શું તમને પણ કમ્પ્યુટર પર કામ કરતાં લાગે છે આંખો નો થાક? તો અચૂક અપનાવો થાક થી રાહત મેળવવાના આ ઉપાયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ  કારણ કે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણી આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે.

સતત કોમ્પ્યુટરનો વપરાશ કરવાથી થતી તકલીફોનું નામ છે કોમ્પ્યુટર વિઝન સીન્ડ્રોમ, જેમાં આંખની સાથે સાથે શરીર અને મન પર પણ થાક લાગે છે. જે લોકો ત્રણ – ચાર કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તે લોકોને આંખની તકલીફ થવાનું જોખમ વધુ રહે છે. આજકાલ બાળકોથી લઈ વડિલો પણ કોમ્પ્યુટર, મોબાઈલ સહિતના ઉપકરણોનો ઉપયોગ કરતા થયા છે.

આંખના થાકથી તમને બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. તેના કેટલાક મુખ્ય લક્ષણ છે આંખનું લાલ થવું કે પછી તેમાં બળતરા થવી, જોવામાં તકલીફ, આંખનું સુકાવુ કે પછી આંખમાં વારંવાર પાણી આવવું, ધૂધળું દેખાવું કે પછી ડબલ દેખાવું, પ્રકાશમાં આવવાથી વધારે સેંસિટિવ થવું, ગળું, પીઠ, કે પછી પીઠમાં દુખાવો થવો.

આંખ ના થાક થી બચવાના ઉપાયો

જો તમે કોમ્પ્યુટર કે બીજા કોઈ અન્ય સ્ક્રીન પર 20 મિનિટથી વધારે કામ કરતા હોય તો આ નાનો એવો વ્યાયામ તમારી આંખની બળતરાથી આરામ અપાવી શકે છે. તમે 20 ફૂટ દૂરની કોઈ પણ વસ્તુને ૨૦ સેંકડ માટે જોવો અને તે પ્રક્રિયાને ઘણી વાર કરો. તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીનને પોતાનાથી 20 થી 26 ઈંચ દૂર રાખો અને સાથે જ તે વાતનું પણ ધ્યાન રાખો કે કોમ્પ્યુટર કે લેપટોપ તમારી આઈ લેવલથી ઓછા હોય.

લાઇટમાં કામ કરવું

રાત્રે લેપટોપ અને કોમ્પ્યુટર પર કામ કરતા સમયે લાઇટ બંધ કરી દેવી એ બિલકુલ ખોટું છે. કારણકે જ્યારે લાઇટ આંખો પર પડે છે તો આંખો ખરાબ થવાનો ડર રહે છે. જેથી હંમેશા રૂમની લાઇટ ચાલુ રાખીને લેપટોપ અને કોમ્પ્યુટર પર કામ કરવું.

કોમ્પ્યુટરથી  થોડું દૂર બેસવું

આખો દિવસ કોમ્પ્યુટર સામે બેસીન રહેવાથી આંખો પર ખરાબ અસર પડે છે. જ્યારે કામ કરતા સમયે આંખોને કોમ્પ્યુટરથી આશરે 40 સે.મી દૂર રાખવી. તેનાથી કોમ્પ્યુટરની લાઇટની આંખો પર ઓછી અસર પડે છે.

આંખોને આરામ આપવો

જો મોબાઈલ પર અથવા કોમ્પ્યુટર વધારે કામ  કરવાનું હોય તો લેપટોપ ના સ્ક્રીન ના ઉપર ના કિરણો થી બચવા માટે પ્રોટેક્શન ગ્લાસ લગાવવા જોઈએ જેનાથી કોમ્પ્યુટર થી નીકળતા હાનીકારક કિરણો થી આંખો ને બચાવી શકાય. તેના સિવાય આંખો ના સ્વાસ્થ્ય માટે વધારે માં વધારે લીલી શાકભાજીઓ નું સેવન કરવું આંખો માટે ઘણું વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કામ કરતા સમયે વચ્ચે-વચ્ચે આંખોને આરામ આપવો. કામ દરમિયાન દર 40 મિનિટમાં થોડોક બ્રેક લેવો અને આંખોને બંધ કરીને આરામ આપવો. જેનાથી આંખનો થાક દૂર થાય અને આંખો પણ સ્વસ્થ રહે.

આંખો ની કસરત કરવી

આંખનો થાક દૂર કરવા માટે દરરોજ આંખની માલિશ કરવી. તેનાથી આંખમાં રક્ત સંચાલન યોગ્ય રીતે થાય અને તે આંખની આસપાસની માંસપેશિયોને પણ આરામ આપશે. તેનાથી ટિયર ગ્લેંડ પણ યોગ્ય રીતે કામ કરવા લાગે છે. જેનાથી આંખો ભીની રહે છે અને સૂકાપણાનો અહેસાસ થતો નથી. કામ દરમિયાન દિવસમાં બે વખત આંખોની કસરત કરવી. જેના માટે 5 મિનિટ આંખોને પટપટાવી, આંખોને ડાબી-જમણી બાજુ ફેરવવી. જેથી આંખની કસરત થશે અને આંખો પણ સારી રહેશે.

દરરોજ આંખની કસરત એટલે કે આઈ એક્સસાઈઝ કરવાથી આંખનો થાક આરામથી દૂર થઈ જાય છે. આંખની કસરતથી આંખમાં રક્ત સંચાલન સારુ રહે છે અને આંખની માંસપેશિયાં વધારે લચીલી થઈ જાય છે જેથી ધ્યાન આપવામાં સરળતા રહે છે. જ્યારે વધુ સમય સુધી વાંચવામાં કે પછી મોડે સુધી કમ્પ્યુટર કે પછી ટીવીની સામે બેસવાથી આંખ થાકી જાય છે. ત્યારે હથેળીઓથી માલિશ કરવાથી  આંખને આરામ મળે છે. તેનુ મુખ્ય ઉદ્દેશ્ય આંખને આરામ આપવાનો હોય છે.

આંખો ને પાણી થી ધોવી

જો આંખમાં તણાવની સાથે સાથે સોજા પણ હોય તો તેને ઠંડા પાણીથી શેકવી. એક ચોખ્ખા કપડાંમાં થોડાક બરફ લપેટીને તેને બંધ આંખો પર રાખવી. આમ કરવાથી પાંચ-દસ મિનિટમાં આંખના સોજા જતા રહેશે. દિવસમાં ઓછામાં ઓછા 4-5 વખત આંખોને ધોવી. જેથી આંખોમાં ડ્રાયનેસની સમસ્યા થતી નથી અને આખી લાઇફ  આંખો સ્વસ્થ રહે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top