કેટલાક લોકોની સામાન્ય ફરિયાદ હોય છે કે તેમને સતત ખાટા ઓડકાર આવ્યા કરે છે. સતત આવુ થયા કરવાથી મોં નો સ્વાદ તો બગડે છે સાથે બેચેની પણ અનુભવાય છે. ક્યારેક ગળા, પેટ અને છાતીમાં બળતરા થાય છે. આની પાછળ મોટાભાગે આપણી ખાવા-પીવાની રીતભાત જવાબદાર છે. જે પાચનની સમસ્યાનું મુખ્ય કારણ છે.
એવું માનવામાં આવે છે કે વધારે માત્રામાં પ્રોટીન વાળો ખોરાક અને આલ્કોહોલ પીવાથી આવી સમસ્યાઓ થઈ શકે છે, જો તમને પણ ખાટા ઓડકાર ની સમસ્યા છે, તો પછી તમે આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જે તમને રાહત આપશે. ખાટા ઓડકાર થી રાહત મેળવવા માટે દિવસમાં 3 વખત ઇલાયચીનુ સેવન કરો.વરિયાળી ખાવાથી પણ ઓડકાર માં રાહત મળે છે.
વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની સાથે સાથે પેટ ફુલવુ , ગળામાં જલન થવી જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે. ભોજન કર્યા બાદ અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવાથી વારંવાર આવી રહેલા ઓડકારથી રાહત મળી શકે છે. 10 ગ્લાસ પાણી પીવો અને પપૈયાનો જ્યૂસ, દાડમનો જ્યૂસ પણ સપ્તાહમાં 3 થી 4 વાર પીઓ.
આદુના ઘણા લાભ હોય છે અને આદુ એ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક નો ભંડાર હોય છે તે સ્વાદમા સારૂ હોય છે અને સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે અને તે પેટની તમામ સમસ્યા અને ખાટા ઓડકાર દૂર કરે છે. તેમજ ખાવાનુ પચાવવા અને ગેસ બનવાથી રોકવામાં પણ ઘણુ મદદરૂપ થાય છે.
દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘી ની વાનગી યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે. અને ઓડકાર આવતા નથી. મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકાર માં ફાયદો થાય છે.
ફુદીનો વારંવાર ઓડકાર આવવાની સમસ્યાને દૂર કરે છે અને ફુદીનાને અનેક રીતે આહારમાં સામેલ કરી શકો છો. ફુદીનાની ચટણી, ફુદીનાનું શરબત અને દહીં મા પણ ફુદીનો ઉમેરીને ખાય શકો છો અને રોજ એક કપ ગરમ પાણીમા ફુદીનાની કેટલાક પાન ઉમેરીને રાખી મૂકો અને ત્યારબાદ તે પાણી પી લો તેનાથી તમને પેટમાં થતા ગેસ અને ઓડકાર ની સમસ્યાથી રાહત મળી શકે છે.
જાંબુની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ ઓડકાર માં રાહત મળે છે. આમળાનો રસ પીવાથી પણ ખાટા ઓડકાર મટે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ, આદુ પાવડર અને મીઠું મિક્સ કરો અને હવે આ પાણી પીવો. હિંગ ગેસને દૂર કરવામાં મદદ કરે છે.
દહીં આપણા પેટમાં પકૃતિક રીતે રહેલા બેક્ટેરિયાને કાબૂમાં રાખે છે. આ બેક્ટેરિયા ને લીધે પેટમાં ગેસ તથા ઓડકાર જેવી તકલીફ ઊભી થાય છે. આવામાં દહીંનો આ ઘરગથ્થુ ઉપચાર તરત જ મદદ આપી શકે છે. તેનાથી બચવા માટે રોજ ભોજનમાં દહીંનો સમાવશે કરવો જોઇએ. દહીં ખાવાથી તમને પેટમાં ઠંડક ની અનુભૂતિ થશે અને ખાટા ઓડકાર ની સમસ્યાથી તાત્કાલિક રાહત પણ મળશે.
જીરું અને અજમા ને દસ્તા વડે ખાંડી લ્યો, અને તેમાં કાળું મીઠું(સંચળ) નાખો. ત્રણેયને સરખા ભાગે લેવાના છે. એક ગ્લાસ પાણીમાં આ મિશ્રણની એક ચમચી નાખીને તેનું રોજ સેવન કરવાનું છે. આ પ્રયોગથી ખાટા ઓડકાર અને પેટ તેમજ છાતીમાં બળતરા થતી હોય તો શાંત થાય છે. કૈમોમાઈલ ટી પીવાથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય ઓડકાર અને પેટના દુખાવાથી પણ રાહત મળે છે. જેના માટે તમારે કૈમોમાઈલ ચા પીવી જોઇએ. વધારે ઓડકાર આવવા પર તમે દિવસમાં 2-3 કપ કૈમોમાઈલ ચા પી શકો છો.
જો ખાટા ઓડકાર આવે છે તો તમે ગોળનુ સેવન પણ કરી શકો છો કારણ કે ગોળમા ઘણી બીમારીઓને દૂર કરવાનો ઇલાજ રહેલો છે. માટે હવે તમને ખાટા ઓડકાર આવે છે તો તરત જ તમે ગોળનો ટુકડો ચુસવાનું ચાલુ કરી દો. અને તેનાથી તમને થોડી જ મિનિટોમાં આરામ મળી જશે માટે ગોળ માં રહેલા આ ડાયજેસ્ટિવ અને એન્જાઇમ ખાવાને જલ્દી પચાવવા મા મદદ કરે છે.