શરદી-ખાંસી અને ક્ષય સિવાય આ ગંભીર રોગોમાં રામબાણ છે આનો ઉપયોગ, તમેં  જાણશો તો જરૂર તરત જ ઉપયોગ કરતાં થઈ જશો, જરૂર જાણો આ ઔષધિના ફાયદાઓ વિશે. 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કફ ઉપર ખાસ કરીને જૂની ખાંસી અને જેમાં ઝીણો તાવ આવતો હોય એવી ખાંસી ઉપર અરડૂસી જેવું ઉત્તમ બીજું કોઈ ઔષધ નથી. 10 ગ્રામ અરડૂસીનો રસ, 10 ગ્રામ મધ અને 10 ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ મેળવી ચટણી જેવું બનાવી દરરોજ ચાટતા રહેવાથી કફ નીકળી જાય છે અને શ્વાસનળી સાફ થઈ જાય છે.

આવી જ રીતે શ્વાસની તકલીફમાં પણ આ ચટણી લેવાથી શ્વાસ મોળો પડે છે. રક્તપિત્તમાં નાકેથી લોહી પડતું હોય ત્યારે 10 ગ્રામ અરડૂસી ના રસ માં 10 ગ્રામ ખડી સાકર મેળવીને લેતા રહેવાથી લોહી પડતું અટકે છે. તાવ સાથે ખાંસી હોય તો અરડૂસી નો રસ લેવાથી ફાયદો થાય છે. 10 ગ્રામ અરડૂસીનો રસ 10 ગ્રામ ખડી સાકર સાથે દરરોજ ત્રણ વખત લેતા રહેવાથી કોઈ પણ પ્રકારનો રોગ મટે છે.

ક્ષયરોગ માટે પણ અરડૂસી ઉત્તમ છે. માન્યતા એવી છે કે જે ગામમાં અરડૂસીનો છોડ હોય ત્યાં ક્ષય ના લીધે કોઈ મરણ થાય નહિ. અરડૂસીના પાનની બીડી કરીને પીવાથી છાતીમાંથી કફ પાતળો થઈને નીકળી જાય છે અને દમના દર્દીને રાહત મળે છે.

અરડૂસીના પાનને જીણા વાટીને વાગ્યું હોય ત્યાં લગાડવાથી રૂઝ આવે છે. જો માથું દુઃખતું હોય તો આ લેપથી મટે છે. નાકમાંથી લોહી નીકળતું હોય તો તે બંધ થાય છે. અરડૂસીના પાનનો એમને એમ રસ નીકળતો નથી પણ તેને શેકીને રસ કાઢવાથી સારો રસ નીકળે છે.

અરડૂસી તે ઉપરાંત મોં આવી જવું, સોજો, કોઢ, તાવ, શીળસ, ગ્રહણી, વિષ, ઝાડા, કમળો, દમ, પ્રમેહ, તરસ, અરુચિ, સળેખમ, ચામડીના રોગો, ઊલટી, ઉરક્ષત, આંચકી, સંધિવા, સસણી, પાયોરિયા, મેદ, વગેરે રોગોને પણ મટાડે છે. તેનાં પાંદડા, પુષ્પ, મૂળ તેમ જ આખોય છોડ દવા તરીકે વાપરવામાં આવે છે.

અરડૂસી હૃદયને બળ આપે છે. છાતીમાં જામેલો કફ ને પણ અરડૂસી ના પાન બાંધવાથી છૂટો થઈ જાય છે. આમ વાતમાં પણ એનાં પાન વાટીને લેપ કરી શકાય. અરડુસી, કાળી દ્રાક્ષ અને હરડે એ દરેક પાંચ પાંચ ગ્રામ લઇ બધુંજ ખાંડી લેવું. પછી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળામાં મધ અને સાકર નાખવા, ખાસ કરીને બાળકો માટે આ ઉકાળો ખૂબ જ ઉપયોગી થાય છે.

પરસવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. અરડૂસીના લીલા પાનને છૂંદીને તેનો પોટલી બાંધી તેના ઉપર વડ અથવા જાંબુડાના લીલાં પાંદડાં લપેટવા પછી તેને ઉપરથી પાતળા દોરા વડે બાંધી. તેની ઉપર કાળી માટીનો લેપ કરી તેને બાફી નાખવો.

બફાયા પછી તે માટી ઉખાડી લેવી અને અંદર જે માવો નીકળે તેમાં મધ મેળવવું. આ રીતે બનાવેલો પાક લોહીના ઝાડા, ઉલટી, તાવ, ખાંસી, દમ, હાંફણ, શ્વાસ તથા ક્ષય રોગ માટે ખૂબ જ અસરકારક છે. મધ સાથે એનો ઉપયોગ કરતાં ઘણી સારી અસર જણાય છે.

માથાના દુઃખાવા માટે તથા માઈગ્રેનની સમસ્યા માટે અરડૂસી ખૂબ જ ઉપયોગી ઔષધી સાબિત થાય છે. અરડૂસીનો રસ કાઢી અને તેટલી જ માત્રામાં તલનું તેલ ભેળવી માથા ઉપર માલીશ કરવામાં આવે તો તેના કારણે માથાના દુખાવામાંથી રાહત મળે છે. આ ઉપાય દ્વારા આધાસીસી ની સમસ્યામાં પણ રાહત મળે છે.

અરડૂસીના પત્તા, ફૂલ, મૂળ, અને છાલને આયુર્વેદમાં હઝારો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. અરડૂસીનો ઉપયોગ એસીડીટીમાં પણ ફાયદાકારક નીવડે છે. અરડૂસીના આ ઉપરાંત ઘણા ફાયદા છે. વાયરસ સંક્રમણથી બચાવે છે. તેમજ ગાળાના દુખાવા અને સાંધાના દુખાવામાં પણ અરડૂસી અસરકારક છે. તો આજથી જ સેવન કરો અરડૂસીનું અને એસીડીટીથી મેળવો છુટકારો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top