Breaking News

ખરતા વાળથી લઈને પેટ અને દાંત ના દરેક દુખાવાની અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરે છે આ નાનકડી વસ્તુ, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

લવિંગ સ્વાદમાં તીખા હોય છે. અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. કે જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે.

જે લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પેટની સમસ્યાઓ માં ગેસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે, તો સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર લવિંગના તેલના અમુક ટીપાં નાખી તેનું સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે.  એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.

જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.

લવિંગ માં જીવનું રોગી ગુણ હોય છે. એટલે એના તેલ થી કોગળા કરવાથી મો માં રહેલી ગંધ પણ ખતમ થાય છે. આ મોમાં ખીલ ના બેક્ટેરિયા ને પણ ખતમ કરે છે.લવિંગ દર્દનાશકનું પણ કામ કરે છે.એટલે માથું અથવા કમર દર્દ થવાં પર આ તેલ ની માલિશ કરવાથી ફાયદો થાય છે.

લવિંગ થી સુજન પણ ઓછું થાય છે. આ જોડો ની પીડા માં પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો ને અર્થરાઇટ અથવા ગઠિયા રોગ છે.  એમને રોજ રાત્રે સુતા પહેલા લવિંગ ના તેલ થી માલિશ કરવી જોઇએ. એના પછી ગરમ કપડાં થી ઢાંકી દો.આનથી રાહત મળશે.

લવિંગનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જો ચેહરા માં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા અથવા તો ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

જે લોકો ને દાંત માં દર્દ રહે છે.  એ લોકોએ દાંત માં દબાવીને રાખવું જોઇએ. આનાથી દર્દ ઓછું થાય છે એના વગર લવિંગ ના તેલ થી દાંતો પર માલિશ કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે.પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.આ માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળી લો અને ત્યારબાદ વાળને એ પાણીથી ધોઈ લો.આમ કરવાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે વાળ જડમૂડથી મજબૂત બને છે.જેથી કરીને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.

સિગરેટ પીવાથી કોઈ વાર ફેફસાં ની નળી જામ થઇ જાય છે. જેનાથી શ્વાસ લેવામાં તકલિફ થાય છે. આ સમસ્યા થી બચવા માટે રોજ ના ત્રણ થી ચાર લવિંગ ખાવા. એનાથી ફેફસાં મજબૂત થાય છે.જે લોકો ને હંમેશા ઠંડી લાગે છે અથવા જલ્દી શરદી લાગે છે, એમને દિવસ માં બે થી ત્રણ લવિંગ ખાવા જોઈએ. આ શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે.

ઋતુ બદલતા જ કે પછી બહાર કંઈક ખોટુ ખાવાથી જો ગળામાં ખરાશ થાય છે તો લવિંગ ચાવી લો. કે પછી તેને જીભ પર મુકીને ચૂસતા રહો. તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે.

મધ અને લવિંગ આ બને સીજના સેવન થી તમે તમારા વેઇટ ને કંટ્રોલ કરી શકો છો, આ માટે લવિંગ ને એક ચમચી મધમાં ભેળવીને ખાવાથી તમારો વેઇટ ઓછું થાય છે. મધ-લવિંગ માં રહેલા ગુણોને કારણે ઈન્ફેકશનથી બચી શકાઈ છે. આ બન્ને માં એન્ટીઓક્સીડેંટ હોવાના કારણે કેન્સરથી બચી શકાઈ છે. આ બન્ને સિજ માં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે , જે તે ઘા જલ્દી ભરવામાં ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!