આયુર્વેદ આપણને અવનવી અને વર્ષો જુની ઔષધીનો ઉપયોગ કરતાં શીખવે છે. આયુર્વેદની મદદથી આજકાલ ઘણાબધા અસાધ્ય રોગોની પણ સારવાર શક્ય બની છે. જેથી અમે તમને આયુર્વેદની વિવિધ ઔષધી અને તેના ઉપયોગ વિશે જાણકારી આપતા રહીએ છીએ. તો આજે અમે તમને જણાવીશું 4000 વર્ષ જુનો ઈતિહાસ ધરાવનાર ઔષધી અશ્વગંધા વિશે.
ભારતનાં ઠંડા અને ગરમ બન્ને પ્રદેશોમાં આ ઔષધી જોવા મળતી હોય છે. અશ્વગંધા આયુર્વેદનું અતિપ્રખ્યાત, ખૂબ જ પરિણામદાયી અને અસરકારક ઔષધ છે. અનેક રોગોની સારવાર માટે આ ઔષધીનો સદીઓથી આયુર્વેદ નિષ્ણાંતો ઉપયોગ કરતાં આવ્યા છે. તો આજે જાણી લો અશ્વગંધાના અક્સિર ગુણો વિશે, જે છે તમારા કામના.
અશ્વગંધા વાળા ને સફેદ થતા રોકે છે. અશ્વગંધા ના પ્રોટીન થી વાળ માં તાકત આવે છે અને વાળ મજબૂત બને છે.
નબળો શારીરિક બાંધો ધરાવતા લોકોએ તબિયત બનાવવી હોય તો શિયાળામાં દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બન્ને વધારે છે. વાયુને કારણે થતા રોગોની દવાઓમાં એનો અચૂક ઉપયોગ થાય છે. અશ્વગંધા વાજીકર હોવાથી સ્ત્રી અને પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા સુધારવામાં મદદ કરે છે. પુરુષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે. શ્વસનતંત્રનાં રોગોમાં પણ અત્યંત અસરકારક છે.
બ્લડપ્રેશર વાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડપ્રેશર વાળા લોકો ને અશ્વગંધા ચુર્ણ ને દૂધ સાથે લેવું. આનાથી મન શાંત રહે છે. જે લોકો ને બ્લડપ્રેશર ની માત્રા ઓછી રહેતી હોય તેને આનું સેવન કરવું નહીં. અશ્વગંધા ને તમે 2 થી 5 ગ્રામ રોજ ખાઈ શકો છો. આના માટે તમે ૧૦૦ ગ્રામ અશ્વગંધા ને ૧૦૦ ગ્રામ મીશ્રી માં ભેળવી રાખી લ્યો, આની એક ચમચી રાતે દૂધ સાથે સેવન કરવુ.
ધ્યાન રાખો
વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે, કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી જો તમે તેનો પાઉડર લઈ રહ્યા છો તો તેની માત્રા 1 થી 5 ગ્રામ રાખવી અને ઉકાળો પીવો છો તો 10-20 મિલીગ્રામની માત્રા રાખવી.