જુવારમાં અનેક પ્રકારના પ્રોટીન, વિટામીન, મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જુવારમાં પુષ્કળ પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન-B પણ હોય છે. જુવાર ખૂબ ઓછી કેલરીમાં વધુ પોષણ આપતું અનાજ છે. જુવારની ખેતી ભારતમાં પ્રાચીન કાળથી થતી આવી છે, લોકો જુવારનો ઉપયોગ અનાજ તરીકે કરે છે. જુવારના ફાયદાની વાત કરીએ તો તે કફ અને પિત્તને દુર કરે, શરીરને શક્તિ આપે, થાક દૂર કરે, વીર્ય વધારે, બળતરા, ગેસ, મેદસ્વીપણું અને લોહીના પિત્તનો નાશ કરે છે. તે ખુબ જ પૌષ્ટિક, પાચક, રક્ત શુદ્ધિકરણ અને કફ દૂર કરનારું છે.
જુવારનો રોટલો પણ બને છે અને ઘણા લોકો રોટલી પણ બનાવે છે, લોકો પોતાની પસંદ અનુસાર બનાવતા હોઈ છે, દિવસમાં ઓછામાં ઓછું એકવાર જુવારની રોટલી-રોટલો ખાવો શરીર માટે ખુબ જ સારું મનાય છે. જુવાર નો રોટલો શરીર માટે અત્યંત ફાયદાકારક છે. જુવારમાં રહેલું પોટેશિયમ, મેગ્નેશિયમ અને ખનિજો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
જુવારમાં વધારે પ્રમાણમાં વિટામીન અને મિનરલ હોય છે. તે આપણા શરીરને ખૂબ જ વધારે પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડે છે, તેનું નિયમિત રીતે સેવન કરવાથી આપનું હૃદય સ્વસ્થ રહે છે. જુવારની તાસીર ઠંડી પ્રકૃતિની હોવાથી ગરમીની સીજનમાં તેનું સેવન કરવાથી વધરે ફાયદો થાય છે. જો તમે તમારા વજનને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો તમારા ખોરાકમાં જુવાર ઉમેરી શકો છો કારણ કે જુવારમાં વધારે ફાયબર હોવાને કારણે તે પાચનને બરાબર રાખે છે અને શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.
જો ઋતુમાં પરિવર્તન થવાને કારણે ઉધરસ આવે છે, તો પછી ગોળ સાથે જુવારના શેકેલા દાણા ખાવાથી ખાંસીમાં ફાયદો થાય છે. જુવારના બીજનું સેવન કબજિયાત, એસિડિટી અને અન્ય પાચક રોગોમાં ફાયદાકારક છે. જુવાર કબજિયાતને દૂર કરવામાં મદદગાર છે કારણ કે જુવારમાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
જુવારના દાણાને બાળીને તેની રાખ સાથે દાંત સાફ કરવાથી દાંત હલવા, પેઢામાંથી લોહી નીકળવું, મોથી દુર્ગંધ આવતી જેવી સમસ્યા મટી જાય છે. જુવારના નરમ દાણા શેકીને ખાવામાં આવે છે. જુવારમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર મળી આવે છે. માટે તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા માટે અતિ ઉપયોગી સાબિત થાય છે. જુવારના શેકેલા દાણાને ગોળ સાથે ખાવાથી શ્વાસ ફુલવો અને શ્વાસ નળીના સોજા વગેરે રોગો મટાડે છે. જુવારનો ઉકાળો કરો અને તેને 10-20 મિલીમાં પીવો, તે કિડનીના રોગો મટાડે છે.
જુવારની દાંડીનો 5-10 મિલીનો રસ પીવાથી કિડનીના રોગો અને પેશાબમાં તકલીફ જેવી સમસ્યામાં ફાયદો થાય છે. તેનાથી ઘા સુકાઈ જાય છે. માંદગી અથવા અન્ય કારણોસર થનારી નબળાઇમાં જુવારમાંથી બનાવેલ પદાર્થો સેવન કરવાથી ફાયદો થાય છે. જુવારના દાણા ઉકાળી લો, તેનો રસ નીકાળી તેમાં સમાન પ્રમાણમાં એરંડા તેલ મિક્સ કરો. ત્યારબાદ આ લેપ કરવાથી સાંધાના દુખાવામાં રાહત આપે છે.
જુવારના લીલા પાંદડા પીસીને શરીર પર લગાડવાથી ત્વચાના રોગોમાં ખૂબ ફાયદો થાય છે. જુવારના દાંડીની ગાંઠોને પીસીને તેમાં એરંડાના તેલને મિક્સ કરીને લગાવવાથી ખંજવાળ મટે છે. ગરમીના કારણે શરીરમાં થતી બળતરાને દુર કરવા માટે જુવારના લોટને પાણીમાં ઘોળીને તેનો શરીર પર લેપ કરવાથી બળતરા ઓછી થાય છે.
શેકેલી જુવારને પતાસાની સાથે ખાવાથી પેટની બળતરા અને વધારે પડતી તરસ લાગવાનું બંધ થઇ જાય છે. જુવારનું સેવન કરવાથી બાવાસીર, હરસ-મસા જેવા રોગોમાં ખુબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન-E મળી આવે છે. અને શાકાહારી લોકો માટે જુવારનો લોટ એ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે.
જુવારના દાણા ઉકાળી, તેનો રસ કાંઢીને તેમાં સમાન પ્રમાણમાં એરંડા તેલ મિક્સ કરો. તેનો લેપ કરવાથી લકવામાં રાહત મળે છે.
જુવારની દાંડીનો 5 મિલી રસ મેળવી પીવાથી કમળો મટે છે. જુવારના દાણાને તાપમાં શેકવાથી અને તેને ખાવાથી કમળો, ગોનોરિયા, લ્યુકોરિયા વગેરેમાં ફાયદાકારક છે.
આમ, નિયમિત જુવારનો રોટલો અથવા રોટલીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે, જુવારના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં જુવારનો ઉપયોગ કરી શકો છો.