લીવર અને પાચનના રોગોથી છુટકારો મેળવવા માટે સૌથી અસરકારક છે આ ચૂર્ણ નો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાંબુ ના ઠળીયા મા થી બનેલા અર્ક નુ નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઈ કે લો થતું નથી. આ જાંબુ ના ઠળીયા મા સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરવામા સહાયરૂપ બને છે. આ ઉપરાંત પણ જાંબુ ના ઠળીયા અનેક રોગો નુ નિદાન કરવા માટે સહાયરૂપ બને છે. જાંબુ બ્લડ સુગરને સંતુલિત કરવામાં ખૂબ મદદગાર છે.

જાંબુના ઠળિયા માં જામ્બોલીન અને જામ્બોસીન સંયોજનો હોય છે, જે બ્લડ સુગરને ઘટાડે છે. જાંબુના ઠળિયા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરવામાં પણ અસરકારક છે. જાંબુ ખાવાથી પથરી ના રોગમાં પણ કાયદો થાય છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ દહીં સાથે મળેવીને ખાવાથી પથરી માં થાય છે.

લીવર માટે પણ જાંબુનો પ્રયોગ ફાયદાકારક છે. મહિલાઓની માસિક સમસ્યા અને દર્દમાં જાંબુના ઠળિયા નો પાવડર લાભદાયક છે. દરરોજ એક ચમચી આ પાવડર નુ સેવન કરવાથી માસિક ધર્મમાં તકલીફનો સામનો નહીં કરવો પડે. દાંત કે પેઢામાં દુખાવો કે બ્લીડિંગની સમસ્યા છે તો જાંબુ ના ઠળીયા ના પાઉડરને મંજન ની જેમ ઉપયોગ કરો.

નિયમિત રીતે આ પાવડર થી મંજન કરવાથી સમસ્યા થોડાક દિવસમાં જ સારી થઈ જશે. જો શરીર પર કોઈ ઇજા થઇ હોય કે બળતરા થઇ હોય તો આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને ઇજા પર લગાવવાથી રાહત મળે છે અને સાથે સાથે બળતરા પણ ઓછી થઈ જાય છે.

જાંબુ ના ઠળીયા ને વ્યવસ્થિત રીતે ધોઈ તેને સૂકવી ને તેનો પાવડર તૈયાર કરીને તેનો સંગ્રહ પણ કરી શકાય. સૂકાયા બાદ તેનો પાવડર કરવો થોડો જાંબુના ઠળિયા સુકાય જાય  ત્યારબાદ તેને ક્રશ કરી ને નિયમીત ૧ ચમચી સવારે ભૂખ્યા પેટે હુંફાળા પાણી સાથે પીવાથી શરીરનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.

રક્તપ્રદર ની કોઈ સમસ્યા ઉદ્દભવતી હોય તો જાંબુ ના ઠળિયા નો પાવડર બનાવી તેમા ચોથા ભાગ ની પીપળા ની છાલ નુ ચૂર્ણ ઉમેરી ને દિવસ મા ૨-૩ વખત પાણી સાથે પીવાથી લાભ મળે છે. જે લોકોને ઓછી ભૂખ લાગે છે તે જાંબુનું સેવન કરી શકે છે, જેનાથી ભૂખ માં વધારો થઈ શકે છે.

જાંબુ ના ઠળીયા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તથા પેટ ને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત જાંબુ ના ઠળીયા મા થી બનતા અર્ક નો ઉપયોગ આંતરડા તથા અલ્સર ના નિદાન માટે કરવામા આવે છે.

આ સિવાય જો જાંબુ ના ઠળીયા ના પાવડર મા ખાંડ ઉમેરીને તેનુ નિયમીત દિવસ મા ૨-૩ વખત સેવન કરવામાં આવે તો પેચિસ ની સમસ્યા મા રાહત મળી શકે. જે લોકોનું વજન બહુ વધતું હોય તે માટે જાંબુનું સેવન ફાયદાકારક છે. જાંબુમાં બહુ ઓછી કેલરી હોવાને કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ડાયાબીટીસના દર્દીઓ માટે જાંબુ ની સાથે-સાથે તેના ઠળિયા પણ રામબાણ ઈલાજ છે.

ડાયાબીટીસના દર્દીઓ રોજ જાંબુ સિવાય તેના ઠળિયાના ચૂર્ણનું સેવન કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે જાંબુના ઠળિયાને સૂકવીને પીસીને આ ચૂર્ણ બનાવી શકાય છે. આ ચૂર્ણને  દરરોજ એક ગ્લાસ પાણી સાથે પીવાથી ઘણો ફાયદો થાય છે.

જાંબુ ના ઠળીયા મા એન્ટિઓક્સિડન્ટ ફ્લેવોનોઈડ પુષ્કળ પ્રમાણ મા હોય છે. જે શરીર મા રહેલા તમામ દૂષિત તત્વોને બહાર કાઢે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેથી, શરીર કોઈ પણ ભયજનક તથા જીવલેણ બીમારીનો શિકાર બનતું નથી. જાંબુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે લોહીને સાફ કરવામાં મદદ કરે છે. સાથે જ જાંબુ અપચો, પેટ સંબંધી રોગ, પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે.

જાંબુ કેન્સરમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. કીમોથેરપી અને રેડીએશન થેરાપી કર્યા બાદ જાંબુ ખાવાથી ફાયદો થાય છે. જાંબુના ઠળિયા પણ ફ્લેવેનોઈડ અને ફિનોલિક સંયોજનો હોય છે, જે અત્યંત શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ માનવામાં આવે છે. જે શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામાં મદદ કરે છે, સાથે શરીરની ઇમ્યુનિટી વધારે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top