શરદી-ખાંસી, ચામડી અને વાળને લગતી દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે માત્ર આ એક જ્યુસમાં, જરૂર જાણો તમારી દરેક સમસ્યા નો ઉકેલ અહી….

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાલક એક પોષ્ટિક શાકભાજી છે. જે આપણી આસપાસ નાં બજારમાં તે સરળતાથી મળી રહે છે. આપણે તેનો ઉપયોગ સબ્જી,સલાડ અને જ્યૂસ તરીકે પણ કરીએ છીએ. તેમાં રહેલા વિટામિન અને ખનિજો તમારા શરીરને તમામ પોષક તત્વો પૂરા પાડે છે. ડોક્ટરો માને છે કે, સવારે પાલકનો રસ પીવાથી શરીરમાં ઘણા પરિવર્તન આવે છે. જેના કારણે   તંદુરસ્ત રહી શકો છો.

શરીરને ડીટોક્ષ કરવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારા શરીરમાં રહેલો બધો કચરો સાફ થઈ જાય અને તેનાં કારણે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગ નો વિકાસ થાય નહીં. પાલક કરવામાં આવેલ સંશોધન મુજબ પાલક નો રસ પીવાથી શરીર ને ડીટોક્ષ કરવામાં મદદ મળે છે.

જે લોકો ની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેઓએ પાલકના જ્યૂસનું સેવન કરવું જોઈએ. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી જોવા મળે છે વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. અને રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે.

પાલક નાં રસમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિટામીન એ આપણી આંખ માટે ખૂબ જ અગત્યનું હોય છે. એટલા માટે ડોક્ટર વિટામીન એ વાળા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. વિટામીન એ નું સેવન કરવાથી તમારી દ્રષ્ટિ સારી રહે છે. અને આંખોની લગતી બીમારીઓથી બચાવ થાય છે. તેથી આંખોને લગતી બીમારી થી રાહત માટે યોગ્ય માત્રામાં પાલક નાં જ્યુસ નું સેવન કરવું જોઈએ.

પાલકને પોષક તત્વો નો સંગ્રહ પણ કહેવામાં આવે છે. તેમાં કેલરી અને મેગ્નેશિયમ પોટેશિયમ, વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ જેવા પૌષ્ટિક તત્વો રહેલા હોય છે. તેથી જો તમે પાલક નાં રસ નું સેવન કરો છો તો તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે એટલા માટે દરરોજ એક ગ્લાસ પાલક નાં જ્યૂસનું સેવન કરવું જોઈએ.

પોપઆઈ’ કાર્ટૂન શ્રેણીનો હીરો પોપ આઈ સ્પિનેચ ખાઈને દુશ્મનોના બાર વગાડી દે એવું બતાવાયું છે. તે સાવ ખોટું નથી. સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે.

૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમાં ૨ ટકા પ્રોટીન, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ, ૯૨ ટકા પાણી, ૦.૭ ટકા ચરબી, ૦.૬ ટકા રેસા, ૦.૭ ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.

પાલકમાં વિટામિન-સી યુક્ત એવા ઘણા તત્વો હોય છે, જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરી શકે છે. વિટામિન સી એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરી શકે છે અને રોગપ્રતિકારક કોષોને મજબૂત બનાવે છે. આપણો આહાર  રોગપ્રતિકારક શક્તિને સુધારવા માટે ખૂબ મહત્વનો છે. આ માટે, તમારે આહારમાં તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

જો તમને ત્વચાની કોઈ સમસ્યા છે તો પાલકનો રસ પીવો તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. પાલકનો રસ પીવાથી ત્વચા ડાઘથી દૂર રહે છે. આ સિવાય ચહેરા પરના કુદરતી ગ્લો માટે પણ તમે પાલકનો રસ પી શકો છો, સાથે સાથે પાલકનો રસ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પાલકને પોષક તત્ત્વોનો સંગ્રહ પણ કહેવામાં આવે છે. તેમાં કેલરી, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-એ, ફોલેટ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા પૌષ્ટિક તત્વો હોય છે. જો તમે પાલકના રસનો વપરાશ કરો છો તો તમે પૂરતા પ્રમાણમાં ઘણાં પોષક તત્વો મેળવી શકો છો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે મોર્નિંગ વોકથી પાછા ફર્યા પછી પણ દરરોજ સવારે પાલક જ્યુસ પી શકો છો.

પાલકના જ્યુસમાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ મળી આવે છે. જે ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેના સેવનથી ચહેરા પર ગ્લો આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલકનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. પાલકનો જ્યુસ પીવાથી ગર્ભવતી મહિલાના શરીરમાં આયર્નની ઉણપ દૂર થઇ જાય છે.

પાલકના રસમાં કાકડી અને ગાજરનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી વાળ ભરાવદાર, કાળા અને લાંબા બને છે.પાલકના રસમાં મધ અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી ખાંસી અને શ્વાસની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

અડધો કપ પાલકના રસમાં અડધો કપ કળથીનો રસ અને થોડાં ટીપાં લીંબુનો રસ નાખીને રોજ સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે.એક કપ પાલકના રસમાં એક ચમચી મધ અને ચપટી જીરું પાઉડર મિક્સ કરીને પીવાથી થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top