને તેને દાંત પર બરાબર રગડી લો. થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે. રોજ આ ઉપાય કરવાથી દાંત જલદી જ સાફ થઇ જશે. નારંગીની છાલ થી રોજ દાંતની સફાઇ કરી શકાય છે. રોજ રાત્રે સૂતા સમયે છાલને દાંત પર રગડી લો. નારંગીની છાલમાં વિટામીન સી અને કેલ્શ્યિમ હોય છે જે દાંતને મજબૂત કરવાથી સાથે પીળાશ દૂર કરી ચમક લાવે છે.
સ્ટ્રોબેરીમાં ફોલિક એસિડ હોય છે જે દાંતને સફેદ કરે છે. સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવો અને તેને પીળા દાંત પર લગાવો અને થોડીવાર માટે મૂકો. થોડા દિવસો સુધી આ પ્રક્રિયા કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે.
એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબૂ નિચવવું અને તેમા આખી રાત દાતણ મુકી દો. સવારે આ જ દાંતણનો ઉપયોગ કરો. તેનાથી દાંતની પીળાશ ખતમ થઈ જશે. જો તમે રોજ દાંતણ નથી કરી શકતા તો અઠવાડિયામાં એક દિવસ જરૂર દાંતણ કરો. તેનાથી દાંત સ્વસ્થ અને મજબૂત પણ થાય છે.