ગરમીના સમયમાં નાળિયેર પાણી વ્યક્તિની તરસ છીપાવવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓને દૂર રાખે છે.
નાળિયેર પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા સ્ત્રોતો રહેલા છે. નારિયેળ પાણીમાં રહેલા સ્ત્રોતો આરોગ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેના કારણે હ્રદય સાથે જોડાયેલી બિમારીઓથી ખતરો ઓછો રહે છે.
નારિયેળ પાણીમાં એમિનો એસિડ અને ફાઈબર હોય છે જેનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જેનાથી ઈન્સ્યુલિનની સંવેદનશીલતામા પણ સુધારો થાય છે.
નારિયેળનું પાણી તમારા એનર્જી ડ્રિંક્સની જગ્યા લઈ શકે છે.વર્કઆઉટ બાદ શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં તે ખૂબ ઉપયોગી થાય છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે. જે સોડિયમના નેગેટિવ અસરને સંતુલિત કરીને બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તે હાઈ બીપીને નિયંત્રણમાં રાખવા માટે પણ મદદ કરે છે.
નાળિયેર પાણીમાં ઝેરી તત્ત્વોને દૂર કરવાના ગુણ છે. તે પીવાથી શરીરમાં ઉર્જા મળે છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને સાથે કેટલાંક પ્રકારની બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. થાઈરોડ હોર્મોન્સને સંતુલિત કરવા માટે નાળિયેર પાણી બહુ ઉપયોગી છે. સવારે નાળિયેર પાણી પીવાથી થાઈરોડ હોર્મોન્સને નિયંત્રિત કરે છે.કિડનીને સારી રાખવા માટે નાળિયેરનું પાણી પીવું લાભકારક છે. તે યૂરીનરી ટ્રેકને સાફ કરવામાં મદદ કરે છે અને સાથે કિડનીમાં સ્ટોનને દૂર કરે છે.
દરરોજ નાળિયેર પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જેનાથી કેટલીંક બીમારીઓ દૂર થાય છે.જો વજન ઘટાડવું હોય તો નાળિયેરનું પાણી પીવું બહુ ફાયદાકારક છે. તેમાં બહુ ઓછી માત્રામાં કેલેરી હોય છે અને તેમાં ફેટ નથી હોતું.નાળિયેર પાણી પીવાથી મોડા સુધી ભૂખ લાગતી નથી, તેનાથી વારંવાર જમવાની જરૂર પણ નથી રહેતી.
નાળિયેર પાણી એક લો કેલેરી પીણુ છે. આમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ, એન્જાઈમ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામિન અને વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. દારૂ પીધા પછી હેંગઓવર રહેતું હોય તો નારિયળનું પાણી લો. થોડી જ વારમાં હેંગઓવર ઉતરી જશે.આનું નિયમિત સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે. જેનાથી કોઈપણ રોગ સામે ટકી રહેવાની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
નારિયેળ પાણીમાં દૂધ કરતાં વધારે પોષકતત્વો હોય છે, તેમાં કોલેસ્ટ્રોલ અને ચરબી નથી હોતી. વજન ઘટાડવા માગતા લોકો પણ આનું સેવન બેસ્ટ ઉપાય છે. આમાં ભરપૂર પ્રમાણમાં ઈલેક્ટ્રોલાઈટ અને પોટેશિયમ હોય છે. જે તમારા બ્લડપ્રેશર અને હૃદયની ગતિવિધિઓને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે.કિડનીમાં પથરીની તકલીફ હોય કે કિડનીની બીજી કોઈ સમસ્યા હોય તો પણ નાળિયેર પાણી પીવાથી લાભ થાય છે.
નારિયેળ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરીરમાં પાણી ઓછું નથી થતું. સવારે કસરત કર્યા પછી નારિયેળ પાણી પીવાથી લાભ થાય છે. આમાં બહુ ઓછી કેલરી હોય છે.