હાલ ચોમાસા ની મૌસમ પૂરજોશ મા ચાલી રહી છે અને ઠંડક નું પ્રમાણ પણ દિવસે-દિવસે વધી રહ્યું છે ત્યારે આ સમયકાળ મા તમને ગળા અને છાતી મા કંઈક જામેલું હોય તેવી અનુભૂતિ અવશ્ય થાય છે. આ ઉપરાંત તમને શ્વાસ લેવા મા તકલીફ તથા સતત છીંકો આવવા જેવી સમસ્યાઓ નો અનુભવ પણ આ મૌસમ મા થવો શક્ય છે. આ તમામ લક્ષણો શરીર મા કફ જમા થવા ના છે. નાક માંથી પાણી વહેવા માંડવુ , અચાનક તાવ આવી જવો આ તમામ કફ જામી જવા ના પ્રમુખ લક્ષણ છે.
આયુર્વેદ શાસ્ત્ર મા આદુ અને મધ ને સર્વશ્રેષ્ઠ ઓસડ માનવામા આવે છે તથા અનેકવિધ ઔષધીઓ ના નિર્માણ મા તેનો વધુ પ્રમાણ મા ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓ ને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમે અનેકવિધ રોગો સમક્ષ રક્ષણ મેળવી શકો છો. આ બંને ના સેવન થી શરદી અને ઉધરસ થોડા જ સમય મા છૂમંતર થઈ જાય છે અને તમારી શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા પુન: સામાન્ય બની જાય છે.
૧૦૦ ગ્રામ આદુ ને ક્રશ કરીને તેમાં ૨ થી ૩ ચમચી જેટલું મધ મિકસ કરી લેવું, ત્યાર બાદ આ પેસ્ટ ને આખા દિવસ મા બે વાર ૨-૨ ચમચી જેટલું સેવન કરો. આ પેસ્ટ નું સેવન તમારા છાતી અને ગળા મા જામેલો કફ દૂર કરશે.
સામાન્ય રીતે તો કાળા અને સફેદ બન્ને મરી નું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી ગણવામાં આવે છે. આ ઉપરાંત અનેકવિધ ઔષધીઓમા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરી સ્વાદે તીખા હોય છે માટે મરી નો ઉપયોગ કફની સમસ્યા ને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. આ માટે ૧/૨ ચમચી સફેદ મરી લઈને તેને ક્રશ કરી લેવા. ત્યારબાદ તેમાં ૧ ચમચી જેટલું મધ ઉમેરી તેને મિકસ કરી લેવું. આ પેસ્ટ ને ૧૦-૧૫ મિનિટ ના સમયગાળા માટે માઈક્રોવેવમા રાખી મૂકવું. આ પેસ્ટ નું સેવન કરવાથી જામેલા કફમા તુરંત જ રાહત મળે છે. આ કફની સમસ્યા ને જડમૂળ થી દૂર કરવા માટે આ પેસ્ટ ને એક વીક સુધી દિવસમા ત્રણ વખત નિયમિત સેવન કરવું.
લીલી તથા સૂકી બન્ને દ્રાક્ષ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. દ્રાક્ષ મા પ્રાકૃતિક એક્સપેક્ટોરેન્ટ નામનું તત્વ સમાવિષ્ટ હોય છે જેના લીધે દ્રાક્ષ નું સેવન ફેફસા માટે અને જામેલા કફ ની સમસ્યા ને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે.
ગળા અને છાતીમા જામેલા કફ માંથી મુક્તિ મેળવવા માટે તમારે નિયમિત પરોઢે ઉઠીને ૨ ચમચી દ્રાક્ષ ના રસ નું સેવન કરવું, આ ઉપરાંત જો તમે તેમાં ૨ ચમચી મધ મિકસ કરીને આ પેસ્ટ ને એક વીક સુધી નિયમિત દિવસમા ત્રણ વખત સેવન કરો તો તમારા શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.
જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખો થવા લાગશે.
લીંબુ એ આપણાં સ્વાસ્થ્ય માટે કેટલું હિતકારી છે તેનું ઉચ્ચારણ આપણાં પ્રાચીન શાસ્ત્રો અને આયુર્વેદમા સ્પષ્ટપણે જણાવ્યું છે અને મોટાભાગના લોકો લીંબુ ના સેવન થી થતાં લાભો વિશે પણ જાણે છે. લીંબુમા સમાવિષ્ટ સાઈટ્રિક એસિડ તથા મધમા સમાવિષ્ટ એન્ટિસેપ્ટિક તત્વો જામેલા કફ ની સમસ્યાને જડમૂળ થી દૂર કરે છે તથા ગળામા થતાં દર્દ ને દૂર કરવામાં પણ લાભદાયી સાબિત થાય છે.
જો બ્લેક ટી બનાવી અને તેમાં ૧ ચમચી તાજા લીંબૂ નો રસ ઉમેરો અને ત્યારબાદ તેમાં ૧ ચમચી મધ મિક્સ કરીને થોડાક દિવસ સુધી આ રીતે સેવન કરો તો તમારી કફ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ અવશ્યપણે દૂર થશે.
નમક વાળા પાણી ના કોગળા એક પુરાતન અને અસરકારક ઉપચાર છે. તેના માટે સૌપ્રથમ ૧ ગ્લાસ નવશેકું પાણી લઈને તેમાં ૧ ચમચી નમક ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તમારા ગળા ને પાછળ ની તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીમે-ધીમે કોગળા કરવા. આ પાણી ને ગળી ના જવું. કોગળા કરીને બધુ જ પાણી બહાર કાઢી નાખવું.
થોડા સમય સુધી ગળામા આ પાણી રાખીને તેના કોગળા કરવાથી અવશ્યપણે તમને લાભ થશે અને ગળામા જામેલો બધો જ કફ દૂર થઈ જશે. આ પ્રક્રિયા દિવસમા ત્રણ વાર કરવી. જો નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.
ગાજર મા વિટામિન સી પુષ્કળ પ્રમાણ મા પ્રાપ્ત થઈ રહે છે. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સીડેન્ટ તત્વો ને કારણે ગાજર ઈમ્યૂનિટી સિસ્ટમ ને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ગાજર મા એવા અનેક પ્રકાર ના વિટામિન્સ અને પોષકતત્વો સમાવિષ્ટ છે જે ઉધરસ અને કફ ની સમસ્યા માંથી તુરંત રાહત અપાવે છે.
જો ૩-૪ તાજા ગાજર લઈને તેનો રસ કાઢીને તેમાં થોડું પાણી અને ૨-૩ ચમચી જેટલું મધ મિક્સ કરીને આ મિશ્રણ નું દિવસમા ૨-૩ વાર સેવન કરવું. આ મિશ્રણ ના નિયમિત સેવન થી તમારી છાતી અને ગળા મા જામેલો કફ ધીમે-ધીમે દૂર થવા માંડશે.
આદુ છીણીને તેના નાના-નાના ટુકડા મોઢામાં રાખીને ચૂસવા. આમ કરવાથી કફ સરળતાથી શરીરની બહાર નીકળી જશે.ટોન્સિલ અને ગળાની કોઈ પણ જાતની તકલીફ છે તો એના માટે કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખો, અને થોડા સમય માટે ચુપ બેસો. જેવો તે રસ ગળાની નીચે ઉતરશે તકલીફ ઓછી થવા લાગશે.
લસણ મા ભરપૂર પ્રમાણ મા ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે ૧ કપ પાણી ઉકાળીને તેમાં ૩ લીંબૂ નો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ત્યાર બાદ તેમાં થોડું ક્રશ કરેલું લસણ ઉમેરીને સાથે જ તેમાં ૧/૨ ચમચી જેટલો કાળા મરી નો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું નમક ઉમેરવું. આ બધી જ વસ્તુઓ ને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી કફ ની સમસ્યા ગાયબ થઈ જશે.
જામેલા કફ ની સમસ્યા ને દૂર કરવા માટે હળદર પણ એક પ્રભાવશાળી ઉપાય સાબિત થાય છે. હળદર એક સર્વશ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પુષ્કળ પ્રમાણ મા હોય છે તથા કકર્યૂમિન પણ હોય છે , જે શરીર ની તમામ આંતરિક અને બાહ્ય સમસ્યાઓ ને દૂર કરે છે. ૧ ગ્લાસ હૂંફાળા દૂધમા ૧ ચમચી હળદર અને ૧/૨ ચમચી કાળા મરી નો પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ૧ ચમચી મધ પણ ઉમેરો. આ દૂધ નું નિયમિત સેવન કરવા થી થોડાક જ દિવસ મા છાતી અને ગળા મા જામેલો કફ સાફ થઈ જશે.
ડુંગળી મા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જેથી નિયમિત એક ડુંગળી ખાવી જોઈએ. કફની મુશ્કેલી ને દૂર કરવા માટે ૧ ડુંગળી લઈને તેને છોલી ને ક્રશ કરી લેવી. ત્યારબાદ તેમાં ૧ લીંબૂ નો રસ મિક્સ કરવો. હવે ૧ કપ પાણી મા આ મિશ્રણ નાખીને ૨ થી ૩ મિનિટ સુધી તેને ગરમ કરવું. આ ઉપરાંત તેમાં ૧ ચમચી મધ પણ ઉમેરવું. હવે આ મિશ્રણ ને દિવસ મા ત્રણ વખત આરોગવું, નિયમિત આરોગવા થી ગળા નો દુ:ખાવો તથા કફ જામી જવાની સમસ્યા જડમૂળ થી દૂર થઈ થશે.
બે કપ પાણી લઈએ એમાં 30 મરી ખાંડીને એને ઉકાળો. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. તે હોમમેડ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે.