નાગરવેલના પાન એક એવી ચીજ છે જેનો ઉપયોગ મુખવાસથી લઇને પૂજામાં પણ કરવામાં આવશે. ઘણા લોકોને પાન ખાવાની આદત હોય છે. પરંતુ તે આદત ખરાબ નથી પાના ખાવાના ફાયદા જાણીને તમે પણ અચરજ અનુભવશો પરંતુ આ એક સત્ય છે. પણ પણ સાથે તમાકુ ખાવું એ મોત ને આમંત્રણ આપવા જેવુ છે. ઘણા લોકો નગરવેલ ના પણ ની આડ માં તમાકુ નું સેવન કરે છે જે સ્વસ્થ માટે ખૂબ હાનિકારક છે.
નાગરવેલના પાનમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામિન હોય છે. તેની તાસિર પણ ગરમ હોય છે. જો તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નિવળી શકે છે. પાન અનેક બીમારીઓનો નાશ કરે છે. તેમા અનેક પ્રકારના એંટીસેપ્ટીક ગુણ છિપાયા છે. જાણો કંઈ બીમારીમાં કેવી રીતે અસરકારક છે પાન (નાગરવેલ) ના પત્તા.
નાગરવેલ ના આયુર્વેદિક ગુણો
તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્રોનકાઈટિસને પાનના પત્તા દ્વારા ઠીક કરી શકાય છે. આ માટે 7 પાન ને બે-ત્રણ કપ પાણીમાં સાકર સાથે ઉકાળી લો, જ્યારે પાણી અડધુ રહી જાય ત્યારે ઉકાળવુ બંધ કરી દો. તેને દિવસમાં ત્રણવાર પીઓ.
કફની સમસ્યા છે તો પાનના પત્તાનું પાણી પીવો. આ માટે લગભગ 16 પાનને પાણીમાં ઉકાળી લો, ઓછામાં ઓછા 4 ગ્લાસ પાણી લો, પાણીને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી તે અડધુ ન રહી જાય. આ પાણીનું સેવન કરવાથી કફની સમસ્યાથી છુટકારો મળી જશે. ખીલને દૂર કરવામાં પણ પાનના પત્તા મદદરૂપ છે. આ માટે પાનને વાટી લો, પાણીમાં મિક્સ કરી ઉકાલી લો, ઘટ્ટ મિશ્રણને ફેસપેકની જેમ લગાવો.
બાળકને ફીડ કરાવવામાં સમસ્યા આવી રહી હોય તો પાનના પત્તાને નારિયલ તેલ લગાવી સાધારણ ગરમ કરી લો. કુણા પાનના પત્તાને સ્તનની આસપાસ મુકો. સોજો દૂર થઈ જશે અને સ્તનપાન કરાવવામાં સમસ્યા નહી આવે. શરીરમાંથી દુર્ગંધ વધુ આવે છે તો પાનના પત્તા નાખીને ઉકાળેલુ પાણી પીવો. થોડા જ દિવસોમાં બૉડી ઓડરની સમસ્યામાંથી છુટકારો મળી જશે. મસૂઢામાંથી લોહી આવે છે તો બે કપ પાણીમાં પાન ઉકાળી લો, આ પાણીથી કોગળા કરો. આવુ થોડા દિવસ કરશો તો લોહી આવવુ બંધ થઈ જશે. આ ઉપરાંત મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવાનો પણ આ સારો ઉપાય છે, આ માટે પાન ચાવો.
અચાનક બળી જાય ત્યારે પાનને વાટીને લેપ બનાવીને લગાવી લો. પછી ધોઈ નાખો. ઉપરથી મઘ લગાવી લો, બળતરા શાંત થઈ જશે, આ રીતે આંખોમાં બળતરા થતા 4-5 પાનને ઉકાળી લો. આ પાણીથી આંખો પર છાંટા મારો, આંખોને ખૂબ આરામ મળશે.
પાનમાં રહેલા વિશેષ તત્વોથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. જમ્યા બાદ પાન ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદાઓ થાય છે. પાન ખાવાથી ચરબીના થર પણ દૂર થાય છે માટે નિયમિત પાન ખાવાથી સ્થૂળતા પણ ઘટે છે. તેમાં રહેલ મેટાબોલીઝમ પાચનશક્તિ વધારે જેના કારણે વજન ફટાફટ ઘટવા લાગે છે.
પાન ખાવાથી કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. પાન ચાવવાથી જે રસ નીકળે છે તેનાથી મોંઢાના કેન્સર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. જેને મોં ના કેન્સર તકલીફ હોય તેમને નાગરવેલના 10 થી 12 પાન પાણીમાં ઉકાળવા ત્યાર બાદ તે પાણીમાં મધ નાખી લેવાથી રાહત થાય છે.
આ ઉપરાંત શરદી, તાવ, ઉધરસ, અસ્થમા, જેવી શિયાળુ બિમારીથી નાગર વેલના પાન રક્ષા આપે છે. આ પાન ચાવીને તેનો રસ ઉતારવાથી તમામ તકલીફોમાં રાહત મળે છે. પાન માત્ર મુખવાસ લેવા માટે જ નહિં પરંતુ ઘા પર લગાડવામાં પણ અસરકારક પરિણામો આપે છે. માથાના દુ:ખાવાની તકલીફો પાનનો લેપ લગાડવાથી ઠંડક મળે છે અને અનેક પ્રકારના ઇંફેક્શનથી રાહત મળે છે.