ફુદીનો એક એવી ઔષધી છે જેનો દરેક સિઝનમાં ઉપયોગ કરીને વિવિધ રોગ મટાડી શકાય છે. ફુદીનો ગરમી અને ચોમાસાની સિઝનમાં બેસ્ટ “સંજીવની બુટ્ટી” તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ અને સુંગધનો આ પ્રમાણેનો સંગમ બહુ ઓછા છોડ અને ઔષધીમાં જોવા મળે છે. ફુદીનો એક એવો છોડ છે જે બારેય મહિના ઉગે છે. અને તેને ગુણોની ખાણ માનવામાં આવે છે. ફુદીનામાં વીટામીન-એ ભરપૂર માત્રામાં મળે છે. ફુદીનાને વિવિધ રોગમાં પણ મહત્વનો માનવામાં આવે છે.
ફુદીનો હ્રદયની બીમારી, ગરમી, લુ લાગવી, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર રોગને દૂર કરે છે. એ ઉધરસ, અજીર્ણ, એસીડિટી, સંગ્રહણી, અતીસાર, કોલેરાનો નાશ કરનાર છે. ફુદીનો ઉલટી અટકાવે છે, પાચનશક્તી પણ વધારે છે એમાંથી વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં મળે છે. વીટામીનની દ્રષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.
દાંતને સ્વસ્થ રાખવામાં
ફુદીનો તમારા દાંતને લગતી દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.તમને જે પણ દાત માં દુખાવો હોય ત્યાં ફુદીનાનો રસ મૂકી દેવો જેનાથી દુખાવામાં રાહત મળે છે. અને તેના દ્વારા પાયોરિયાની સમસ્યામાથી પણ છુટકારો મેળવી શકાય છે.
પેટ માટે અમૃત
અનેક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ફુદીનાનું સેવન એ તમારી પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો દરરોજ ભોજન કર્યા પહેલા ફુદીનાનું સેવન કરવામાં આવે તો તમારો ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે. અને આથી જ તમને પેટ ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, અપચો,વીટ આવવી, ગેસની સમસ્યા વગેરેમાંથી પણ છુટકારો મળે છે.
મોં ની વાસ માટે
ફુદીનો એ તાજગીથી ભરપૂર હોય છે અને જો તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને તાજગીનો અહેસાસ થાય છે. જે વ્યક્તિઓના મોં માથી ખરાબ વાસ આવતી હોય તેવા વ્યક્તિઓ માટે ફુદીનો ખુબ જ ફાયદાકારક છે. આથી દરેક ટૂથપેસ્ટ માં પણ ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે.
પીરિયડ્સ ના દુખાવામાં પણ રાહત
જો તમે ફુદીનાનું નિયમિત રૂપે સેવન કરતા હોય તો તેના કારણે તમારી માસપેશીઓને યોગ્ય રીતે આરામ મળે છે. જેથી કરીને તમને પિરિયડ માં કોઈપણ પ્રકારનો દુખાવો જેમ કે પેટ માં દુખાવો, કમર માં દુખાવો, ચિડીયાપણું વગેરે માં રાહત મળે છે.
આમ જો નિયમિત રૂપે ફુદીનાનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તમે અનેક પ્રકારની સમસ્યાઓ થી બચી શકો છો.
માથાના દુખાવા થી રાહત મળે છે
જે વ્યક્તિઓને સતત માથાનો દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓ માટે ફુદીનો અમૃત સમાન ગણાય છે. ફુદીનાના રસની અંદર એક ખાસ પ્રકારની સુગંધ હોય છે આથી ફુદીનાના તેલની માલિશ કરવામાં આવે તો તેના કારણે તેઓ માથાનો દુખાવો હોય તો તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત ફૂદીનાના પાનવાળી ચાનું સેવન પણ તમારા માથાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ફુદીનાના રસનું સેવન તમારા શરીરની માંસપેશીઓ રિલેક્સ કરે છે અને આથી જ તમારા માથાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.
ફુદીના ના બીજા પણ ઘણા ફાયદાઓં છે:
- ફુદીનાનું શરબત પીવાથી કોલેરા મટે છે.
- વાયુ અને શરદીમાં પણ ફુદીનાનો ઉકાળો ફાયદારૂપ છે.
- ફુદીનાનો રસ ધાધર પર વારંવાર લગાવાથી ફાયદો થાય છે.
- ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.
- વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.
- ડિલીવરી સમયે ફુદીનાનો રસ પીવાથી નોર્મલ ડિલીવરી થવાની શક્યતા વધારે રહે છે.
- ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા પણ ઘણી ઝડપથી મટી જાય છે.
- ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.