લોકો પેટની સંભાળ માટે ઘણીવાર પપૈયાના ફળનું સેવન કરવાનું પસંદ કરે છે. આ ફળના સેવનથી પેટની અનેક સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ આ ફળ ખાવાના ફાયદા સાથે સાથે તેના પાનનો રસ પણ શરીર માટે ફાયદાકારક છે. પપૈયાના પાનનું સેવન લોહીમાં પ્લેટલેટ્સ વધારવાનું કામ કરે છે. સાથે જ ડેન્ગ્યુ જેવી બીમારીમાં અસરકારક દવાનું કામ કરે છે. પપૈયાના પાનનો રસ રોગપ્રતિકારક શક્તિ ને સુધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
પપૈયાના પાનના ફાયદા:
મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોમાં પપૈયાના પાનનો રસ ખૂબ ફાયદાકારક છે. આ રોગોમાં લોહીમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં પપૈયાના પાનના રસનું સેવન દવા કરતા ઝડપી અસર કરે છે.
પેટના અનેક રોગોમાં પપૈયાના પાનનો રસ ખૂબ ફાયદાકારક છે. જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો પેટમાં દુખાવા કે કૃમિમાં વધારો થાય ત્યારે 2-3 ચમચી પપૈયાના પાનના રસનું સેવન 2-3 દિવસ કરવાથી તરત જ રાહત જોવા મળશે.તેનાથી શરીરને ઘણી હદ સુધી આરામ મળે છે. આ સાથે આ જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે.
કેટલીક છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવો થાય છે. પપૈયાના પાન એનાથી પણ છુટકારો અપાવે છે. એના માટે પપૈયાના પાનના રસમાં મીઠું નાખી એક ગ્લાસ પાણીની સાથે ગરમ કરી ઉકાળો બનાવી નવષેકો ઉકાળો પીવાથી માત્ર અડધી કલાકમાં દુખાવામાં રાહત મળે છે.
પપૈયાના પાનનો રસ પીવાથી વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ જેવી કે સંધિવા, ડાયાબિટીસ ટાઇપ 2, અસ્થમા, પિરિઓરોન્ટાઇટિસ, યુટીઆઈ, ગેસ્ટ્રિક અલ્સર, ન્યુમોનિયા વગેરે અસરકારક રીતે ઉપચાર કરી શકાય છે. આ રીતે ડાયાબિટીઝ અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે પપૈયાના પાનના રસનો ઉપયોગ કરી શકાય છે.