આપણે ત્યાં ઘઉંના ફાડાની આઈટમ તો વર્ષોથી રસોડાનો ભાગ છે. પછી તેની ખચડી બનાવીએ કે લાપસી. ઘઉંના ફાડાને થુલી પણ કહેવાય છે. તેનું કારણ છે ઘઉંના ફાડાની આઇટમ્સ બનાવવામાં સહેલી અને પચવામાં પણ ખબજ હળવી હોય છે. પણ આ ઉપરાંત આ ફૂડ ખૂબ જ ન્યુટ્રિશનય યુક્ત હોય છે. વજન ઉતારવાથી લઈને ડાઇજેશન અને કબજીયાતમાં ખૂબ જ ઉપયોગી ફૂડ છે ઘઉંના ફાડા અને તેની આઈટમ્સ. જ્યારે તમને તેના ફાયદા જાણશો તો રોજ પોતાની ડિશમાં સમાવેશ કરી લેશો.
જો દરરોજ સવારે 50 ગ્રામ ઘઉંની થૂલી ખાશો તો તે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે. ઘઉંની થૂલી વિટામિન અને પ્રોટીન થી ભરપુર હોય છે. આ સિવાય તેમાં ઓછી કેલરી અને ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ઘઉ ની થૂલી એ એક આહાર છે જે શરીરના તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. સવારે ઘઉંની થૂલી ખાવાથી દિવસ માટે જરૂરી બધા તત્વો શરીરને મળી રહે છે.
રોજ એક બાઉલ ઘઉંના ફાડાની ખીચડી અથવા બીજી આઈટમ ખાવાથી વજન ઉતરે છે. ઘઉંના ફાડામાં ફાઈબર પ્રચૂર માત્રામાં હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઉતારવામાં મદદ મળે છે. તેમજ કેલેરી પણ ઓછી હોવાના કારણે બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક બાઉલ ઘઉંના ફાડાને દુધ સાથે ખાવ તો તેમાં માત્ર 220 કેલેરી જ હોય છે.
સાંભળીને વિશ્વાસ નહીં આવે પણ ઘઉંના ફાડા તમને સિક્સ પેક બનાવવામાં ખૂબ મદદરુપ થશે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટિન, મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. જે તમારા બોડીમાં મસલ્સ માસ વધારે છે અને તમારા વર્કઆઉટની અસર જલ્દી દેખાવામાં મદદ કરે છે. ઘઉંના ફાડાની ખીચડી નાના દૂધ પીતા બાળકો માટે માતાના દૂધ ઉપરાંત બીજો સૌથી બેસ્ટ વિકલ્પ છે. માતાનું દૂધ છોડાવીને ધીમે ધીમે તેને અન્ય ફૂડની શરુઆત કરાવવી હોય તો થુલીની ખીચડી અને બીજા શાકભાજી સાથે ભેળવીને દઈ શકાય છે.
ઘઉંના ફાડા વિટામિન-B, મિનરલ્સ, ફાઇબર્સ અને પ્રોટિનનો કુદરતી સોર્સ છે. જે બીજા પેકેજ્ડ ફૂડ કરતા ક્યાંય વધુ આરોગ્યપ્રદ અને પોષણક્ષમ આહાર છે. તેમાંથી તમે સાદી ખીચડી, મસાલા ખીચડી, લાપસી વગેરે જેવી અનેક ડિશ બનાવી શકો છો જે તમારા શારીરિક વિકાસ પામતા બાળક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
ઘઉંની થૂલી નું સેવન મહિલા ઓને સ્તન કેન્સરથી બચાવે છે. આજકાલ તે મહિલાઓમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ઘઉંની થૂલી માં પૂરતા પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે, જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. સંશોધનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફાઈબરથી ભરપૂર અનાજ લંગડા, સ્તન, અંડાશયના કેન્સર જેવા જોખમી રોગોથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે.
ઘઉંની થૂલી નું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે. ખરેખર, ઘઉંની થૂલી લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટાડવામાં અને ઇન્સ્યુલિન માં વધારો કરવામાં મદદ કરી શકે છે. આ ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે મદદ કરી શકે છે. આયર્ન નો અભાવ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટાડે છે. હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે શરીરમાં નબળાઈ અને થાકની ફરિયાદ સામાન્ય છે. ઘઉંની થૂલી એ આયર્નનો સારો સ્રોત છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સંતુલિત કરે છે. આ સિવાય ઘઉંની થૂલી શરીરનું તાપમાન અને મેટાબોલિઝમ પણ યોગ્ય માત્રામાં જાળવી રાખે છે.
કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ફાઈબરથી ભરપૂર આહાર લેવો જોઈએ. ઘઉંની થૂલી આમાં મદદ કરી શકે છે, કારણ કે ઘઉ ની થૂલી માં સારી માત્રામાં રેસા મળે છે, જે એક સાથે સ્ટૂલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે. આ કબજિયાતની સમસ્યાથી રાહત આપી શકે છે. ઘઉં ના ફાડા માં રહેલા ‘બિટેઇન’ નામનો પદાર્થ સોજાને ઓછા કરે છે અને ઘૂંટણના દર્દો, હાર્ટના રોગો, અલ્ઝાઇમર્સ વગેરે રોગોને દૂર રાખે છે.