આધુનિક જીવનશૈલીના કારણે લોકોની ખાવા પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, સલાડ, દાળ જેવી પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતાં તેવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી ગયું છે. લોકો પીઝા. બર્ગર, સેન્ડવીચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડડ્રીક્સનો ઉપયોગ ભોજન તરીકે કરવા લાગ્યા છે. સવારના નાસ્તામાં પણ લોકો પરોઠા, ભાખરીના બદલે ઓટ્સ કે બ્રેડ ખાવા લાગ્યા છે.
સ્વાદિષ્ટ અને ઝડપથી મળી જતી આ વસ્તુઓ જીભનો સ્વાદ તો જાળવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. કારણ કે આ વસ્તુઓમાં મેંદાના લોટનો ઉપયોગ થાય છે. મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય તો ખરાબ થાય જ છે સાથે જ શરીર સ્થૂળ થઈ જાય છે.
મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે એમાંથી ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે વેસ્ટ અથવા કચરો વધે છે એ છે મેંદો.
મેંદાને વધારે સફેદી અને ચમક આપવા માટે ઘઉંને પીસી લીધા બાદ કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. મેદાને તૈયાર કરવા માટે કેલ્શ્યિમ પર ઓક્સાઇડ, ક્લોરીન ઓક્સાઇડથી બ્લીચિંગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ એક ખતરનાક કેમિકલ છે. જે આપણા શરીરમાં પ્રવેશતાં આપણા સ્વાદુપિંડની અંદર રહેલા બીટા સેલ્સનો નાશ કરે છે. આપણા શરીરમાં ઝરતું ઇન્સ્યુલિન આ બીટા સેલ્સને આભારી હોય છે. આ કોષોનો નાશ થતાં શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરિણામે નવા ડાયાબેટિક પેશન્ટોનો જન્મ થાય છે.
મેંદામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ પણ વધી જતું હોય છે. એટલા માટે શરીરમાં બ્લડ ગ્લુકોઝ જમા થવા લાગે છે. તેના કારણે વ્યક્તિને હ્રદયરોગ, ડાયાબિટીસ, ગાંઠિયા જેવા રોગનો થવાની સંભાવના વધી જાય છે. તે ઉપરાંત મેંદાનું ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરવાથી પાચન તંત્રને લગતાં રોગો અને પેટને લગતાં રોગોમાં પણ વધારો જોવા મળે છે.
આજકાલના લોકો મેંદાની વસ્તુઓ નો સ્વાદ માણવાનું છોડતા નથી. જો તમે સામાન્ય ખોરાક લીધો હોય તો તેમને શરીરમાંથી પાચન બહાર નીકળતા ફક્ત ૨૪ કલાક લાગે છે. પરંતુ જો તમે આની સાથે જ ફ્રુટ લીધું હોય દૂધ લીધું હોય તો તેમને પચવામાં શરીરને ૧૮કલાક લાગતા હોય છે. પરંતુ જુઓ ખોરાકમાં મેંદાની વસ્તુઓ લેવામાં આવે તો ત્રણ દિવસ સુધી મેં તો શરીરમાં જામ થયેલો રહે છે.
મેંદો ખૂબ જ ચીકણો અને ખૂબ જ સ્મુધ હોય છે. તેમાં કોઈપણ પ્રકારનો ડાયટરી ફાઇબર હોતું નથી. તે પચવામાં ભારે હોય છે. ત્યારથી ચીકણો હોવાથી તેનું સેવન કરવાથી અતરડા માં ચોટી જાય છે. તેથી આપણને પાચનને લગતી ઘણી બધી તકલીફ થવાની શક્યતા રહે છે. તે ઉપરાંત મેંદાનું સેવન કરવાથી મોટા ભાગના વ્યક્તિને કબજિયાત થવાની પણ શક્યતા રહેતી હોય છે.
મેંદામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાના કારણે સ્થૂળતા વધે છે. તેનું વધારે સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે. મેંદાનું સેવન કરતા રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે જેનાથી બીમારી થવાનો ખતરો વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે મેંદાનું ખૂબ ઓછું સેવન કરવું જોઇએ.
મેંદો દરેક લોકોના રસોડામાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. છતા પણ તમે તેનાથી બનેલા ફૂડને રોજ સ્વાદ લઇને ખાઓ છો. તેને ખાવાથી શરીરને તરત નુકસાન પહોંચે છે. લાંબા સમય સુધી તેનું સેવન કર્યા બાદ શરીર ને ખોખલું કરી નાખે છે.