આજકાલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે.
છાતીમાં દુખાવો થવો લોકો માટે ઘણી વખત ચિંતાનું કારણ બની જાય છે. અચાનક છાતીમાં દુખાવો થવા લાગે ત્યારે લોકોને લાગે છે કે હાર્ટ અટેક અથવા તો હૃદય સંબંધિત કોઈ બીમારી થઈ છે. છાતીમાં દુખાવો થવો માત્ર હાર્ટ અટેકના સંકેત આપે છે તેવું નથી, તે દર્શાવે છે કે તમારી ખાવાપીવાની ટેવમાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. ખોરાકમાં વધુ ફેટવાળી વસ્તુઓ લેવાથી છાતીમાં દુખાવો અને બળતરા થાય છે.
એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ અને બે ચમચી સફરજનનું વિનેગર ઉમેરીને રોજ પીઓ. તે સિવાય છાતીમાં થતી બળતરા દરમિયાન પાણી પિય લેવાથી એસિડ પાછું જતું રહે છે અને બળતરા ઓછી થઇ જાય છે.
લસણમાં આયુર્વેદિક ગુણ રહેલા છે જે છાતીમાં દુખાવો, બળતરા, એસિડ બનવાની સમસ્યા, કફ વગેરે દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે ઉઠીને લસણની એક કળી ખાવાથી છાતીમાં બળતરા અને દુખાવો મટી જાય છે.
બેકિંગ સોડાની મદદથી પણ છાતીની બળતરાથી રાહત મેળવી શકાય છે. અડધા ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ખૂબ ફાયદો મળે છે.
હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોવાથી ઘણા પ્રકારના રોગનો ઈલાજ કરવામાં રામબાણ માનવામાં આવે છે. છાતીમાં દુખાવો કે હૃદય સંબંધિત કોઈપણ સમસ્યા થાય તો હળદરનું સેવન કરવાથી લાભ થાય છે. ભોજનમાં મસાલા તરીકે કે દૂધમાં નાંખીને પી શકાય છે.
લીંબુમાં એસિટિક એસિડ હોય છે જે છાતીમાં થતા બળતરાથી રાહત અપાવે છે. રોજ લીંબુ પાણી પીવાથી ખૂબ ફાયદો મળે છે. તેનાથી ન ફક્ત બળતરા દૂર થાય છે પરંતુ પેટમાં થતા ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
આદુ પણ ખૂબ અસરકારક નુસખો છે. જેથી છાતીમાં બળતરા થવા પર ભોજન કર્યા પછી આદુ ચાવીને ખાઓ. તે સિવાય તમે આદુની ચા બનાવીને પણ પી શકો છો. તેનાથી ખૂબ રાહત મળશે.
જેઠીમધ એક પ્રકારની ઔષધી છે જે ગળું ખરાબ થાય ત્યારે ચૂસવામાં આવે છે. આ ચૂસવાથી નીકળતો રસ છાતીમાં રાહત આપે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યા દૂર કરે છે. આયુર્વેદમાં આ ઔષધીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઘણી વખત દવાઓ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.
જીરું અને અજમો લેવાનો છે, અને તેને ખાંડી નાખવાના છે. તેને મિક્સરમાં નથી નાખવાના. તેને દસ્તા વડે ખાંડવાના છે, અને તેમાં કાળું મીઠું(સંચળ) નાખવાનું છે. ત્રણેયને સરખા ભાગે લેવાના છે. એક ગ્લાસ પાણીમાં આ મિશ્રણની એક ચમચી નાખીને તેનું રોજ સેવન કરવાનું છે. આ પ્રયોગથી ખાટા ઓડકાર અને પેટ તેમજ છાતીમાં બળતરા થતી હોય તો શાંત થાય છે.
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને મેથીના દાણા અલગ કરી લો અને એ પાણી પી લો. આનાથી છાતીમાં થતી બળતરા કે દુખાવો ઓછો થશે. મેથીના દાણાનું પાણી પીવાથી બ્લડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.
આદુ અને લીંબૂનો રસ એક એક ચમચી લઈને થોડુ મીઠુ મિક્સ કરીને ભોજન પછી બંને સમય સેવન કરવાથી ગેસની બધી તકલીફ દૂર થઈ જાય છે અને ભોજન પણ પછી જાય છે.
તુલસીના ગુણ કોણ નથી જાણતું. તુલસીમાં હૃદયને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવાના ગુણ છે. રોજ સવારે તુલસીના બે પાન ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ વ્યવસ્થિત ચાલે છે.
ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે લસણ હિંગ થોડા થોડા પ્રમાણમાં ખાતા રહેવાથી ગેસની તકલીફ થતી નથી. હરડ સૂંઠનુ ચૂરણ અડધી અડધી ચમચી લઈને તેમા થોડુ સંચળ મિક્સ કરીને ભોજન પછી પાણીથી સેવન કરવાથી પાચન સારી રીતે થાય છે અને ગેસ બનતી નથી. લીંબૂનો રસ લેવાથી ગેસની તકલીફ થતી નથી અને પાચન ક્રિયા સુધરે છે.