ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ ઓફિસમાં સતત બેસી રહેવાના લીધે અને કમ્પ્યુટર પર વધારે કામ કરવાના લીધે આપણા ખભા અને ગરદનમાં દુખાવો થઈ જાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા જ્યાં દુખાવો થતો હોય 15 મિનિટ માટે હીટિંગ પેડ મૂકી રાખવું. આ પ્રયોગ દિવસમાં 2થી 3 વાર કરી શકાય. આ સિવાય દરરોજ સવારે નિયમિત હાથ અને ખભાની કસરત કરવાથી પણ દુખાવામાં રાહત મેળવી શકાય.

રોજ મેથીના લાડું કે સૂંઠ-ગોળની ગોળીઓ લેવી જોઇએ. તમને નગોડનાં પાન મળે તો દરરોજ તેનો ફ્રેશ જયૂસ કાઢીને ચાર-પાંચ ચમચી પીવો જોઇએ. હાથ અને ખભા તથા ગરદન સુધી દરરોજ નવશેક, નિગુઁડી તેલ કે મહાનારાયણ તેલથી માલિશ કરવી જોઇએ. માલિશ કર્યા પછી ગરમ પાણીનો શેક કરશો તો વધારે ફાયદો થશે. પંદરેક દિવસમાં જ તમને બધું નોર્મલ થઇ જશે.

કચરો કે સફાઇ કરતી વખતે જેમ બને તેમ ઉભા રહીને કરવાથી અને કપડું કે ઝાડુ શરીરની નજીક રાખવાથી વાંધો આવતો નથી. ભારે વજન ઉપાડવો હિતાવહ નથી. સામાન્ય વજન ઉપાડવો હોય તો પણ લાંબી પટીવાળા થેલામાં ઉપાડવાથી રાહત રહે છે.

વિધિવત્ નાકમાં ટીપાં નાંખવાથી ફ્રોઝન શોલ્ડરમાં ફાયદો થાય છે. ખભાની જકડાહટમાં અને દુખાવામાં દાખલ કરીને નવ્ર્સ સિસ્ટમ દ્વારા ખભાના ભાગે સારવાર કરી શકાય.

એક આસન કરવું હિતાવહ છે તે છે મત્સ્યાસન. મત્સ્ય એટલે મીન કે માછલી. આ આસનમાં શરીરનો આકાર કંઈક અંશે માછલી જેવો થાય છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ તેને મત્સ્યાસન કહેવામાં આવે છે.

માર્જરાસન યોગાસન શરીર અને મનને વિકાસ માટે મદદ કરે છે. માર્જરાસન એ યોગની મુદ્રા છે જે ખભાના દુખાવા અને શરીરના દુખાવાથી રાહત આપે છે. આ આસન નિયમિત કરવાથી ગળા, ખભા અને પીઠના દુખાવામાં રાહત થાય છે.

ખભાના દુ:ખાવામાં આરામ અને કસરતનો સમન્વય ખૂબજ અગત્યનો છે. શરીરને વ્યવસ્થિત રીતે રાખીને બેસવા–ઉઠવાથી રાહત રહે છે. એકધારું અડધી કલાકથી વધુ સતત એક પોઝીશનમા બેસવું નહીં. જો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો કોણીને ટેકો મળે તેનું ખાસ ધ્યાન રાખવું. મોનીટરને આંખની સામે રાખવું જેથી ફરી ફરીને જોવું ન પડે. માઉસને શરીરથી નજીક રાખવું. જે કામથી દુખાવો થતો હોય તે કરવું નહીં.

થોડું ધ્યાન રાખીને ખભાને દુખાવ્યા વગર કસરત કરી શકીએ છીએ. કોણીથી હાથ બેવડો રાખો. અને શરીરથી આગળ રાખો. ઉપરથી કોઇ વસ્તુને લેવા માટે હથેળીને ઉપરથી સાઇડ રાખો. ખભા નીચે ઓશીકું કે પોચો ટુવાલ રાખવાથી ઘણી વખત રાહત મળે છે. આ બધી કસરત કરતા પહેલાં બરફ લગાડવાથી કસરત કરવામાં સરળતા રહે છે.

આગળ વળીને સાઇડમાં હાથ લટકતા રાખીને બેસવાથી ખભાના દુખાવામાં ખૂબજ વધારો થાય છે.કોમ્પ્યુટરના ઉપયોગ કરતા લોકોમાં ગળાના દુખાવા સાથે ખભાનો દુખાવો વધુ પડતો જોવા મળે છે. જો સુતી વખતે ખભામાં દુખાવો થતો હોય તો આ બાબતો ધ્યાનમાં રાખવાથી દુખાવામાં રાહત થાય છે. જો ખભો દુખતો હોય તો તેની વિરૂધ્ધ સાઇડમાં સુવાથી તથા ગરદન નીચે ઓશીકું રાખવાથી દુખાવામાં રાહત થાય છે. દુખતા ખભા અને શરીર વચ્ચે ઓશીકું રાખવાથી પણ ફાયદો થાય છે.

જો ઉંધા માથે સુવાની ટેવ હોય તો દુખતા ખભાની નીચે એક બે ઓશિકા રાખવાથી રાહત રહે છે. ખભાનો વધુ પડતો ઉપયોગ થતો અટકાવો જોઇએ. સામાન્ય દુખાવાની દવા કે માલીશ માટેની દવા કે તેલ લેવાથી મહદઅંશે દુખાવામાં રાહત થતી હોય છે. બે અઠવાડિયાથી વધારે ડોકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top