મૂળા ખૂબ જાણીતા છે અને ભારતમાં સર્વત્ર થાય છે.પ્રાચીન કાળથી મૂળાનો ઉપયોગ થાય છે.બી વાવી મુળા નુ વાવેતર થાય છે.મૂળા પણ ગાજર ની જેમ જમીનની અંદર થાય છે.મારવાડી મૂળા પ્રમાણમાં ઘણા મોટા, ખાવામાં તીખાશ વગરના અને સરળતાથી પચાવી શકાય તેવા હોય છે.મૂળા કાચાં ખવાય છે. મૂળાનું અને તેના પાનનું શાક પણ થાય છે. કુમળા મૂળાનું અથાણું અને રાયતું બને છે.કેટલાક લોકો મૂળાના પાન માં ચણાનો લોટ મેળવીને સ્વાદિષ્ટ શાક બનાવે છે. તો કેટલાક લોકો મુઠિયાં પણ બનાવે છે.મૂળાની શીંગને મોગરી કહે છે, તેનું પણ શાક અને રાયતું થાય છે.નાના મૂળાને મુલક અથવા મુળી કહે છે,મૂળાના બીમાંથી તેલ નીકળે છે તેની સુગંધ અને સ્વાદ મૂળા જેવા જ હોય છે, એ તેલ વજનમાં પાણીથી ભારે અને રંગ વગરનું હોય છે.
કુમળા મૂળાનું કચુંબર ભોજન સાથે ખાવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. શિયાળામાં મૂળા દીપન-પાચન અને પોષણ આપનાર છે.મૂળાના પાન વધારે પ્રમાણમાં ખાવાથી પેશાબની છૂટ રહે છે અને દસ્ત પણ સાફ આવે છે.મૂળાના કંદ કરતાં તેનાં પાનના રસમાં ગુણ વધુ છે.મૂળાના પાન પાચનમાં હલકા, રુચિ પેદા કરનારા અને ગરમ છે એ.મૂળા કાચા ખાવાથી પિત્ત વધારે છે, પરંતુ તેના પાનનો ઘી માં શાક કરીને ખાવાથી ગુણકારી બને છે.
મૂળા ના ફાયદા:
મુળાના પાનના રસમાં સોડા બાયકાર્બ મેળવીને પિવડાવવાથી પેશાબ સાફ આવે છે અને મૂત્રાવરોધ દૂર થાય છે. કુમળા મૂળા ના પાનના રસમાં સુરોખાર નાખી દુંટી પર લેપ કરવાથી મૂત્રાઘાત મટે છે. મુળાના પાનના રસમાં સુરોખાર નાંખી પીવડાવવાથી પથરી માટે છે. મૂળાના ચાર તોલા બીને અર્ધા શેર પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે. મૂળાનાં બીનું ચૂર્ણ પીઠ પર થતી વાયુની પીડા પર અપાય છે. મૂળાના બીને અંધેડાના રસમાં પીસીને લેપ કરવાથી કરોળિયા મટે છે.
કીડનીની પથરીમાં મૂળો તેના મૂત્રલ ગુણને લઇને બહુ ઉપયોગી છે . પથરીની પ્રારંભિક અવસ્થામાં મૂળાના પાંદડાનો રસ રોજ સવારે નરણા કોઠે સેવન કરવા યોગ્ય છે.કૂમળા મૂળાનો રસ નમક અને ખડી સાકર મેળવી એક ચમચી (પાંચ મી.લી.) દર કલાકે પીવાથી જાડા-ઊલટી માં ફાયદો થાય છે.
પયોરિયાના દર્દી એ મૂળાના પતીકા કરી તેની ઉપર નમક ભભરાવી ખૂબ ચાવવા. મૂળામાંથી છૂટતો રસ પેટમાં ન જવા દેતાં મોંમાં રાખી એના કોગળા કરવા. બે મિનિટ આમ કરી રસ થૂંકી દેવો. દિવસમાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરવો. આજ પ્રયોગ પીળા પડી ગયેલાં દાંતથી શુધ્ધિ કરી એને સફેદ ચમકદાર કરવાનો ગુણ પણ ધરાવે છે.
નરણા કોઠે મૂળા ખાવાથી છાતીમાં દુખાવો થાય છે અને પિત્ત ઉશ્કેરાય છે. તેમજ શરદ ઋતુમાં પણ મૂળા ખાવા હિતાવહ નથી. વૈજ્ઞાનિક મત પ્રમાણે મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ છે. મૂળામાં વીટામીન ‘એ’, ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ છે. મૂળા નો ઉકાળો કરી તેમાં પીપરનું ચૂર્ણ મેળવીને પીવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે. કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી અથવા તેના પાનના રસમાં સાકર મેળવીને પીવાથી પીત્ત મટે છે.
મૂળાના રસમાં લીંબુનો રસ મેળવીને પીવાથી ભોજન પછી પેટમાં થતો દુખાવો કે ગેસ મટે છે તેમજ અપચો કે અપાતી થયેલી ઊલટી કે ઝાડા મટે છે.મૂળા અને તલ ખાવાથી ચામડીની નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને સોજો મટે છે.
માસિક ન આવુતં હોય,માસિક બે-ત્રણ માસ સુધી લંબાઈને આવતું હોય, માસિક આવે ત્યારે ઘણી પીડા થતી હોય તો મૂળાના બી પાંચનંગ બારીક પીસીને એનું ચૂર્ણ કરવું. અલ્પ માત્રામાં મધ સાથે દિવસમાં બે વખત ચાટવું.મૂળો તેમાં રહેલાં વિષવિરોધી ગુણને કારણે – આંકડો, ધતૂરો જેવાં વનસ્પતિજન્ય ઝેર, ફૂડ પોઇઝનીંગ, ઔષધીજન્ય ઝેરી અસર જેવી કે લીડ પોઇઝનીંગ વખતે ઝડપથી અસર કરી વિષતત્ત્વોને મૂત્રમાર્ગે બહાર ફેંકી દેતી એક અનન્ય ઔષધી પુરવાર થઇ છે. આવા મૂળાનો રસ આપવો. આ સિવાય વીંછી, ભમરી જેવાં ઝેરી જીવજંતુના ડંખ પર મૂળાના બીજ વાટી લગાવવાથી ઝેરની અસર ઘટી વેદના શાંત થશે.