લાઈકન પ્લેનસ-ચામડીનાં રોગ ને કુષ્ઠ રોગ પણ કહેવામાં આવે છે.સફેદ ડાઘ પડી ગયો હોય એમ ચામડી થઈ જાય છે જેના આયુર્વેદિક ઉપાયો મળી રહે છે. લાઈકન પ્લેનસ’ નામ ચામડી પર થતી ફોડકીઓ, સોજો અને ખરબચડી ત્વચાનો દેખાવ લીલમાં થતી લાઈકન ફુગને મળતો આવવાથી પડ્યું.
લાઈકન પ્લેનસ ત્વચાનાં રોગમાં ચામડીનાં મ્યૂક્સ મેમ્બ્રેનમાં સોજો આવી એકથી વધુ ફોડકીઓ અને ખંજવાળ સાથે લાલાશ કે કાળાશ સાથે ચામડીમાં સોજો આવવાથી ચામડી રબ્બર જેવી અનિયમિત આકારમાં જાડી થઇ જતી હોય છે.
કયારેક ચામડીમાં લાલ કે કાળા સોજા પર સફેદ રેખાઓ પડી જતી હોય છે. સોરાયસિસની માફક ચામડીની પરત ઉખડી જવી, બળતરા તથા ચામડી સપાટ હોતી નથી. ખંજવાળ ખૂબ આવે છે. લાઈકન પ્લેનસ વાળનાં મૂળમાં માથામાં, મ્હોંની અંદર, જનનેન્દ્રિયોની આજુબાજુ, પગની ઘૂંટી, હાથની કોણી-કાંડા પર અને ધડ પર થતું જોવા મળે છે.
ફલત્રિકાદિ ક્વાથ, પંચતિક્ત ધૃત-ગુગળ, મંજીષ્ઠા, લીમડો, હળદર, ગળો, અભયાદિ ક્વાથ જેવી તૂરી-કડવી ઔષધિઓનો પ્રયોગ વ્યક્તિગત દોષો-વિકૃતિને ધ્યાનમાં રાખી કરવાથી વ્યક્તિનું આરોગ્ય સુધરે, ઇમ્યુનિટી જળવાય તે સાથે ઘર કરી ગયેલો ચામડીનો રોગ દૂર થાય છે.
ચામડીમાં એલર્જી થવાથી તુરત જ તે ભાગને ઠંડા પાણીથી સાફ કરી ક્લેમાઈન લોશન, કોપરેલ જેવી સામાન્ય દવાઓ લગાડી શકાય.ચામડીના પ્રકાર મુજબના મોઈશ્ચરાઈઝર્સ હંમેશા અને વારંવાર લગાડવાનો આગ્રહ રાખો. ચામડી તૈલી રાખવા પ્રયત્ન કરવો. ન્હાવામાં વધુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો.
ત્વચાની અંદર પાણી ભરાતું હોય અને તેને કારણે કોઇ જગ્યાએ સોજો ચડતો હોય તો મૂળો અને તલ રોજે ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. હળદર, નીમ્બ, ગળો, કાથો, મજીઠ, ધમાસો, સુગંધી વાળા જેવી આયુર્વેદિક દવાઓની કાવો બનાવીને જો નયણા કોઠે પીવામાંવે અને તીખુ તળેલુ, આથાવાળા, મહેંદાની બનાવટવાળા ખોરાકો ન લેવામાં આવે તો કુષ્ઠ મટી શકે છે.
સફેદ ડાઘના દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓમાં કબજીયાત અને પિતની દુષ્ટી જોવા મળે છે. કબજીયાત અને પિતદ્રષ્ટિને કારણે પણ આ રોગ થતો જોવા મળે છે. જો કબજીયાત દૂર કરવામાં આવે અને પરેજી પાળવામાં આવે તો સાધ્ય કુષ્ટ મટાડી શકાય પણ અસાધ્ય કુષ્ટ મટાડી ન શકાય પણ તેની પર કાબલ તો જરૂર મેળવી જ શકાય.
ધ્યાન, યોગ પણ કરવામાં આવે તો જે હોર્મોનલ અનબેલેન્સ થયા છે.તે દ્વારા પણ ઘણા દર્દીઓને રાહત જોવા મળે છે.સાથે સાથે કોપરેલ પણ કુષ્ટના દર્દીઓને નવશેકુ કરીને લગાહવામાં આવે તો સારા પરિણામ મળી શકે છે.
આયુર્વેદ સારવારમાં બાકુચીનું તેલ સફેદ દાગ પર લગાવવાનું હોય છે.આ તેલ લગાવ્યા પછી તે ચામડીમાં અંદર જાય પછી સૂર્યપ્રકાશમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવાનું હોય છે. આ પ્રક્રિયા ધીરજપૂર્ણ કરવી પડે છે. કોઈ દર્દીને અસર ૧૫ મિનિટમાં થાય છે તો કોઈ દર્દીને બે મહિનાનો પણ સમય પણ લાગી શકે છે.
મહામંજીષ્ઠાદિ ક્વાથ, ખદિરારિષ્ટ અને લોહાસવ આ ત્રણે દ્રવ ઔષધો ચારથી છ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે પીવા. ગંધક રસાયન અને આરોગ્યર્વિધની એક-એક ગોળી પણ સાથે લેવી તથા રોજ પ્રાતઃ સાંજ અડધી ચમચી જેટલો બાવચો સહેજ ગરમ પાણી સાથે લેવો. દીર્ઘકાલીન ઉપચાર કરવાથી સફેદ ડાઘાઓ ધીમેધીમે મટી જશે.
ઘઉં, જવ, ચણા, ભાત, મગ, અડદ, પરવળ, દૂધી, પાલખ, નિમ્બપત્ર, જીવંતી-ડોડી, સાઠીપત્ર, મધ, ગાયનું ઘી, ખદિરનાં પાણીથી સ્નાન, ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ હિતાવહ અને સહાયક બને છે.