લોકો અવારનવાર મસૂર, મગ, ચણા જેવા કઠોળનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય મઠની દાળનું સેવન કર્યું છે? જી હા, મઠની દાળ, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. મઠની દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, તેમજ મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, આયર્ન, કોપર, સોડિયમ અને ઝિંક જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ છે.
મઠની દાળના ફાયદા:
મઠની દાળનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક છે. વજન ઓછું કરવા માંગતા લોકો માટે તો મઠની દાળનું સેવન વરદાન રૂપ છે. કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી.
આજકાલ દરેકને કોઇને કોઇ વાતનો સ્ટ્રેસ હોય છે, પરંતુ મઠની દાળના સેવનથી સ્ટ્રેસ ઓછો થાય છે. કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે.
મઠની દાળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે. મઠની દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી મઠ દાળનું સેવન સ્નાયુઓને મજબૂત બનાવે છે.
શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે મઠની દાળનું સેવન ફાયદાકારક છે. કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. જે હૃદયને લગતા રોગોનું જોખમ ઘટાડે છે.