લોકો સામાન્ય રીતે મીઠાનો ઉપયોગ ખાવામાટે જ કરતા હોય છે. પણ તમને ખબર છે કે મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તોશરીરને ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. તેમાં રહેલુ મેગ્નેસિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા મિનરલ્સ શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. અને તેમાં રહેલું તત્વ ઈન્ફેક્શનને વધતું પણ અટકાવેછે.
જો મીઠાનો ઉપયોગ સ્નાનમાં માટે કરવા માં આવે તો ચહેરા પર ગ્લો આવે છે. જે ચહેરા પર આવેલી અશુદ્ધિઓને દૂર કરે છે. જે ચહેરા પર ચમક વધારવામાં ઉપયોગી છે. મીઠાના પાણીથી ન્હાવાથી તેની અંદર મરેલા કોષો બહાર નીકળી જાય છે, અને જેના લીધે ચામડી કોમળ બની જાય છે.
જો તમને ચામડીની સમસ્યા હોય તો તમારી માટે મીઠું ઉપયોગી છે. જેનો ઉપયોગ નહાવામાં કરવાથી ચામડી નરમ અન કોંમળ બને છે. જે કોષોના વિકાસને સુધારે છે અને સ્વસ્થ રાખે છે. જયારે વધારે પડતી ચામડી ખરાબ થઇ ગઈ હોય, ચામડીમાં તકલીફ હોય, ચામડીમાં ફોલ્લીઓ પડી ગઈ હોય, કરચલીઓ હોય તેવા સમયે આ ઉપાય થી ખુબ જ ફાયદો થાય છે.
મીઠાના પાણીથી નાહવાથી હાડકાનાં દુખાવાની સમસ્યા પણ ઠીક થઈ જાય છે. જે લોકોને હાડકાના સાંધામાં દુખાવો હોય, સ્નાયુમાં તકલીફ આવી હોય, આવી સ્થિતિમાં આ લોકોને મીઠાનું પાણી કરીને સ્નાન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને દુખાવો મટી જાય છે.
જો સ્નાયુઓમાં તકલીફ થતી હોય તો પણ મીઠાના પાણીથી નાહવાથી ફાયદો થાય છે. જે લોકો ના શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે કામ ના કરતું હોય તો મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. જે લોહીના પરિભ્રમણને યોગ્ય કરે છે. જો સ્નાયુમાં થાકને કારણે સ્નાયુઓમાં તકલીફ થઇ રહી હોય તો તેવા સમયે મીઠાના પાણીથી સ્નાન કરવાથી સ્નાયુમાં દુખાવામાં રાહત થાય છે.
મીઠા વાળા પાણી થી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે. મીઠાવાળું પાણી જે ત્વચાની તકલીફને ઠીક કરે છે અને સાથે શરીર પર જામેલી ફૂગને પણ દૂર કરે છે. આ રીતે નાહવાથી ધાધર માં પણ ફાયદો થાય છે. જે લોકોને વધારે તણાવ રહેતો હોય, તેવા લોકો ને મીઠાવાળા પાણી થી સ્નાન કરવું જોઈએ. કારણ કે આ ઉપાય કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જે કોષોના થાક અને કામના બોજને લીધે આવતી તકલીફને લીધે થતી બેચેની દૂર કરે છે. મીઠાવાળા પાણી થી સ્નાન કરવાથી સારી ઊંઘ આવે છે. અને મગજને શાંતિ મળે છે.
મીઠાવાળું પાણી વાળમાં રહેલી સમસ્યા દૂર કરે છે. વાળમાં રહેલી તકલીફોમાં ખોડો, બેક્ટેરિયા, જૂ, લીખ જોવા મળે છે. જે બેકટેરિયાનો નાશ કરવામાં આ મીઠાનું પાણી ખુબ જ ઉપયોગી થાય છે. આ ઉપાયથી વાળને ચમક પણ મળે તેમજ સ્વસ્થ પણ રહે છે. જે માટે આ પાણીથી નિયમિત સ્નાન કરવું.
શરીરમાં તેલના નિયંત્રણ માટે મીઠાનું પાણી ઉપયોગી છે. કારણ કે શરીરમાં રહેલી ચામડીમાં રહેલા નાના નાના છિદ્રો સતત તેલનો સ્ત્રાવ કરે છે. જેના લીધે સતત પરસેવો રહે છે. આ લીધે હંમેશા આપણા શરીરમાં બેક્ટેરિયા વધે છે અને જેના લીધે શરીર દુર્ગંધ મારે છે. આ સમયે જો મીઠાવાળા પાણીથી નહાવાથી એસીડીટી અને તેલના નિયંત્રણમાં આ ઉપાય ખુબ જ ઉપયોગી થાય છે.