કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટાશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવામાં આવે છે. તે એક દિવસ માં 1200 લીટર લોહી શુદ્ધ કરે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મ માં પણ કિડની ની મોટી ભૂમિકા છે. કિડનીમાં મૂત્રવાહીની, મૂત્રાશય અને મૂત્રનલિકા જેવી રચના આવેલી હોય છે જે રુધિરનું ગાળણ કરે છે.
કિડનીનો આકાર કાજુ જેવો હોય છે જે પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુ ની બંને બાજુએ (પીઠના ભાગમાં) છાતીના પાંસળીઓની પાછળ સુરક્ષિત રીતે આવેલી હોય છે જયારે મૂત્રાશયમાં 400 મીલીલીટર જેટલો પેશાબ એકઠો થાય છે ત્યારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે.
કિડની ના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડની ની કાર્યક્ષમતા માં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્ય બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લાં તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫ – ૧૦ % દર્દીઓને જ આ સારવાર પરવડે છે. જયારે બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઈચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સે.કે.ડી.મા કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર પડે તે તબક્કાને દુર કરી શકાય છે.
કિડની ના કાર્યો
કિડની પેશાબ દ્વારા બિનજરૂરી પ્રવાહી, ક્ષાર અને એસીડ આલ્કલીનું નિયમન કરે છે. લોહીમાંના આ પદાર્થોની માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી કિડની શરીર તંદુરસ્ત રાખે છે.
કિડનીના રોગો થવાના કારણ
પેશાબ લાગે ત્યારે કરવા ના જવાથી કિડની ખરાબ થાય છે.ઓછી માત્રામાં પાણી પીવાથી.વધારે પડતી માત્રામાં મીઠું (નમક) ખાવાથી. જો હાઈ બ્લડ પ્રેશર ની અને ડાયાબિટીસની સમસ્યા હોય અને તેનો સમયસર ઈલાજ ના કરાવીએ તો તેની સીધી અસર કિડની પર થાય છે. શરાબ પીવાથી લીવરની સાથેસાથે કિડની ખરાબ થાય છે. દુખાવાની દવા લાંબા સમય લેવાથી કિડની ખરાબ થાય છે.અમુક દેશી દવાઓનું સેવન પણ કિડનીને અસર કરે છે.સામાન્ય વ્યક્તિ માટે સૂચનો
કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો
નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું: નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.
પૌષ્ટિક ખોરાક લેવો: ખોરાકમાં નમક (મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. 40 વર્ષની ઉંમર બાદ ખોરાકમાં નમક (મીઠું) નું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.
યોગ્ય વજન જાળવવું: સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.
પાણી વધારે પીવું: તંદુરસ્ત વ્યક્તિએ રોજ 2 લિટર (10-12 ગ્લાસ) થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ 3 લિટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.
ધૂમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો: ધૂમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાઈ જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોંચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.
દુખાવાની દવાઓથી દૂર રહો: ઘણા લોકો સાંધા કે શરીરના દુખાવા માટે ડૉક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.