ધાધર એ એક ફૂગના કારણે થતો ચેપી રોગ છે ગરમી, પરસેવો, ભેજવાળુ વાતાવરણ, ચામડીનો ઘસારો વગેરે પરિબળો ધાધરના રોગ માટે મુખ્ય જવાબદાર છે. શરૂઆત ધાધર થવાનું પ્રમાણ ઓછુ હતુ પરંતુ હવે નાના બાળકોથી માંડી યુવાનો, વડીલો બધાને આ રોગ થવા લાગ્યો છે. ધાધર થયા બાદ તેને મટાડવા પહેલા અટકાવવાના પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ.
ત્વચા સંબંઘી રોગની વાત આવે એટલે દાદર, ખરજવું, ખંજવાળ જેવી બીમારી ના નામ તો આવે જ એક વખત આ બીમારી થઇ જવા પર તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે.
બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા ધાધર થાય છે અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. તે સિવાય તેને ખરજવું પણ કહેવાય છે. આવા નિશાન ખાસ કરીને ગુપ્તાંગો પર થાય છે.
ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખસ મટે છે.
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે. ટમેટાંના રસમાંથી તેનાથી બમણું કોપરેલ મેળવીને શરીર પર માલિશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખૂજલી મટે છે.રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી ધાધર પર ચોપડવાથી ધાધર મટે છે.
તુવેરનાં પાન બાળી દહીંમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે. આખા શરીરે ખૂજલી આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી ખૂજલી મટે છે. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, દાદર મટે છે.તુલસીના પાનનો રસ શરીર ઉપર ઘસવાથી ખૂજલી મટે છે.
મધ્યમ કદનું, ખેતરમાં થતું બટાકું બાફી, તેની પેટીસ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો, આ રીતે દોઢ માસ સુધી કરવાથી જૂનું હઠીલું સુકું ખરજવું મટે છે.દાદર-ખરજવા ઉપર ઘાસતેલમાં ગંધક મેળવીને લગાડવાથી ખરજવું મટી જાય છે.ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
આ રોગમા ચામડી પર સખત ખંજવાળ આવે છે. જો શરીરમા કોઈ જગ્યા પર ગોળાકાર આકારમા બહારના ભાગમા વધતા ડાઘ દેખાય તો તે દાદર હોઈ શકે છે. શરીરના કોઈ પણ ભાગમા દેખાતા આ રોગ ખાસ કરીને પેટ, બગલ, હથેળી, સાથળ, જનનાંગ, થાપે અને પગના પંજામા વધારે જોવા મળે છે.
દાદર થઈ હોય ત્યારે એન્ટિબાયોટિક, સ્ટીરોઇડ જેવી દવાઓ જાતે જ કે બીજા કોઈના કહેવાથી ગમે તેમ ના લેવી. નિષ્ણાંત ડૉક્ટરની સલાહ મુજબ જ યોગ્ય દવા કરવી. દાદરનો ચેપ લાગેલો હોય ત્યારે સ્વિમિંગ પુલ, ભીના કપડા અથવા બીજાના કપડા કે પગરખાંનો ઉપયોગ ટાળવો જોઈએ.
પોતાનુ સ્વાસ્થ્ય સારુ રાખવા માટે વ્યાયામ, સારો ખોરાક, શરીરની સફાઈ અને નખ કાપેલા રાખવા વગેરે બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.જો થાઇરોઇડ, ડાયાબિટીસ, એઇડ્સ જેવી કોઈ ગંભીર બીમારી હોય તો ડૉક્ટરને જાણ કરી તેને જરૂર કાબૂમા રાખવા જોઈએ.