Breaking News

યુરીન ઇન્ફેકશન અને યુરીન ને લગતી દરેક સમસ્યા માંથી ખૂબ જ જલ્દી રાહત અપાવશે આ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અનેમૂત્રનલિકા મૂત્રમાર્ગ બનાવે છે. જેમાં બેકટેરિયા કે વિષાણુ દ્વારા લાગતા ચેપને મૂત્રમાર્ગનો ચેપ કહે છે. શરીરમાં થતા વિવિધ પ્રકાના ચેપ માં મૂત્રમાર્ગ નો ચેપ બીજા નંબરે આવતો ચેપ છે. એટલે કે મૂત્રમાર્ગ ના ચેપ ની તકલીફ થાય તેવા દર્દીઓ ની સંખ્યા ખુબજ મોટી છે.

મોટા ભાગના દર્દીઓમાં જોવા મળતાં ચિનહો : પેશાબમાં બળતરા કે દુઃખાવો થાય. વારંવાર પેશાબ કરવા જવું પડે. ટીપે ટીપે પેશાબ ઊતરવો. તાવ આવે, નબળાઈ લાગે.પેશાબમાં દુર્ગંધ આવે કે પેશાબ ડહોળો આવે. પરંતુ બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની જો સમયસર, યોગ્ય સારવાર કરવામાં ન આવે તો કિડનીને કાયમ માટે નુકસાન થઇ શકે છે. આથી મૂત્રમાર્ગના ચેપનો પ્રશ્ન બાળકો કરતાં પુખ્તવયમાં ઓછો ગંભીર ગણાય.

પેશાબ વારંવાર કરવા જવું પડે. પેટના નીચેના ભાગમાં પેડુમાં દુખાવો થાય. લાલ પેશાબ આવે. પેશાબ કરતી વખતે દુખાવો થાય. સામાન્ય રીતે પુખ્તવયે મૂત્રમાર્ગનો ચેપ વારંવાર થવા છતાં કિડનીને નુકસાન થતું નથી. જોકે વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થવા માટે કારણભૂત પ્રશ્નો જેમ કે પથરી, મૂત્રમાર્ગમાં અવરોધ કે ટી.બી.ની બીમારી વગેરે પ્રશ્નો કિડનીને નુકસાન કરી શકે છે.

પેશાબની માઈક્રોસ્કોપ દ્વારા થતી તપાસમાં રસી ની હાજરી મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે. પેશાબ ની તપાસ ઉપરાંત લોહી ની અને રેડીયોલીજીક્લ અલગ અલગ તપાસ નું કારણ જાણવા અલગ અલગ તપાસ મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન માટે ખુબજ અગત્યની છે. માઈક્રોસ્કોપ દ્વારા થતી આ તપાસ માં રસી ને હાજરી મૂત્રમાર્ગ નો ચેપ સૂચવે છે.

મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન અને સારવાર ના માર્ગદર્શન માટે એન્ટી બાયોટીક સારવાર શરુ કર્યા પહેલા આ તપાસ કરવામાં આવે છે. પેશાબ ની કલ્ચરની તપાસ માટે પેશાબ ખાસ તકેદારી સાથે લેવો જરૂરી છે. પેશાબ ના ભાગને સાફ કર્યા બાદ, દર્દી ને પેશાબ કરવાનું કહેવામાં આવે, થોડો પેશાબ થઈ જાય ત્યારબાદ પેશાબ સ્વસ્થ ટેસ્ટટ્યુબ માં પેશાબ લેવાં માં આવે છે. આ રીતે પેશાબ કરવાની મધ્ય પ્રક્રિયા માં લેવામાં આવેલ પેશાબમાં અન્ય ચેપ ભળવાનું જોખમ ઓછુ રહે છે.

મૂત્રમાર્ગ ના ચેપ માં સામાન્ય રીતે હિમોગ્લોબીન, ટોટલ અને ડિફ્રેનશિયલ શ્વેત કણ, સીરમ ક્રીએટીનીન જેવી તપાસો જરૂર મુજબ કરવામાં આવે છે. લોહીમાં શ્વેત કણ નું વધારે પ્રમાણ ચેપ ની ગંભીરતા સૂચવે છે. ‘જળ એજ જીવન’ આ વાત સાચી છે. પાણીથી ઘણી બીમારીઓનો ઈલાજ થઈ શકે છે. મૂત્રમાર્ગના ઈન્ફેક્શનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની અછત થવાથી પેશાબ પીળા રંગનો થઈ જશે.

જો મૂત્રમાર્ગનું ઈન્ફેક્શન થયું હોય તો દિવસ દરમિયાન અમુક કલાક પછી 2-3 પાણી પીઓ. જો પેશાબ પછી લાંબા સમય સુધી પેશાબમાં બળતરા થતી હોય તો તે ઈન્ફેક્શન છે. આવા સમયે વધુ પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી ઈન્ફેક્શન દૂર થાય છે. સેટ્રિક ફ્રૂટ એટલે કે ખાટા ફળોમાં વિટામિન C સારી માત્રામાં હોય છે. મૂત્રમાર્ગના ઈન્ફેક્શન દરમિયાન ખાટા ફળો રામબાળ ઈલાજ માનવામાં આવે છે. સેટ્રિક ફ્રૂટમાં બેક્ટેરિયા સામે લડવાની તાકાત હોય છે.

જો ગરમીમાં આવી તકલીફ થાય ત્યારે અથવા તો આવા ઈન્ફેક્શનથી દૂર રહેવા માટે નારિયેળ પાણી ઉત્તમ છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઈલેક્ટ્રોલાઈટ્સ, એમિનો એસિડ અને સાઈટોકાઈનનું સારું પ્રમાણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ડિહાઈડ્રેશન વખતે પણ પેશાબમાં બળતરા થાય છે અને આવા સમયે નારિયેળ પાણી ઉત્તમ છે.

પર્સનલ પાર્ટની સ્વચ્છતાનું ધ્યાન રાખો. ઘણી વખત એવું બને છે કે, યોનિ કે લિંગમાં ઈન્ફેક્શન લાગવાના કારણે પેશાબ માર્ગમાં અસર થાય છે. જો તમને આવી સમસ્યા થઈ હોય તો દિવસમાં બે-ત્રણ વખત જનનાંગને ધોવાનું રાખો. નોંધઃ યુરિન ઈન્ફેક્શન વધારે ફેલાયું હશે ત્યારે ઘરેલું ઉપચાર કારગત નહીં નીવડે, આવા સમયે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

કાકડીમાં અઢળક ગુણો રહેલાં છે. તે શીતળ અને પાચક હોવાને કારણે તેનું સેવન કરવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે અને પેશાબ પણ છૂટથી થાય છે. કાકડીના ક્ષારીય તત્વ મૂત્રાશયના પ્રોપર ફંક્શનમાં મદદ કરે છે. મૂત્રમાર્ગ ના ચેપ નું નિદાન અને તેની તીવ્રતા જાણવા માટે પેશાબ ની તપાસ કરાવવામાં આવે છે. જે દર્દીઓમાં ગંભીર અથવા વારંવાર મૂત્રમાર્ગ નો ચેપ થતો હોય તેવા દર્દીઓમાં વારંવાર થતા ચેપ નુ કારણ જાણવા અલગ અલગ તપાસ કરવામા આવે છે.

વિટામિન સીથી ભરપૂર ફળો એટલે કે સિટ્રિક ફ્રૂટ પેશાબમાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. સાથે પેશાબમાં બળતરાને પણ દૂર કરે છે. તેના માટે એલચી અને આમળાનું  ચૂર્ણ સમાન ભાગમાં લઈને પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. નિયમિત દાડમ ખાવાથી અથવા તેનો જ્યૂસ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે. આ સિવાય ફાલસા પણ આ તકલીફમાં લાભકારી છે. સવાર-સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!