બજારમાં બે જાતનાં કુલિંજન મળે છે. એક નાનું, બીજું મોટું. કુલિંજન બજારમાં પાનની જડ કે મૂળ તરીકે પણ ઓળખાય છે. કઠ અને કુલીજન એ બંને જુદાં જુદાં છે. કુલિંજન એક અદભૂત ઔષધી છે. કફના ઘણા રોગો જેવા કે અવરોધક કફ, ચેપ કફ, ગળામાં દુખાવો, ગળાની ચૂરી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે દૂર કરવામાં કુલિંજન ખૂબ જ ઉપયોગમાં આવે છે.
કુલિંજન મૂળમાંથી કફનો નાશ કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ આ કુલિંજન થી થતાં અનેક ફાયદાઓ વિશે. કુલિંજન ને વાટીને તેમાં હિંગ તથા મીઠું નાખીને અજીર્ણ વાળાને હળવે હળવે ચટાડવાથી અજીર્ણ અને તેને લીધે થયેલા પેટનો દુઃખાવો મટે છે. કુલીજન ચૂર્ણ અડધાથી થી એક ગ્રામ મધ સાથે ચાટવાથી પેટની અંદરનો વાયુ ઓછો થાય છે.
દિવસમાં ચારપાંચ વખત આવી રીતે ચાટવાથી વાયુછૂટ થઈને સાફ ઝાડો આવે છે. ઠંડીની કોઈપણ પ્રકારની તકલીફ માટે કુલિંજન ગરમ પાણી સાથે આપવું, તેનાથી ઠંડીને લગતી બધી સમસ્યા દૂર થાય છે. આધાશીશી અથવા સતત થતાં માથાના દુખાવામાં કુલિંજન નો પાવડર બનાવી પોટલીમાં બાંધીને સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. ડાયાબિટીસ વાળા દર્દી ને કુલિંજન ને પાણીમાં પીસીને ખાવાથી રાહત મળે છે.
સાંધાના દુખાવા માટે એરંડિયા તેલમાં ગોળી બનાવી ચાર સવારે તથા ચાર સાંજે લેવાથી સાંધાના દુખાવામાં અઠવાડિયામાં રાહત મળે છે. પેશાબ ઓછો કરવા કુલિંજન તથા સૂંઠનું ચૂર્ણ સરખા ભાગે લઈ દિવસના ચારથી પાંચ વખત મધ સાથે ભેળવીને ચાટવું.
કુલિંજન નો મુખ્ય ઉપયોગ પુરુષત્વ લાવવા માટે થાય છે. ૧૦ ગ્રામ કુલીંજનને ખાંડી અડધા લિટર દૂધ તથા અડધો લિટર પાણીમાં નાખીને પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. આમાં યોગ્ય પ્રમાણમાં સાકર નાખી રાત્રે સૂતી વખતે પીવું. એક અઠવાડિયામાં અસર દેખાય છે.
અસ્થમા જેવા રોગોમાં 400 મિલિગ્રામ કુલિંજન નો પાવડર મધ સાથે દિવસમાં 2 થી 3 વખત 15 દિવસ સુધી ખાવાથી રાહત મળે છે. વધારે પડતી ખાંસીમાં મધમાં કુલિંજન નું ચૂર્ણ ભેળવીને 5 દિવસ સુધી ચાટવાથી ખાંસીમાં રાહત મળે છે. નાનું બાળક બોલતું ન હોય તો કુલિંજન મધમાં ઘસી જીભ પર લગાવવું. તેમજ મધ સાથે ચટાડવાથી બાળક બોલવા લાગશે. કુલિંજન નું મૂળ પાણીમાં વાટીને ગરમ કરીને કપાળે તથા માથે લગાડવા થી ઊંઘ ન આવતી હોય તો ઊંઘ આવવા લાગે છે.
કુલિંજન દાંતના દુખાવામાં રાહત આપે છે. કુલિંજન નો પાવડર દરરોજ સવારે અને સાંજે દાંત પર ઘસવાથી દાંત ના મૂળ મજબૂત બને છે. તેનાથી દાંત માં થતા દુખાવામાં રાહત મળે છે. અને દાંતના પેઢા મજબૂત બને છે. સ્વરભંગ ઉપર આનું ૧ ગ્રામ ચૂર્ણ દિવસમાં ત્રણચાર વખત ચાટવાથી અવાજ ખુલશે અને ગળાનો કફ છૂટો પડશે. મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો એક ટુકડો મોઢામાં રાખવો. તેનાથી દુર્ગંધ નાશ પામે છે અને દાંત મજબૂત બને છે.
કુલિંજન થાકની સારવાર કરવામાં મદદ કરે છે. કુલિંજન રુધિરાભિસરણ ને વધારે છે અને સંયુક્ત અને સ્નાયુઓની જડતાને સહાય કરે છે. કુલિંજન નો ઉપયોગ પાચન, ભીડ, ત્વચાની સમસ્યા અને કોલેરાની સારવાર તરીકે થાય છે. કુલિંજન ના તેલનો ઉપયોગ ડિસપેપ્સિયા, પેટનું ફૂલવું, ઉલટી, મુસાફરી માંદગી અને આંતરડા માટેના ઉપચાર માં થાય છે. કુલિંજન નું તેલ શરદી, દમ અને ફ્લૂ જેવી શ્વસન સમસ્યાઓ ના ઉપચાર માટે ઉપયોગી છે.
કુલિંજન નું ૧ ગ્રામ ચૂર્ણ દિવસમાં ચાર વખત જાંબુના રસમાં ભેળવીને પીવું. ૧૦ ગ્રામ કુલિંજન, ૨૫ ગ્રામ શેકેલી હિંગ, સિંધાલૂમ, ૨૫ દાણાં કિસમિસ, ૧૦ ગ્રામ ધાણા, ૧૦ ગ્રામ જીરું, ૧ ઝૂડી ફૂદીનો, ૨ નંગ લીંબુનો રસ, આ બધાંની ચટણી અપચો, અજીર્ણ, આફરો આ બધા રોગ સામે સારું કામ કરે છે. ૫૦ ગ્રામ કુલીંજનના ચૂર્ણની ચા બનાવી પીવાથી સારી ઊંઘ આવે છે.