કોળાનાં બીજ કોપર, જસત અને મેગ્નેશિયમ થી ભરપૂર હોય છે. દરરોજ ખાવામાં આવતા કોળાના દાણા સ્વાસ્થ્ય માટે ઘણા બધો ફાળો આપી શકે છે. તે તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને કારણે શરીરમાં મુક્ત સૂક્ષ્મજીવાણુઓ સામે લડી શકે છે. કોળાના બીજ નું દરરોજ મુઠ્ઠીભર સેવન કરવાથી વ્યક્તિની તમામ દૈનિક મેગ્નેશિયમ અને જસતની જરૂરિયાતો પૂર્ણ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ જાહેર કર્યું કે આ બીજ નું સેવન કરવું જોઈએ કારણ કે કોળાના બીજ મેગ્નેશિયમ અને ઝીંક નો સારો સ્રોત છે. કોળા માં વિટામીન ડી, વિટામીન એ, વિટામીન બી1, વિટામિન બી2, વિટામિન બી6, વિટામીન સી અને વિટામીન ઈ ના સિવાય બીટા કેરોટીન નો સારો સ્ત્રોત જોવા મળે છે.
કોળાના બીજ માં ફાઈબર મળી આવે છે જે આપણા હ્રદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોળાના બી માં મેગ્નેશિયમ મળી આવે છે જેના લીધે આપણા હૃદયમાં લોહી યોગ્ય રીતે વહે છે અને હૃદયમાં લોહી ના ગઠા જયંત નથી અને હાર્ટ એટેકનો ભય ઓછો થઇ જાય છે.
કોળાના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછા કરી દે છે. કોળા ના બીજ માં લીપોપ્રોટીન મળી આવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછા કરી દે છે. કોળાના બીજ પેટ માટે પણ ખૂબ લાભકારી છે. તેને આહારમાં સામેલ કરવાથી એસિડિટી થી રાહત મળે છે. કોળાના બીજ માં મેગ્નેશિયમ મળી આવે છે અને તેમાં ફોસ્ફરસ અને ઝીંક પણ મળી આવે છે જેનાથી હાડકા મજબૂત બને છે.
કોલેસ્ટ્રોલ ને ઓછા કરવા રોજ પલાળેલા કોળાના બીજ બે થી ત્રણ ચમચી રોજ ખાવા જોઈએ. કોળાના બીજ માં મળતા લીગનન પદાર્થ સ્તન કેન્સરની રોકથામ અને સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોળાના બીજ વાળા ખોરાક પ્રોસ્ટેટ કેન્સરના કોષોનો વિકાસને અટકાવે છે.
કોળા નાં બીજ માં થોડા એવા પોષક તત્વો મળી આવે છે જે ડાયાબિટીસ ને રોકે છે અને આપણા શરીરમાં ઇન્સ્યુલિનની નિયમિત કરે છે અને શરીર માં તણાવ ઓછો કરે છે. ડાયાબિટીસ થી પરેશાન વ્યક્તિ રોજ સવારે નાસ્તામાં બે ચમચી પલાળેલા બીજ નું સેવન કરે તો તેનાથી શરીરમાં શુગર લેવલ યોગ્ય પ્રમાણમાં રહે છે.
ગઠીયા ના રોગીઓ ને કોળા ના બીજ નું સેવન કરવું જોઈએ, તેના બીજો ને પ્રાકૃતિક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી શરીર પર કોઈ દુષ્પ્રભાવ નથી પડતો. કોળા ના બીજ ના સેવન થી શરીર માં રક્ત અને ઉર્જા ના સ્તર નું નિર્માણ પણ થાય છે.
કોળા ના બીજ માં ટ્રીપ્ટોફેન પ્રોટીન મળે છે જે ઊંઘ નું કારક માનવામાં આવે છે. કોળા ના બીજ ના સેવન થી અનિંદ્રા ની સમસ્યા દુર થાય છે અને તેમાં હાજર એમીનો એસીડ ટ્રીપટોફાન શરીર માં સેરોટોનીન ને પરિવર્તિત કરીને ગહેરી ઉંઘ લાવવામાં માં મદદ કરે છે.
કોળા ના બીજ દાંતો ની સમસ્યાઓ ને પણ દૂર કરે છે. 3-4 લસણ ની કળીઓ ની સાથે લગભગ 5-6 ગ્રામ કોળા ના બીજ ને ગરમ પાણી ની સાથે ઉકાળી લો. પાણી ને સારી રીતે ઉકાળ્યા પછી તેને ગાળી લો અને હલકા ગરમ પાણીના કોગળા કરો. એવું કરવાથી દાંત નું દર્દ દૂર થશે અને કોળા ના બીજ થી દાંતો ની સમસ્યા દૂર રહેશે.
ઝીંક અને આયર્ન ઉપરાંત, તે બંને રોગપ્રતિકારક કાર્ય માટે મહત્વપૂર્ણ છે, કોળાના બીજમાં એન્ટી-ફંગલ અને એન્ટી-વાયરલ ગુણ હોય છે. કોળાના બીજ ઝીંક થી સમૃદ્ધ હોવાથી, તેઓ શુક્રાણુઓની ગુણવત્તામાં પણ વધારો કરી શકે છે. આ રીતે, પુરુષોમાં વંધ્યત્વ રોકી શકાય છે.
કોળાના બીજ વાળને ઘણા પોષણ આપે છે. તેમાં ઝિંક, સેલેનિયમ, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ અને વિટામિન એ, બી અને સી વગેરેનો સમાવેશ થાય છે, જે વાળના વિકાસને વધારે છે. તે પાતળા વાળને જાડા બનાવે છે સાથે સાથે વાળની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.
કોળા ના બીજ નું સેવન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધી જાય છે કેમ કે તેમાં તાંબા નું પ્રમાણ મળી આવે છે જે શરીરમાં લાલ રક્ત કોશિકાઓ વધારવામાં મદદ કરે છે જેનાથી વ્યક્તિ એનીમિયાનો શિકાર નથી થતો. કોળાના બીજમા જ્સ્સા, સેલેનિયમ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જેનાથી આપણી ઈમ્યુનિટી પાવર વધે છે જેનાથી રોગનો સામનો કરવાની શક્તિ વધી જાય છે. તેનાથી શરદી ફ્લુ કે વાયરલ જેવી બીમારીઓ ઓછી થાય છે.