ઔષધિય ગુણોથી ભરપૂર આ શાક ના સેવન થી ડાયાબિટીસ ઉપરાંત કબજિયાત થઈ જશે જડમૂળથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અળવી એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.

અળવીની ગાંઠને બાફી તેની છાલ દૂર કરતાં ચીકણી ગાંઠોને કાપી શાક અથવા અન્ય વાનગીમાં વાપરવામાં આવે છે. અળવીની ગાંઠો રેસાથી ભરપૂર હોય છે તથા ચીકાશયુક્ત હોવાથી અળવીની ગાંઠનો ખાવામાં ઉપયોગ કરવાથી મળશુદ્ધિ ખૂબ સહેલાઈથી થાય છે.

આયુર્વેદીય પંચભૌતિકત્વ આધારે તેમાં રહેલી ચીકાશ તથા મીઠો રસ અને પાચનમાં લાગતા સમય અને શક્તિ વગેરેને ધ્યાનમાં રાખી કફ વધારનાર, વધુ પ્રમાણમાં ખવાય તો વાયુ વધારનાર અને પિત્તને શાંત કરવાના ગુણ ધરાવતી કહેવામાં આવી છે.

અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે: રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે. કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે.

અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે. અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે.

અળવીનાં લીલા, મોટા-પહોળા ત્રિકોણાકાર પાનને ચણાનો લોટ અને વિશિષ્ટ મસાલા ચોપડી, વાળી અને વરાળથી બાફી પાત્રા બનાવવામાં આવે છે. ફરસાણમાં પાત્રા એકલાં પણ ચટણી સાથે ખવાય છે તો વળી પાત્રા સાથે તુવેરનાં દાણા, તુરિયા જેવા શાક ઉમેરી અને રસાવાળું શાક પણ બનાવવામાં આવે છે. સામાન્ય સમજથી તો અળવીનાં પાન માત્ર સ્વાદ અને વિશિષ્ટ વાનગી બનાવવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

અળવીનાં પાનમાં ડાયેટરી ફાઈબર ઘણું છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સરખા પ્રમાણમાં છે. ફેટ નહિવત છે. કેલ્શ્યમ અને પોટેશ્યમ જેવા ક્ષાર વધુ માત્રામાં છે. થોડા પ્રમાણમાં આર્યન છે. મેગ્નેશશિયમ અને ફોસ્ફરસ જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાથી અન્ય લીલાં શાકભાજીની માફક અળવીનાં પાન આરોગ્ય માટે ગુણકારી છે, પૌષ્ટિક છે.

કબજિયાત ના દર્દી માટે ઉત્તમ :

કબજીયાતનાં દર્દીઓ ખાસ કરીને જેઓને આંતરડામાં નિષ્ક્રિય થઇ મળ પડ્યો રહી સૂકાઈ જવાથી, મળપ્રવૃત્તિમાં તકલીફ થતી હોય તેઓ અળવીની ગાંઠનું શાક થોડા સમયાંતરાલે ખાવાનું રાખે તો તેઓને અળવીનાં પૌષ્ટિક ગુણોનો તો ફાયદો મળે છે, તે સાથે આંતરડાની પેરિસ્ટાલટિક મૂવમેન્ટમાં બળ મળે છે. કબજીયાત દૂર થાય છે.

અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.અળવી ત્વચાનું શુષ્કપણું અને કરચલીઓ દૂર કરે છે. તે આંતરડા કે શ્વાસ નળીના શુષ્કપણાને દૂર કરે છે.

પેશાબ ને લગતી સમસ્યા માં ઉપયોગી :

અળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી  પેશાબની બળતરા મટે છે.અળવી સેવનથી પેશાબ અધિક માત્રામાં થાય છે તેમજ કફ તથા વાયુમાં વૃદ્ધિ થતી હોય છે. અળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું દુધ વધે છે રક્તપિત્ત (ખૂની પિત્ત) હોય તેને અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.

અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે. ગરમીનાં દિવસોમાં ઉનવાને કારણે મૂત્રપ્રવૃત્તિ દરમ્યાન બળતરા થતી હોય તેઓને અળવીનાં પાનનાં રસમાં ધાણાજીરૂ અને સાકરનું ચૂર્ણ ઉમેરી પીવાથી રાહત મળે છે.

એસિડિટી અને બળતરા માં ઉત્તમ :

અળવીનાં પાનને ધોઈ તેનો રસ કાઢી તેમાં શેકેલા જીરાની ભૂક્કી અને સ્વાદ માટે થોડી સાકર ઉમેરી પીવાથી છાતીમાં બળતરા મટે છે. ખાટા ઓડકાર, ઉબકા જેવી હાયપર એસિડીટીથી થતી તકલીફમાં બગડેલા પિત્તને સુધારી પાચન સુધારે છે. રાજસ્થાનમાં અળવીની ગાંઠોને બાફી છુંદી અને તેનો માવો છાશ સાથે ભેળવી સ્વાદિષ્ટ કઢી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

અળવીનાં પાનને ડાળખાની સાથે જ બાફી, બાફવા માટે વપરાયેલા પાણીને ગાળી તેમાં ઘી ઉમેરી નવશેકું ગરમ ૧ ચ્હાનાં કપ જેટલું પીવાથી, વાયુથી પેટ ફુલી જઈ થતાં અપચામાં ઓડકાર સાફ આવી પાચન સુધરે છે. ભૂખ લાગે છે. આ પ્રયોગ દરમ્યાન ઓડકાર આવી, પેટ હલકું અનુભવાય ત્યારબાદ જ સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાવો.

બાળકને સ્તનપાન કરાવતી માતાઓએ અળવીનાં પાનનું શાક અથવા અળવીની ગાંઠનાં શાકનો ખોરાકમાં ઉપયોગ કરવો. થોડા દિવસોનાં અંતરાલે અન્ય શાકભાજીમાં અળવીનો પણ ઉપયોગ કરવાથી સ્તન્યમાં વધારો થાય છે. જેઓને સ્તન્ય ખૂબ ઓછું આવતું હોય તેઓ અન્ય ઉપચાર સાથે અળવીનાં પાન કે ગાંઠનો ખાવામાં ઉપયોગ કરે તો જલ્દી ફાયદો થાય છે.

અળવીમાં પોટેશ્યમનું પ્રમાણ ઘણું વધારે છે. આથી ગરમીનાં દિવસોમાં કસરત દરમ્યાન કે અન્ય રમતો દરમ્યાન ખૂબ પરસેવો નીકળી જતો હોય ત્યારે શરીરમાં ક્ષારનાં પ્રમાણનું સંતુલન જળવાય તેવા ખોરાક-પીણા લેવાનું સૂચવવામાં આવે છે. અળવીનો શાકમાં ઉપયોગ કરવાથી કે અળવીની ગાંઠને બાફી તેનો માવો દહીં સાથે રાયતાની માફક મીઠું-જીરૂ ઉમેરી ખાવાથી સ્નાયુઓ સક્ષમ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top