Breaking News

માત્ર એક ચમચી આ ચમત્કારી ચૂર્ણથી 50થી વધુ ગંભીર રોગ ગાયબ, ગેસ અને વાયુના રોગનો તો 5 મિનિટમાં સફાયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ભગવાને આપણને એક થી એક ચડિયાતી અનેક અદભૂત વસ્તુઓ આપી છે. કોઈ લવણ રૂપે, કોઈ અનાજ સ્વરૂપે તો કોઈ વનસ્પતિ સ્વરૂપે. એવીજ એક વસ્તુ છે હિંગ. હિંગનો ઉપયોગ ભારતીય મસાલામાં થાય છે. આયુર્વેદ અને યુનાની દવાઓમાં હિંગનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થાય છે. હિંગ એ હિંગના વૃક્ષનો રસ છે. તે સુકાઈ ગયા પછી ઘન સ્વરૂપમાં ગાંગડા બને છે. હિંગ ના ફળ નાના હોય છે. આ ફળના ડીટ આગળ થી રસ નીકળે છે તે ધીરે ધીરે સુકાઈ જાય છે અને તે ઘન સ્વરૂપ બને છે.

હીંગની સાથે બીજા પદાર્થો મિક્સ કરીને તેનું ચૂર્ણ અને ગોળી બનાવવામાં આવે છે. પેટના વિકારો અને ખાસ કરીને વાયુજન્ય વિકારોને દૂર કરવામાં હિંગ મહત્વ નું સ્થાન ધરાવે છે. હિંગ ને મુખ્ય રાખીને તેના ચૂર્ણ અને ગોળીઓ બનાવવામાં આવે છે. આ ચૂર્ણ અને ગોળીઓના વપરાશ થી તરતજ લાભદાયક પરિણામો મળે છે.

સૂંઠ, લીંડીપીપર, સિંધાલૂણ, જીરૂ, કાળાં મરી, અજમો, સંચળને દશ દશ ગ્રામ લઈ બરાબર ખાંડી બારીક ચુર્ણ બનાવી. બે ગ્રામ હીરા હિંગને દેશી ઘીમાં શેકીને બારીક વાટી પાઉડર કરવો આ ભૂકો આગળના ચૂર્ણમાં ઉમેરી બરાબર મિક્ષ કરી જરૂર પડે ત્યારે આ ચૂર્ણ લઇ શકાય. ભારત ના લગભગ બધા ઘર માં હિંગ નો ઉપયોગ કરવામાં આવે છે. હિંગ ને ખાસ કરીને દાળ શાક ના વઘાર કરવામાં વાપરવામાં આવે છે, તેથી તેને વઘાણી પણ કહેવાય છે.

હીંગ તમામ પ્રકારના જંતુના કરડવાથી કુદરતી મારણ તરીકે કામ કરે છે. ફેફસાંના રોગ માં હિંગ ખુબ જ ફાયદાકારક છે. ફેફસાના રોગ માં હિંગને પાણી માં વાટીને આપવી હિતાવહ છે. તેનાથી કફ પાતળો અને ઓછો થાય છે. પેટમાં ખુબ વાયુ ચડ્યો હોય, પેટ ખુબજ દુખતું હોય, તો ડુંટી ની આજુબાજુ અને પેટ ઉપર લેપ કરવાથી થોડી જ વાર માં મટે છે. બાળકોને ચૂંક આવતી હોય તો પણ તેમની ડુંટી ઉપર હિંગ ચોપડવાથી વાછૂટ થઇ જલ્દી જ રાહત થાય છે.

હીંગમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન જેવા અસંખ્ય પોષકતત્વો અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પુષ્કળ માત્રામાં બાષ્પશીલ આવશ્યક તેલ હોય છે. હીંગ જેવા જાદુઈ પાવડરમાં મજબૂત એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે માથામાં ધબકતી રક્તવાહિનીઓને આરામ આપવામાં મદદ કરે છે. એન્ટીડિપ્રેસન્ટ હોવાને કારણે તે વ્યક્તિના મૂડને પણ સુધારે છે અને તણાવ સંબંધિત માથાનો દુખાવો અને ક્રોનિક માઇગ્રેનથી રાહત આપે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હીંગ મિક્સ કરી દિવસમાં બે વાર પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણી સાથે લેવાથી પડખાનો દુખાવો મટી જાય છે. હિંગ અને લીમડા ના પાન પીસીને તેનો લેપ ઘા કે ઝખમ ઉપર કરવાથી તેમાં થયેલા કીડા મરી જાય છે અને ઘા જલ્દી રુઝાઈ જાય છે. એલચી અને શેકેલી હિંગ નું ચૂર્ણ ઘી અને દૂધ સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો તે દૂર થાય છે.

હિંગ ને મધમાં મિલાવી, રૂની દિવેટ બનાવી તે દિવેટ ને મધમાં મૂકી સળગાવી, જ્યોત્મથી નીકળતી કાજળ એકઠી કરી લેવી. આ કાજળ આંખમાં આંજવાથી આંખમાંથી પાણી ઝરતું હોય તો તે બંધ થઇ જાય છે અને આંખનું તેજ વધે છે. તલના તેલ માં હિંગ અને સુંઠ નાખી સહેજ ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુખાવો, સાંધા નો દુખાવો મટે છે અને શરીર જકડાઈ ગયું હોય તો તે પણ મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!