ગર્ભસ્થ શિશુને ગર્ભનાળના માધ્યમથી મળતું પોષણ વિકસિત કરે છે. અને તે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે આ ગર્ભનાળ કાપી નાખવામાં આવે છે. પરંતુ આજે આપણે ગર્ભનાળની નહીં, બલ્કે તે જે નાભિ સાથે જોડાયેલી હોય છે તેની વાત કરવાની છે. નાભિ અથવા ડુંટીનું કદ ભલે એક નાનકડા બટન જેટલું હોય છે. પરંતુ તે આપણા શરીરનો, આપણા સ્વાસ્થ્યનો મહત્વનો હિસ્સો છે.
તે સંખ્યાબંધ નસોના માધ્યમથી આપણા શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલી છે. આટલા નાના બેલી બટન, એટલે કે નાભિમાં પુષ્કળ ઉર્જા ધરબાયેલી હોય છે. તેથી તેની કાળજી પણ એટલી જ જરૂરી છે. આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતિમાં નાભિ ચિકિત્સાને અનોખું મહત્વ આપવામાં આવ્યું છે. તેને માટે ડુંટીમાં હળદર લગાવવામાં આવે છે.
નાભિ માં હળદર લગાવવાથી તમને ઘણા પ્રકારના ફાયદા થઈ શકે છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઘણા તત્વો મળે છે. આ ઉપરાંત હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે. જેનાથી પાચન ક્રિયા સારી રહે છે. નાભિ માં હળદરનો લેપ તમને ઘણા પ્રકારની સ્કિન પ્રોબ્લેમ્સથી પણ બચાવે છે.
હળદરને લગાવવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક રાખવામાં મદદ મળે છે. હળદરમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે. તેને ખાવા અને લગાવવાથી તમને ફાયદો થઈ શકે છે. ભોજન પચાવવા માટે ફાઈબર એક જરૂરી તત્વ છે. તેનાથી પેટનો દુખાવો અથવા અપચાની સમસ્યા નથી થતી.
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે. નાભિ પર હળદર અને સરસોનું તેલ મિક્ષ કરીને લગાવવો, તેનાથી બેક્ટીરિયલ અને શિયાળાની ઋતુમાં થનાર વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાશે. અપચો અથવા કબજીયાતના કારણે પેટમાં દુખાવો કે સોજાની સમસ્યા થાય છે તો તેનાથી પણ તમે નાભિ પર હળદર અને નારિયેળનું તેલ મિક્ષ કરીને લગાવી શકો છો. તેનાથી તમને સોજામાં પણ રાહત મળશે.
હળદરમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. રાતે નાભિ પર હળદર લગાવીને સુવો. તેનાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળશે. આજકાલ દર બીજી-ત્રીજી મહિલાને માસિકની સમસ્યા હોય છે. જો પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો થતો હોય તો રુના પુમડામાં થોડી હળદર લગાવીને નાભિમાં લગાવવાથી આ દુખાવામાં રાહત મળે છે.